Book Title: Dravya Saptatika Granth
Author(s): Lavanyavijay Gani, Nirupamsagar
Publisher: Jain Shwetambar Sangh Pedhi

View full book text
Previous | Next

Page 8
________________ મૂળ સ્થળ ક્યાં ક્યાં છે? તે ઘણે ભાગે ગ્રંથકારશ્રીએજ ઠામ ઠામ બતાવેલ છે. તેથી આ દેવ-દ્રવ્યાદિકને લગતે વિચાર હાલમાં ૨૫૦-૩૦૦-૪૦ વર્ષો -- પૂરત જ જુને છે.” એમ ન સમજવું. અજ્ઞાન ભાવ ધરાવતા જી ગમે તેમ સમજે એ જુદી વાત છે. ખરી વાત એ પ્રમાણે નથી.----- તેથી અજ્ઞાન ભાવ ધરાવતા સામાન્ય સમજતા લેકે ગમે તેમ સમજે કે બોલે, તે અપ્રામાણિક વાતે તરફ લક્ષ્ય આપી શકાય નહીં. ૭. વિષયની ગંભીરતા ગ્રંથકારશ્રીએ આ વિષયને અભ્યાસ ઘણે વખત ગાળીને કરેલ હોય, એમ જણાઈ આવે છે. અને દરેકેદરેક બાબતેની બહુ જ ચોકકસાઈથી ચેગ્ય નેંધ લીધી છે. આ ગ્રંથનો વિષય ધાર્મિક મિલ્કતને લગતે છે. કથા વાર્તા કે તત્વ ચર્ચાને લગતો નથી જેથી કેટલેક અંશે નિરસ વિષય લાગશે પણ કાયદાના પુસ્તકની માફક આમાં પણ વ્યવસ્થિત રીતે ગૂઢ વાતે બતાવવાનું લક્ષ્ય છે. વ્યાખ્યાઓ, પારિભાષિક શબ્દ, ભેદ, પેટા ભેદો, ઉત્સર્ગ અપવાદ, અપવાદના પણ અપવાદ, વિધિ, નિષેધ, વિકલ્પ, શાસ્ત્ર પ્રમાણ, યુક્તિ, ઉપપાદન, સાબિતીઓ, પ્રમાણે વિગેરે કઈ પણ વિષયના રીતસર શાસ્ત્રની શાસ્ત્રીય પદ્ધતિ પૂર્વકની રચના પ્રમાણેની રચના મળી આવે છે. ૮ આ વિષયની વિશાળતા જેમ-શાસન-સંઘ-ધર્મ-તત્વજ્ઞાન-પદાર્થ વિજ્ઞાન, શાસ્ત્ર, સ્વાદુવાદ વિગેરે વિષ સાથે સંબંધ ધરાવતી બાબતે જેમ વિશાળ પ્રસ્થાન ધરાવે છે, તેમ આ વિષયનું નિરૂપણ પણ ખૂબ વિશાળ પ્રસ્થાન ધરાવે છે. અને તેની સ્કૂલ સમજની માફક સૂક્ષમ સમજ પણ હોય છે. કેમકે–આમાં બતાવેલા દ્રવ્યના ભેદમાં, બીજી રીતે, જૈન ધર્મના બીજા અંગે વિગેરે સ્વાદુવાદ દષ્ટિથી સમાવેશ પામતા હોય છે. તે તથા–પ્રકારના ગુરુ મહારાજની સાન્નિધ્યમાં રીતસર અભ્યાસ કરવાથી સમજી શકાય તેમ છે. દા. ત. દેવ-ગુરુ-ધર્મશાસ્ત્રમાં તથા ચાર પ્રકારના સંઘના ધર્મ પ્રેરક દ્રવ્યમાં દરેકને સમાવેશ થઈ શકે તેમ હોય છે. શું બાકી રહે તેમ હોય છે? તેથી જૈન શાસનની ધાર્મિક મિત્તેની વિસ્તૃત સમજમાં–શાસન-સંઘ-ધર્મ, શાઓ, તથા મિલ્કતની રક્ષા વિગેરેના નિયમો વિગેરે સમાવેશ થઈ શકે તેમ હોય છે. આટલી બધી વિશાલતા છે. ગ્રંથકારે–મુખ્યપણે વ્યવહાર નય તથા વ્યવહારથી નિરૂપણ કરેલું છે.

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 432