________________
१९
અને લોકો બીલમાંથી બહાર નીકળશે અને ધાન્ય-ફળ વગેરેને ખાતાં માંસાહારનો ત્યાગ કરશે ઇત્યાદિ કહેલ છે.
ત્યારપછી મધ્યપ્રદેશમાં સાત કુલકરો થશે તેનાં નામો કહ્યાં છે. ત્યારપછી ભાવીમાં થનારા ૨૪ તીર્થંકરો, ૧૨ ચક્રવર્તી, ૯ વાસુદેવ, ૯, પ્રતિવાસુદેવ ૯ બળદેવના નામો કહ્યા છે. આ રીતે ૬૩ શલાકા પુરુષમાંથી ઉત્સર્પિણીના ત્રીજા આરામાં ૬૧ થશે અને છેલ્લા ૨૪મા જિનેશ્વર અને છેલ્લા ૧૨મા ચક્રવર્તી ઉત્પસર્પિણીના ચોથા આરામાં થશે. ચોથા આરામાં ૧૦ કલ્પવૃક્ષો થશે અને ૧૮ કોડાકોડી સાગરોપમ સુધી નિરંતર યુગલિકધર્મ થશે તેમ કહ્યું છે. આ રીતે ઉત્સર્પિણી અને અવસર્પિણી મળીને એક કાળચક્ર થાય છે. એવા અનંતા કાળચક્રો આ જીવે પસાર કર્યા છે અને સમ્યક્ત્વ નહિ પામેલાં જીવો અનંતા કાળચક્રો પસા૨ ક૨શે એ પ્રમાણે પરમાત્માએ કહેલ છે.
ત્યારપછી ગૌતમસ્વામીનો પ્રેમબંધ ક્ષીણ થાય તે માટે પરમાત્મા તેમને દેવશર્મા બ્રાહ્મણને
પ્રતિબોધ માટે મોકલે છે. આ બાજુ કાર્તિક અમાવાસ્યાની રાત્રિએ ચરમપ્રહરમાં પરમાત્મા પર્યંકાસને ધ્યાનમાં આરૂઢ થાય છે ત્યારે શક્રેન્દ્ર પરમાત્માને વિનંતી કરે છે કે, ભસ્મરાશિ નામનો ગ્રહ અત્યંત ક્ષુદ્ર રીતે આપના જન્મનક્ષત્રમાં સંક્રાંત પામે છે માટે આપ એક મુહૂર્ત પ્રતીક્ષા કરો. ત્યારે પરમાત્મા કહે છે કે, આયુષ્યકર્મ વધા૨વા કે ક્ષય કરવા તીર્થંકરો પણ સમર્થ નથી માટે અવશ્યભાવિભાવોનો વ્યતિક્રમ થતો નથી. તેથી ૨૦૦૦ વર્ષો સુધી અવશ્ય તીર્થને પીડા થશે. ત્યારપછી પરમાત્માએ ૫૫ પુણ્યફળવિપાક અધ્યયનો, ૫૫ પાપફળવિપાક અધ્યયનોનું વિભાવન કરીને ૩૬ અપૃષ્ટવ્યાકરણોને કહીને પ્રધાન નામના અધ્યયનની વિભાવના કરતાં શૈલીશીકરણ કરીને, યોગનિરોધ કરીને, પાંચ અનંતા સિદ્ધ કરીને એકાકી સિદ્ધિ પામ્યા, ત્યારપછી સૂક્ષ્મ એવા ઘણા કુંથુઆની ઉત્પત્તિ જોઈને ઘણા શ્રમણ-શ્રમણીઓએ અણસણ ગ્રહણ કર્યું.
ત્યારપછી કાશી-કોશળદેશના નવ મલ્લકી અને નવ લચ્છકી જ્ઞાતિના રાજાઓએ અમાવસ્યાએ આહારત્યાગસ્વરૂપ પૌષધ કરીને ભાવોદ્યોત અસ્ત થવાથી દ્રવ્યોઘોત કરવા માટે રત્નમયદીવાઓ વડે ઉદ્યોત કર્યો. ભસ્મરાશિની પીડાના નાશ માટે લોકોએ દેવમનુષ્ય, ગાય વગેરેની નીરાજના કરી તેથી ‘મેરાઈયા’ની પ્રવૃત્તિ થઈ. આ બાજુ ગૌતમસ્વામી દેવશર્મા દ્વિજને પ્રતિબોધીને ભગવાનના વંદન માટે પાછા ફરે છે ત્યારે દેવોનો સંલાપ સાંભળે છે કે, ભગવાન કાળ પામ્યા તેથી વીતરાગને સ્નેહ ક્યાંથી ? એ પ્રમાણે વીતરાગભાવના ભાવતાં પ્રેમનું બંધન વિચ્છેદ થવાથી તેમને કેવલજ્ઞાન થયું અને કાર્તિક સુદ-૧ના પ્રાતઃકાળે કેવલીમહિમા શક્રે કર્યો. ગૌતમસ્વામી પ્રણીત સૂરિમંત્રની આરાધના અને અક્ષની પૂજા વગેરે તે દિવસે સૂરિઓ કરે છે. ત્યારપછી નંદિવર્ધનરાજાનો શોક દૂર કરવા માટે બહેન સુદર્શના તેમને કાર્તિક સુદ બીજને દિવસે પોતાના ઘરે આમંત્રણ આપીને જમાડે છે, તેથી ભાઈબીજનું પર્વ પ્રખ્યાત થયું.
kalp-t.pm5 2nd proof