________________
૧૨ ]
- સંપાદકશ્રીએ છાણી, સુરત આદિ જ્ઞાન ભંડારની હ૦ લિ. પ્રતિએ મેળવી યથાશય સંશોધનમાં ખૂબ જ પ્રયત્ન ઉઠળે છે. છેવટે ખૂબ જ શ્રમ ઉઠાવીને આ ગ્રંથને અવસૂરિ સાથે નવેસરથી સરળ ગુજરાતી ભાષામાં અનુવાદ પણ કરી આપે.
આ રીતે આ ગ્રંથને વધુ ઉપયોગી બનાવવા સંપાદકશ્રી એ અવર્ણનીય શ્રમ ઉઠાવ્યું છે. તે બદલ અમે તેમના ઋણી છીયે.
આ ગ્રંથના સંશોધનનું કાર્ય બનતી કાળજીથી કરવામાં આવ્યું છતાં દષ્ટિદેષ આદિથી રહી ગયેલ ભૂલનું પરિમાર્જન તથા બીજી પણ ગ્રંથને વ્યવસ્થિત પ્રકાશિત કરવાની અનેક જવાબદારીઓને પૂ-ઉપાય શ્રી મ૦ ના નિદે. શાનુસાર પૂ-ઉપાય ભગવંતના શિષ્ય મુનિ અભયસાગર ગણું શિષ્ય સેવાભાવી મુનિ શ્રી નિરૂપમસાગરજીએ સહર્ષ ઉઠાવી છે. તે બદલ અમે તેઓને ભાવભરી વંદના પૂર્વક અનુમોદના કરીએ છીએ
આ ગ્રંથના પ્રકાશનને ખર્ચ મહેસાણા જૈન સુધારાખાતાની પેઢીના કાર્યવાહકોએ જ્ઞાન ખાતામાંથી આપીને અપૂર્વ ધર્મપ્રેમ દાખવ્યો છે. તે બદલ અમે તેઓના ધર્મપ્રેમની નોંધ લઈએ છીએ.
આ ગ્રંથને સંસ્કૃત વિભાગ ખ્યાવર (અજમેર) પ્રેસમાં છપાએલ છે. બાકીને ગુજરાતી વિભાગ આદિ અમદાવાદમાં વસંત પ્રેસમાં છપાએલ છે.
આ મુદ્રણકાર્યમાં હાર્ટએટેકની નાજુક તબિયતે પણ ધકકા-ફેરા તથા કાળજી રાખીને સક્રિય સઘળે સહકાર આપનાર સેવાભાવી શ્રી સારાભાઈ પિપટલાલ ગજરાવાલાના ધર્મપ્રેમની જેટલી અનુમોદના કરીએ તેટલી ઓછી છે.
- પૂરે ખર્ચ આ પ્રકાશનમાં મળેલ છતાં કિંમત કેમ? એ પ્રશ્ન અસ્થાને નથી. પણ તેને ખુલાસો એ છે કે જ્ઞાનખાતામાંથી આ ગ્રંથ છપાયે છે. તે સાધુ-સાધ્વીજીને જ આ ગ્રંથ કામ આવી શકે.
ગૃહસ્થીઓએ તે નકરે-કિંમત આપ્યા વિના દેવદ્રવ્યની કે જ્ઞાનદ્રવ્યની ચીજ વાપરી શકાય નહીં તેથી પડતર ખર્ચની કિંમત રાખી છે. તે રકમ જ્ઞાન ખાતે જમા થશે. જેમાંથી બીજા ગ્રંથનું પ્રકાશન થઈ શકશે.
છેવટે છદ્મસ્થતાના કારણે કે દષ્ટિદેષથી રહી ગયેલી ભૂલે માટે ક્ષમાયાચના સાથે ચતુવિધ શ્રી સંઘને નમ્ર વિનંતિ છે કે આ ગ્રંથને સદુપયેગ વધુ પ્રમાણમાં કરે-કરાવે અને સંપાદકના અને અમારા પ્રયાસને સમૃદ્ધ બનાવે. વીર નિ. સં. ૨૪૯૪
લી. વિ. સં. ૨૦૨૫, જેઠ સુદ ૨ |
પ્રકાશક પીપલી બજાર, ઈન્દર (સીટી) 1 શ્રી જૈન સંઘકી પેઢી
નં. ૨ (મ. પ્ર.) |