________________
જ્ઞાનમંજરી
કર્મવિપાકચિંતનાષ્ટક-૨૧
૬૧૯
ચાલ્યા જવાવાળા છે આવા વિચારો હૃદયમાં કરતો સુખના સંજોગો આવે ત્યારે રાગ ન કરે અને દુઃખના સંજોગો આવે ત્યારે દ્વેષ ન કરે. આમ ઈષ્ટતાબુદ્ધિ અને અનિષ્ટતાબુદ્ધિ રહિત થઈને હૃદયમાં જે સમભાવને ધારણ કરે છે તે જ્ઞાનના આનંદની સાચી સુગંધને (મકરંદને) પ્રાપ્ત કરવામાં ભ્રમરતુલ્ય બને છે.
ભ્રમર જેમ ગુલાબ આદિ પુષ્પો ઉપર બેસે છે. પણ પુષ્પોની સુગંધને જ માત્ર ગ્રહણ કરે છે અને આનંદ આનંદ માણે છે. ગુલાબાદિની પાંખડીઓનો તો સ્પર્શ માત્ર કરે છે. તેમાં તે રંગાતો નથી. તેમ આત્માર્થી આ મહાત્મા પોતાના આત્માના જ્ઞાનાદિ ગુણોનો અનહદ આનંદ જ માણે છે. તેમાં જ લીન થાય છે. ભોગસુખો આદિનો તો સ્પર્શ માત્ર કરે છે તેમાં તે અંજાતો નથી; જ્ઞાનાદિ ગુણોના આનંદની સુગંધનો ભોક્તા બને છે. ભ્રમર જેમ રસનો આસ્વાદી બને છે તેમ આ મહાત્મા આત્મગુણોના આનંદનો ભોગી બને છે.
પાંચ ઈન્દ્રિયોના વિષયસુખોમાં તે આત્મા અંજાતો નથી. ભોજન-પાણીના અવસરે ભોજન-પાણીનો વ્યવહાર કરે છે, પણ કોઈપણ ભોગ્ય અને પેય વસ્તુમાં ઈષ્ટાનિષ્ટ બુદ્ધિ કરતો નથી. વળી ચક્ષુથી પદાર્થ દેખે છે, કાનથી શબ્દો સાંભળે છે, પણ ક્યાંય રાગાદિમય બુદ્ધિ કરતો નથી, શરીરનો સંબંધ હોવાથી પાંચે ઈન્દ્રિયો દ્વારા અનિવાર્ય વિષયોનો વ્યવહાર કરે છે, નિવાર્ય વિષયોનો ત્યાગ કરે છે અને અનિવાર્ય વિષયોનો વ્યવહાર કરવા છતાં પણ તેમાં ઈષ્ટાનિષ્ટ બુદ્ધિ આ જીવ કરતો નથી.
આ પ્રમાણે આત્માના ગુણોના આનંદના રસમાં જ રસિક બનેલો આ આત્મા, શુભાશુભ કર્મોના વિપાકો એ જ સાંસારિક સુખ-દુઃખ છે. તે બન્નેમાંથી એક પણ સ્વરૂપ મારું નથી. આમ સમજીને તે બન્નેમાં રાગ-દ્વેષવાળા બનતા નથી; ઈષ્ટાનિષ્ટ બુદ્ધિ કરતા નથી. પરંતુ સર્વ સંજોગોમાં સમભાવની મનોવૃત્તિવાળા આ મહાત્મા બને છે. સર્વત્ર ઉદાસીનભાવવાળા રહે છે. કર્મોના વિપાકોદયથી અલિપ્ત રહે છે. આ પ્રમાણે પુણ્યનો ઉદયકાલ હોય કે પાપનો ઉદયકાલ હોય આમ બન્ને કાલે “સમાનતા” વિચારવી. આ પ્રમાણે સમજાવનારું આ એકવીસમું કર્મવિપાકચિંતન અષ્ટક સમાપ્ત થયું.
એકવીશમું કર્મવિપાકચિંતનાષ્ટક સમાપ્ત
Printed at
BHARAT GRAPHICS
7, New Market, Panjarapole, Relief Road, Ahmedabad380001 Guj(ind).
Ph. : 079-22134176, Mob. 9925020106(Bharatbhai),
Email: bharatgraphics1@gmail.com