Book Title: Dravya Svabhaav Paryaya  Svabhaav
Author(s): Lalchandra Pandit
Publisher: Digambar Jain Kundamrut Kahan

View full book text
Previous | Next

Page 10
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates દ્રવ્ય સ્વભાવ પર્યાય સ્વભાવ સંપાદકીય... કલમે “સમયસાર હી સમ્યગ્દર્શન, સમયસાર હી સમ્યજ્ઞાન, નયપક્ષોએ રહિત આતમા, સમયસાર હી હૈ ભગવાન.” જેમ વિથ દર્શનોમાં જૈન દર્શનનું સ્થાન અતિ મહત્ત્વપૂર્ણ છે તેમ જિનાગમની અનેક નિધિઓમાંની નિધિ દ્રવ્યસ્વભાવ પર્યાયસ્વભાવ છે જે પૂ. કહાનલાલ પ્રવચન સમુદ્રનું શ્રેષ્ઠ રત્ન છે. તે જિનાગમની અનોખી અને અનુપમ કૃતિ છે. જૈનદર્શનમાં મહાન સમ્યગ્દર્શનની અને તેના વિષયની વિશદ ચર્ચા જોવા મળે છે તેમ દ્રવ્યસ્વભાવ પર્યાયસ્વભાવ' પુસ્તકમાં જીવમાત્રના સ્વભાવને દિગ્દર્શિત કરેલ છે. નયતિક્રાંત થવા માટે બન્ને સ્વભાવનું સૂક્ષ્મ, સરલતમ અને રોચક વિશ્લેષણ છે. શ્રી સમયસાર આદિ પરમાગમોને સમજવા માટે બે નયોનું જ્ઞાન આવશ્યક કહ્યું છે. પ્રમા૫નર્યfધામ:” તે વસ્તુના સ્વરૂપને સમજવા તેમજ નિર્ણય માટે સાધન છે, પણ તે સાધ્ય નથી, કારણકે આત્માનુભૂતિના સમયે પ્રમાણ, નય, નિક્ષેપ તે કોઈનું અસ્તિત્વ જ હોતું નથી, કારણકે તે ભેદાત્મક તેમજ વિકલ્પાત્મક છે. વિકલ્પ મનમાં ઉઠે છે; અને સ્વાનુભૂતિમાં મન ઇન્દ્રિયોનો પ્રવેશ અશક્ય છે કેમ કે મન વિશ્રામ પામે છે અને નિક્ષેપનો વિષય તો પર્યાયો હોવાથી; અનુભૂતિ તેનાથી પણ પાર છે; કારણકે સ્વાનુભવરૂપ ચરમ અવસ્થાનું લક્ષ માત્ર ત્રિકાળી ધ્રુવ જ્ઞાયક જ હોય છે. આમ આત્માનુભવ નય-નિક્ષેપ-પ્રમાણ રૂપ વિકલ્પોનો વ્યવચ્છેદક છે. દ્રવ્યસ્વભાવ અને પર્યાય સ્વભાવ અખ્ખલિત દીપ સ્તંભો છે. એક ત્રિકાળ શાશ્વત સ્વભાવ છે અને બીજો ક્ષણિક સ્વભાવ છે. આ બન્ને સ્વભાવની મૈત્રી થતાં જ મંગલ મુક્તિ દ્વારનું ઉદ્દઘાટન થાય છે. દ્રવ્યસ્વભાવના અહુની અવિરામ પર્યાય સ્વભાવ ધારા પવિત્ર જ્ઞાયક દેવતાના મધુર મિલનના યશોગાન કરતી પ્રગતિમાન થાય છે. ઉત્કૃષ્ટ સાધનાના સહજ ક્રમમાં નયજ્ઞાનનો વ્યય થઈ જાય છે અર્થાત્ ખરેખર ઉત્પન્ન જ થતું નથી. આનંદમયી આત્મતત્ત્વના સ્વસંવેદન અનુભવરૂપ આનંદધારા, નય, પ્રમાણ, નિક્ષેપોનો સંવર કરતી મુક્ત સ્વભાવની અનંતતામાં વિલીન થઈ જાય છે. પૂ. ગુરુદેવશ્રીની જેમ પૂ. ભાઈશ્રીએ પણ પંચમકાળે સ્વાભાવિક સુધા અંદીના મૂળ રસાસ્વાદ આપ્યા છે. Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 276