Book Title: Gurugeet Gahuli Sangrah Author(s): Buddhisagar Publisher: Adhyatma Gyan Prasarak Mandal View full book textPage 4
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નિવેદન. અધ્યાત્મજ્ઞાન પ્રસારક મંડળ તરફથી કાગળ છપાઈ વિગેરેની સખ્ત મેઘવારી છતાં પણ ઉપયેગી પુસ્તક છપાવી સસ્તી કિંમતે પ્રસિદ્ધ કરવામાં આવે છે. તે મુજબ શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિ ગ્રંથમાલાના છપ્પનમા મણકા તરીકે આ ગ્રંથ બહાર પાડવામાં આવે છે, ગ્રંથની પ્રસ્તાવના વાંચવાથી ગ્રંથનું મહત્વ અને ઉપગિતા જણાશે. ગ્રંથ વાંચતા પહેલા પ્રસ્તાવના વાંચવા ખાસ ભલામણ છે. ગુરૂભકિત માટે આ ગ્રંથ અત્યંત ઉપયોગી છે તેના વાચન, શ્રવણ, મનનથી આત્મિક ધર્મને આવિર્ભાવ થશે. હાલના જમાનાનાં ગુરૂઓ તરફ અરૂચિ-નાસ્તિકભાવ વધે છે તે ન વધે અને આત્માની શુદ્ધતા થાય તે માટે આ ગ્રંથ દુનિયાને ઘણે ઉપયોગી પડશે. આ ગ્રંથની કિંમત રૂ. ૦–૧૨–૦ રાખી છે જે પડતર કરતાં ઓછી છે જેથી વધારે પ્રમાણમાં તેને લાભ લેવાશે એમ આશા છે. આભાર-ધન્યવાદ. આ ગ્રંથ છપાવવામાં અમદાવાદ (ઝવેરીવાડા) ના જૈન ઝવેરી બુધાલાલ વાડીલાલે રૂ. ૧૦૦) આપ્યા છે તથા અમદાવાદ (આમલીપોળ) ના શા. સકરચંદે હીરાચંદે રૂ. ૧૫૦) આપેલા છે તે માટે તેમને આભાર માનવામાં આવે છે. સાકરચંદભાઈના પિતાજી શા. હીરાચંદ જાણુજી, શ્રીમદ્ રવિસાગરજી મહારાજ તથા શ્રીમદ્ બુદ્ધિસાગર સૂરિજીના ભકત હતા. તેમણે ગુરૂ પાસે રહી જ્ઞાન મેળવ્યું હતું તેમના પુત્રે તેમના પગલે ચાલી આ કાર્યમાં મદદ કરી છે તે માટે તેમને ધન્યવાદ ઘટે છે. ઝવેરી બુધાલાલભાઈએ ગુરૂ માહારાજ શ્રી બુદ્ધિસાગરજી મહારાજના સદુપદેશથી અમદાવાદથી સંધ કાઢી સરખેજની યાત્રા કરી હતી. તેમજ ગુરૂ મહારાજના ઉપદેશથી તેમણે દર વર્ષે અમુક રકમ પુસ્તક છપાવી જ્ઞાન વૃદ્ધિના કાર્યમાં વાપરવા સંકલ્પ કર્યો છે, તેથી તેમને ધન્યવાદ ઘટે છે. આવાં જનસમાજને ઉપયોગી પુસ્તક છપાવવાની રૂચિ વધે એમ ઈછાય છે. પાદરા. ૧૭૭-શાહો'માણસા શ્રી માતાના મંડળ. For Private And Personal Use OnlyPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 198