Book Title: Ganit Koyda Author(s): Dhirajlal Tokarshi Shah Publisher: Navbharat Sahitya Mandir Ahmedabad View full book textPage 5
________________ ઘણાખરાનું રહસ્ય જિજ્ઞાસુઓ સમક્ષ ખુલ્લું થાય છે. તેનો સર્વ કોઈ સારી રીતે લાભ લે, એ અમારી ભાવના છે. શ્રીમંત મહારાજા ફત્તેહસિંહરાવ ગાયકવાડ કે જેઓ આજે રાષ્ટ્રની સુંદર સેવા આપી રહ્યા છે અને પોતાના પૂજ્ય પિતામહને પગલે ચાલી ભારતીય સંસ્કૃતિને સજીવન કરવા માટે તનતોડ પ્રયત્ન કરી રહ્યા છે, તેમણે આ પુસ્તકનું સમર્પણ સ્વીકારીને અમોને ઘણા જ આભારી કર્યા છે; તેમ જ મુંબઈના સુપ્રસિદ્ધ ધારાશાસ્ત્રી અને દેશસેવક શ્રીમાન કે. કે. શાહે આ પુસ્તકના પ્રકાશનમાં પ્રારંભથી સારો રસ લઈ અમને પ્રોત્સાહિત કર્યા છે, તેમનો પણ અમે અંતઃકરણપૂર્વક આભાર માનીએ છીએ. શ્રી મુક્તિલાલ વીરવાડિયા, શ્રી જીવરાજ ભાણજી શાહ, શ્રી રમણીકચંદ મોતીચંદ ઝવેરી તથા બીજા પણ અનેક મિત્રોએ આ ગ્રંથ-પ્રકાશનમાં એક યા બીજી રીતે સહકાર આપ્યો છે, તે સર્વેને અમે આ તકે માનભેર યાદ કરીએ છીએ. જો આ પ્રકાશનને જનતા તરફથી યોગ્ય પ્રોત્સાહન મળશે તો પ્રજ્ઞાનો પ્રકાશ કરનારાં બીજાં પણ કેટલાંક પુસ્તકો આ શ્રેણીમાં પ્રકટ કરવાની અમારી ભાવના છે. આ જગતમાં જ્ઞાન જેવી અન્ય કોઈ પવિત્ર વસ્તુ નથી અને તેના પ્રચાર જેવું બીજું કોઈ પુણ્ય નથી, એટલા પ્રાસ્તાવિક નિર્દેશ સાથે અમારું આ પ્રકાશકીય નિવેદન પૂરું કરીએ છેએ. મુંબઈ તા. ૧૨-૧-૬૫ - પ્રકાશક Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 130