________________
આ સંપાદકી ય છે.
જિનશાસનની વ્યવસ્થા પદ્ધતિ આદર્શ છે, ગમે તેટલા કાળના ઝપાટા આવે તે પણ શ્રી તીર્થકર ભગવંતેએ સ્થાપેલ વ્યવસ્થા તંત્ર અટૂટ છે.
કેમકે રાગભાવના પાયા પર મંડાયેલ સંસારની જડ ઢીલી કરનારા વીતરાગ ભાવને મુખ્ય રાખીને જિનશાસનની સઘળી વ્યવસ્થા ગોઠવાયેલ છે.
આવી આદર્શ વ્યવસ્થાની માહીતી પૂરો પાડતો આ ગ્રંથ સુવ્યવસ્થિતપણે પુનર્મુદ્રિત બની શ્રી સંઘ સમક્ષ ઉપસ્થિત કરાય છે.
આ ગ્રંથન સંપાદનમાં મહેસાણાની અવયુરિવાળી પ્રત તથા છાણી અને સુરતના જ્ઞાન ભંડારની હસ્તલિખિત પ્રતિની ઘણે સહવેગ મળે છે.
વર્તમાન કાળે બુદ્ધિવાદને દુરુપયોગ કરવાના અનેક સાધને વધી રહ્યા છે. જિનશાસનની અંતરંગ વ્યવસ્થામાં પણ બુદ્ધિવાદની વિકૃતિથી નાણાંકીય વહીવટને વ્યાવહારિક કાર્ય માની શાસ્ત્રનિરપેક્ષતા આજના વહીવટદારોમાં કાળ બળે પાંગરતી જાય છે. તેને અટકાવવા આવા ગ્રંથનું વાંચન, મનન, પરિશીલન જરૂરી છે.
આ દષ્ટિકોણથી પ્રસ્તુત ગ્રંથરત્નનું સંપાદન કર્યું છે.
શક્ય પ્રયત્ન આમાં શુદ્ધિ પરત્વે પુરતું ધ્યાન આપ્યું છે છતાંય છઘ સ્થતાના કારણે કે દષ્ટિદેષ આદિથી રહી ગયેલી ભૂલે માટે મિથ્યા દુષ્કૃતમાંગવા પૂર્વક પ્રસ્તુત ગ્રંથના પઠન-પાઠનાદિથી પુણ્યાત્માઓ જિનસાનની આદર્શ વ્યવસ્થા પદ્ધતિને મર્મ સમજે એ મંગલ કામના.
લી.
૨૦૨૪ ) જે. સુત્ર ૧૫ /
સંપાદક,