Book Title: Dravya Svabhaav Paryaya Svabhaav Author(s): Lalchandra Pandit Publisher: Digambar Jain Kundamrut Kahan View full book textPage 8
________________ Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates દ્રવ્ય સ્વભાવ પર્યાય સ્વભાવ (૧૦) અંતમાં આત્મલાભ થાય તે જ પ્રકાશનનો મૂળ હેતુ અને પ્રકાશનનું પ્રેરક બળ છે. (૫) ઐતિહાસિક ચર્ચાનો ઇતિહાસ: ધન્ય ઘડી ૧૯૮૮ ની ૩૧ મી ડિસેમ્બરે તેમજ તા. ૧-૧-૮૯ ના નૂતન વર્ષના મંગલ સુપ્રભાતે પૂ. ભાઈશ્રીના શ્રીમુખે નિર્મલ સ્વભાવ ધારા પ્રગટી. એ ચર્ચા પુસ્તકના રૂપમાં પ્રસિદ્ધ થઈ ગયા પછી; તે ચર્ચાનું સ્પષ્ટીકરણ ૧૯૯૧ માં રાજકોટમાં થયું, તેમજ જામનગરમાં ૧૯૯૧ માં પર્યુષણ દરમ્યાન થયું. આમ આ બન્ને ચર્ચાઓને આ પુસ્તકમાં સમાવિષ્ટ કરેલ છે. ભવ્યોનો ‘મન ભાવન સ્વભાવ હોવાથી આ ચર્ચાને ફરી ફરી ઘૂંટવા જેવી છે. તેનું મનન, ચિંતન કરવા યોગ્ય હોવાથી; આ વિષયની પુનરાવૃત્તિ પણ આવકાર્ય છે. વળી જે સ્વરૂપમાં સ્થિર થવાનું છે તેમાં તન્મય થવું તે તો ‘ભાવિ નિર્વાણ' નું કારણ છે. (૬) મંગલ કાર્યવાહી તેમજ આભા૨: આ મંગલ ચર્ચા ઓડિયો તેમજ વિડિયો કેસેટમાં અંકિત હતી. ઓડિયો ચર્ચા ડૉ. દેવેન્દ્રભાઈ દોશી તરફથી તેમજ વિડિયો ચર્ચા ચંદનબેન પુનાતર ત૨ફથી લખાયેલી છે. તેને સુસંગત પ્રેસમેટર બ્ર. શોભનાબેન શાહ તેમજ ચેતનભાઈ મહેતા દ્વારા તૈયા૨ થયેલ છે. ચર્ચા લખતી વખતે ચર્ચાના વ્યક્ત સૂક્ષ્મભાવો યથાવત્ જળવાઈ રહે તેની સંપૂર્ણ જાગૃતિ રાખવામાં આવી છે. તદ્ ઉપરાંત આ પુસ્તકમાં પૂ. ભાઈશ્રીનું ‘જીવન ઝરમર” તેમજ “ જૈનદર્શનનો પ્રવેશ દ્વાર ” અને “ ઉપકૃતતા” વગેરે પૂર્તિ બા. બ્ર. શોભનાબેન જે. શાહ દ્વારા લખવામાં આવ્યા હોવાથી; અને આ સમગ્ર પુસ્તક સંબંધી કાર્યવાહી ભાઈશ્રી ચેતનભાઈ મહેતા દ્વારા નિષ્પન્ન થયેલ હોવાથી સંસ્થા સાભાર નોંધ પૂર્વક અત્યંત નિસ્પૃહભાવે જે સહયોગ મળ્યો છે તે બદલ અંતઃકરણથી સર્વેનો આભાર માને છે. (૭) આવકાર્ય: અમારું પ્રથમ પુષ્પ “ જ્ઞાનથી..... જ્ઞાનનું..... ભેદજ્ઞાન ” તે ગ્રંથનો સ્વાધ્યાય થતાં પાઠકગણ તરફથી સુંદર પ્રતિસાદ સાંપડયો અને કલ્પાતીત ભવ્ય સ્વાગત થયું છે, તેમજ પૂ. ભાઈશ્રીનાં અન્ય પ્રવચનોને ત્વરાએ પુસ્તકરૂપે પ્રકાશિત કરવાની મુમુક્ષુની માંગણીને સંતુષ્ટ કરવા માટે આ ચર્ચાનું પુસ્તક પ્રકાશિત કરીએ છીએ. કોઈ ધન્ય પળે થયેલી અપૂર્વ ચર્ચાનો એક એક શબ્દ અધ્યાત્મના રહસ્યથી ભરપૂર છે. (૮) સહાયક: મુમુક્ષુ સમાજના આત્માર્થી સુજ્ઞ ભાઈશ્રી બલુભાઈ ચુનીલાલ શાહ દ્વારા સ્વ. શ્રીમતી Please inform us of any errors on Rajesh@AtmaDharma.comPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 276