Book Title: Dravya Svabhaav Paryaya Svabhaav Author(s): Lalchandra Pandit Publisher: Digambar Jain Kundamrut Kahan View full book textPage 7
________________ Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates દ્રવ્ય સ્વભાવ પર્યાય સ્વભાવ દ્રવ્ય ઉપર પ્રકાશિત કરેલ છે, અને પૂ. ભાઈશ્રીની વાર્ષિક પ્રથમ પુણ્ય તિથિ ઉપર સ્વભાવ પર્યાય સ્વભાવ અને તેની ચર્ચાનું” બીજું પુષ્પ પ્રકાશિત કરીએ છીએ. માત્ર એક વર્ષના ટૂંકા સમયમાં પૂ. ભાઈશ્રીની ભાવના મૂર્તિમંત થતાં અમારું હૃદય અત્યંત હર્ષાતુર થાય છે. 66 (૫) આ પુસ્તક પ્રકાશનનો હેતુ: (૧) જે જીવો જિનવાણીના ઊંડાણપૂર્વકના અભ્યાસી નથી, અથવા તો નયોના ચક્કરમાં અમોને કાંઈ સમજ ન પડે તેવા અલ્પ વિકસિત ક્ષયોપશમવાળા જીવોને સ્વભાવ સુધી પહોંચવું દુઃસાધ્ય લાગે છે; તેવા જીવો સ્વભાવથી સ્વભાવને સમજતાં સહેલાઈથી સ્વભાવની પ્રાપ્તિ કરી શકે. (૨) જે જીવો નયજ્ઞાનથી સંતુષ્ટ છે; મને જિનવાણીની સ્પષ્ટતા થઈ ગઈ છે, અર્થાત્ નયજ્ઞાનને જ આત્મજ્ઞાન માને છે, તેને રેડ લાઈટ બતાવી અસંતુષ્ટ કરાવી અને સંતુષ્ટ થવાનો ખરો ઉપાય દર્શાવે છે. (૩) ઘણાં જીવો એવા છે કે જેમને નયજ્ઞાનની અપેક્ષાઓથી તો સમજણ પડી છે, પણ હવે આગળ કેમ વધવું તેની મૂંઝવણ થતી હોય, તેવા જીવોને સ્વભાવનો સ્પષ્ટ માર્ગ બતાવી નિશ્ચિંત કરે છે. (૪) “દ્રવ્યસ્વભાવ અને પર્યાય સ્વભાવ” નો મહિમા આ પુસ્તકમાં જેટલો સરળતાથી બતલાવ્યો છે, તેટલો સરલ અને સુગમતાથી બંનેનું પ્રતિપાદન એક સાથે અન્યત્ર મળવું વિરલ છે. (૫) અધ્યાત્મપ્રેમી, સ્વભાવપ્રેમી જીવોને સ્વભાવનું ‘ભેટણું’ સમર્પિત છે. આશા છે કે મુમુક્ષુ સમાજ આ ચર્ચાનો સારો એવો લાભ ઉઠાવશે. (૬) ભવ્ય જીવોને ત્વરાએ મોક્ષમાર્ગની પ્રગટતા, શ્રેણી અને પૂર્ણતા સુધીની મુક્ત ભાવે પરિચય કરાવનારી આ અનુપમ ચર્ચા છે. (૭) આ ચર્ચાનું હાર્દ સમજ્યા વિના જૈનધર્મના મર્મને ઉદિત કરવો શક્ય નથી. (૮) આત્માર્થીઓ રુચિપૂર્વક નિયમિત આ પુસ્તકનો સ્વાધ્યાય કરે તો અલ્પ સમયમાં આત્માનુભૂતિમાં નિમિત્તભૂત થાય તેવી અનુપમ કૃતિ છે દરેક જીવનો સ્વભાવ શું? અને સ્વભાવથી સ્વભાવની કેવી રીતે પ્રાપ્તિ થાય તે જ આ પુસ્તકનું પ્રયોજન છે. (૯) પૂ. ભાઈશ્રીની ઉપસ્થિતિ દરમ્યાન જેમણે પ્રવચનો તથા ચર્ચાનો સાક્ષાત્ લાભ નથી લીધો, સંભવિત છે તેવા જીવો પણ લાભાન્વિત થાય અને આ ગ્રંથમાં છપાયેલી તત્ત્વચર્ચા જીવોને સર્વકાલીન સમ્યક રાહુ પ્રદર્શિત કરે તે હેતુ રહેલો છે. Please inform us of any errors on Rajesh@AtmaDharma.comPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 276