Book Title: Guruvar Vijay Vallabh ek Parichay Author(s): Rashmikant H Joshi Publisher: Guru Samudra Anekant Adarsh Trust Ahmedabad View full book textPage 5
________________ પ્રિછાય) પંજાબ કેસરી પૂજ્યાચાર્ય શ્રીમદ્ વિજયવલ્લભ સૂરિજી મ.સા.ની. સ્વર્ગારોરણ સુવર્ણજયંતિ પ્રસંગે ગુરુ સમુદ્ર અનેકાંત આદર્શ ટ્રસ્ટ તથા જૈન વિદ્યા શોધ સંસ્થાન સર્વતોભદ્ર તીર્થમ્ એ મહાપુરુષની પ્રેરણાદાયી બહુમુખી પ્રતિભાને ઉજાગર કરતું આ પુસ્તક પ્રકાશિત કરતા આનંદ તથા ગૌરવની લાગણી અનુભવે છે. ગુણાનીરાગી અમારા પ્રેરણાસ્તોત્ર મૂતભાસ્કર પૂજ્યાચાર્ય શ્રીમદ્ વિજય ધર્મધુરંધર સૂરિજી મહારાજ સાહેબ સ્થવિર વડીલ સાધુ ભગવંતો તથા દાદા ગુરુદેવો પ્રત્યે અનન્ય અહોભાવ તથા સન્માનની ભાવના ધરાવે છે. યુગવીર આચાર્ય શ્રીમદ્ વિજયવલ્લભ સૂરિજી મ.સા. ના બહુમુખી વ્યક્તિત્વનો પરિચય આજની યુવાન પેઢીને મળી રહે તથા તેમના આદર્શ જીવનમાંથી ભાવિકો પ્રેરણા પ્રાપ્ત કરી પોતાના જીવનને ધર્મ, અર્થ કામ તથા મોક્ષના પુરુષાર્થ દ્વારા સાર્થક કરી શકે એવી શુભ ભાવનાથી પ્રેરાઈ પૂજ્ય ગુરુદેવે આ પુસ્તક પ્રકાશિત કરાવવાનો નિર્ણય કર્યો અને આ કામ શ્રી રશ્મિકાંત એચ. જોષીને સોંપ્યું. તેમણે યથાસંભવ પ્રયાસ કરી આ પુસ્તક લખી આપ્યું તે બદલ તેમનો ખુબ ખુબ આભાર. આ પુસ્તક વધુ લોકભોગ્ય બને તથા દાદા ગુરુદેવની સુવર્ણ જયંતિના પ્રસંગે એ મહાન વિભૂતિનો સુંદર ગુણાનુવાદ થાય એ માટે તેમણે લેખકને યોગ્ય સલાહ સૂચનો આપી પ્રોત્સાહિત કર્યા તથા પુસ્તકનું સંપાદન કાર્ય પૂર્ણ કરી આપ્યું તે બદલ હું તેમનો હાર્દિક આભારી છું. અવિરત ધ્યાન સાધનામાં રહેતા હોવા છતાં આ પુસ્તકની પ્રસ્તાવના લખી આપી તે બદલ સર્વ ધર્મ સમન્વયી આચાર્ય શ્રીમદ્ જનચંદ્ર સૂરિજીનો ખુબ ખુબ આભાર. આ સુંદર પુસ્તક માટે સૌજન્ય દાખવનાર શ્રી શાંતિનાથ સંઘ દાદાઈ (રાજ.) નું ત્રણ પણ અમે ભુલી શકીએ તેમ નથી. આ પુસ્તકના પ્રકાશનમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સહાયક થનાર સૌ સહયોગીઓનો હું આભાર માનું છું. આશા છે આચાર્ય શ્રીમદ્ વિજય વલ્લભ સૂરિજીના બહુમુખી વ્યક્તિત્વને ઉજાગર કરતું આ પુસ્તક સૌને ગમશે તથા વાચકો તેમના જીવનમાંથી સુંદર પ્રેરણા પ્રાપ્ત કરશે. અંતમાં આ પુસ્તકમાં ક્યાંય પણ જૈન ધર્મ વિપરીત આલેખન થયું હોય અથવા ક્ષતિઓ રહેવા પામી હોય તો વિશાળ હૃદય રાખી પાઠકો ક્ષમા કરે એવી અભ્યર્થના. - ગુરુ સમુદ્ર અનેકાંત આદર્શ ટ્રસ્ટ - જૈન વિદ્યા શોધ સંસ્થાન (ઓસ્તા) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 172