Book Title: Dipalika Kalpa Sangraha Author(s): Chandanbalashreeji Publisher: Bhadrankar Prakashan View full book textPage 8
________________ આ દીપાલિકાકલ્પસંગ્રહ ગ્રંથના નવીનસંસ્કરણના પ્રકાશન માટે પરમપૂજ્ય, સુવિશાલગચ્છાધિપતિ, આચાર્યભગવંત શ્રીમદ્વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજના સામ્રાજ્યવર્તી પરમપૂજ્ય, હાલારદેશે સદ્ધર્મરક્ષક, આચાર્યભગવંત શ્રીમદ્વિજયકુંદકુંદસૂરીશ્વરજી મહારાજના શિષ્યરત્ન, વર્ધ્વમાનતપોનિધિ ૧૦૦ + ૭૨મી વર્ધ્વમાનતપની ઓળીના આરાધક, પરમપૂજ્ય ગણિવર શ્રીનયભદ્રવિજયજી મહારાજની શુભપ્રેરણાથી શ્રીસતલાસણા જૈન પંચ મહાજન તરફથી જ્ઞાનખાતાની ઉપજમાંથી સંપૂર્ણ લાભ લીધેલ છે. તે બદલ અમારી સંસ્થા તેમનો આભાર માને છે. આ નવીનસંસ્કરણ પ્રકાશનના સુઅવસરે અમે પૂર્વના પ્રકાશકો અને સંપાદકોનો તથા કોબા કૈલાસસાગર જ્ઞાનભંડારમાંથી તથા સન્માર્ગપ્રકાશન અને ગીતાર્થગંગામાંથી હસ્તપ્રત અને મુદ્રિત પ્રતો અમને પ્રાપ્ત થઈ તેમનો, અસ્તર પેજ ઉપર જૈન સંસ્કૃતિ કલાકેન્દ્રથી પ્રકાશિત તીર્થકર ભગવાન શ્રી મહાવીર ચિત્રસંપુટમાંથી ચિત્રો લીધા છે તેમનો, નવીનસંસ્કરણનું પુસ્તકાકારે પ્રકાશન કરવા માટે અને આર્થિક સહયોગ માટે પ્રેરણા કરનાર શ્રીગણિવર્યશ્રીનો, આ કાર્યના અક્ષરમુદ્રાંકન કાર્ય માટે વિરતિ ગ્રાફિક્સવાળા અખિલેશ મિશ્રાએ કાળજીપૂર્વક સુંદર કાર્ય કરી આપેલ છે તેમનો અને પ્રીન્ટીંગના કામ માટે તેજસ પ્રીન્ટર્સવાળા તેજસભાઈએ ખંતપૂર્વક સુંદર કાર્ય કરી આપેલ છે તેમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. આવા ઉત્તમ દીપાલિકાકલ્પો અને વ્યાખ્યાનોનું વાંચન કરીને પરમાત્મા શ્રીમહાવીરપ્રભુના જીવનચરિત્રમાંથી, પરમાત્માએ આપેલ સોળ પહોરની અંતિમદેશનામાંથી અને પરમાત્માએ ભાખેલ આઠ સ્વપ્નોના ફલાદેશમાંથી સારને ગ્રહણ કરી સૌ કોઈ ભવ્યાત્માઓ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ સદ્ધર્મનું આરાધન કરીને કેવળજ્ઞાન પ્રાપ્ત કરી સર્વ કર્મોનો ક્ષય કરીને મુક્તિસુખના ભાગી બનીએ એ જ શુભભાવના !! - ભદ્રંકર પ્રકાશન kalp-t.pm5 2nd proofPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 304