Book Title: Dravya Svabhaav Paryaya  Svabhaav
Author(s): Lalchandra Pandit
Publisher: Digambar Jain Kundamrut Kahan

View full book text
Previous | Next

Page 6
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates દ્રવ્ય સ્વભાવ પર્યાય સ્વભાવ મધ્ય કેમ ન હોય !! પરંતુ તે નિજ ભાવને કદી છોડતું નથી. વસ્તુ સંબંધી વિચાર પણ તેના સ્વભાવની અગ્રતા પૂર્વક થવો તે પણ વિરલતા છે. દરેક પ્રસંગે વસ્તુને તેના સ્વભાવથી જોતાં આકુળતા ઉત્પન્ન નહીં થાય. કારણકે સ્વભાવને સ્વભાવ દ્વારા જોતાં તો ઉત્તમ સૌખ્યની પ્રાપ્તિ થાય છે. અને આમ જેમનો સ્વભાવમાં પ્રવેશ થયો તેઓ તો કૃત કૃતાર્થ થયા. (૩) ચૈતન્ય રત્નાકરના રત્ન પૂ. ભાઈશ્રી: શ્રી સમયસારજીમાં આવે છે કે શુદ્ધનયનો પક્ષ પણ અનુભૂતિમાં બાધક છે. ધ્યેયનો પક્ષ નહીં, શયનો પક્ષ નહીં, ધ્યાનનો પણ પક્ષ નહીં, કારણકે પક્ષ સુધી તો જીવ અનંતવાર આવ્યો છે. અને જ્યાં સુધી કોઈ પણ પક્ષ છે ત્યાં સુધી આત્માનુભૂતિ નથી. પક્ષનો પક્ષ છૂટવો તેનું નામ પક્ષાતિક્રાંત છે, અને “પક્ષાતિક્રાંત તે જ સમયસાર છે.” આમ સ્વભાવ નિષ્પક્ષ છે. અને તેની અનુભૂતિ પણ નિષ્પક્ષ છે. નિશ્ચયનયથી આત્મા એકરૂપ છે, વ્યવહારનયથી આત્મા અનેકરૂપ છે, આમ નય કહે છે, તેવો આત્મા નથી. “આત્મા તો જેવો છે તેવો છે” “જેમ છે તેમ છે,” “જે છે તે જ છે.” કારણકે જ્ઞાનત્વમાં, જાણક સ્વભાવમાં નયપક્ષ ઉઠતા નથી. તેથી કહ્યું છે કે “જ્ઞાન સ્વરૂપ જીવ તો જ્ઞાન સ્વરૂપ છે.” “અનુભૂતિના સમયે બન્ને નયના વિષયને માત્ર જાણતો જ પરિણમે છે, પણ કોઈ નયપક્ષ ગ્રહણ કરતો નથી. આમ નયોનો જ્ઞાતા તે જુદી વાત છે અને નવપક્ષ તે જુદી વાત છે. હવે જ્યારે જ્ઞાનને અપરિણામી-પરિણામી બન્ને વિષય સરખા મળી જાય છે ત્યારે કોઈ પણ વિકલ્પ હોતો નથી. “માત્ર જાણે છે તેમાં સાક્ષાત્ અમૃતને પીવે છે. કોઈ એકાંત દષ્ટિના પડખાંમાં ખેંચાય અને જાણપણારૂપ જ્ઞાનના પડખાં ને જ્ઞાનના શેયમાંથી ઉડાડે તેને અનુભવ થતો નથી. અને જે જ્ઞાનના પડખાંમાં જ રોકાઈ જાય છે, અને અનુભવના વિષય સુધી નથી પહોંચતો; તેને તો અનુભવ થવાનો અવકાશ જ નથી. આમ પૂ. ગુરુદેવશ્રીએ પરમાગમમાંથી સાર બતાવ્યો જ્યારે પૂ. ભાઈશ્રીએ સારમાંથી પણ સાર બતાવ્યો. (૪) ટૂંક સમયમાં પૂ. ભાઈશ્રીની ભાવના સાકાર પૂ. ભાઈશ્રીએ પોતાની અનુપસ્થિતિમાં બે પુસ્તક પ્રસિદ્ધ કરવાની ભાવના વ્યક્ત કરેલી. જેમાં પહેલું પુષ્પ “જ્ઞાનથી. જ્ઞાનનું.... ભેદજ્ઞાન;' તે પુષ્પ અમે પૂ. ભાઈશ્રીની ૮૯ મી જન્મજયંતિ Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 276