Book Title: Geet Ratnakar Part 2
Author(s): Ajitsagarsuri
Publisher: Buddhisagarsuri Jain Gyanmandir
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૮૮
અલખ હેરે લાગી રે, અગમરૂપ દર્શાયું; માયાનાં તાળાં ખુલ્યાં રે, અંતર્ધન પરખાયું. અલખ૦ ૧ નાભિકમલમાં નિરખી નયણે, ઝળહળ ઝગમગ ચેત; ચડી શિખર પર જોતાં જોતાં, થયે મહા ઉદ્યોત, અંધારે અજવાળું રે, બ્રહ્મ ગુફામાં જણાયું. અલખ૦ ૨ ફૂધમાં દૂધ પાણીમાં પાણી, જેમાં જાણી જુદાઇ; પંચભૂતથી ન્યારે આતમ, જૂઠી દેહ સગાઈ. તલમાંથી તેલ કાઢયું રે, ઘાણીની સંગ કચરાયું. અલખ૦ ૩ ચાલે હાલે ખાવે પીવે, કબુ ન ભૂલે ભાન; વ્યવહારે વ્યવહાર તે દિસે, અંતરમાં ગુતાન. અંધ ન દેખે આંખે રે, બહેરાની આગળ બહુ ગાયું. અલખ૦ ૪ ધૂકબાલને દિવ્ય દ્રષ્ટિ થઈ, દિવાકર દેખાય; કુટુબ આગળ સત્ય કહે પણું, ગાંડું તેહ ગણાય. “બુદ્ધિસાગર” તેવું રે, મારા તો મને સમજાયું. અલખ૦ ૫.
www.kobatirth.org
For Private And Personal Use Only

Page Navigation
1 ... 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430