________________
१७
પ્રથમશ્લોકમાં પૂ. આ. વિનયચંદ્રસૂરિમહારાજે કહ્યું છે કે, જૈન આગમના અનુસારે હું દીપદિનની સ્થિતિને કહીશ. ત્યારપછી કહ્યું છે કે, ઉજયિની નગરીમાં આર્યસુહસ્તસૂરિમહારાજ જીવિતસ્વામીની પ્રતિમાને વંદન કરવા માટે પધારે છે. એકવાર રથયાત્રામાં તેમને સંપ્રતિરાજાએ જોયાં અને જાતિસ્મરણજ્ઞાન થયું. ગુરુને કહે છે કે, ભગવંત આપના પ્રસાદથી દ્રમક એવા મને આ રાજયની પ્રાપ્તિ થઈ છે, તેથી પ્રાપ્ત થયેલાં આ રાજ્યને આપ ગ્રહણ કરો અને મારા ઉપર અનુગ્રહ કરો. ગુરુભગવંત કહે છે કે શરીરને વિષે પણ નિઃસ્પૃહ એવા અમને રાજ્ય કલ્પતું નથી. રાજન્ ! તું મોક્ષવૃદ્ધિના બીજભૂત એવા સમ્યક્તમાં નિશ્ચલ થા !! અરિહંત ભગવંતોની પૂજા કરવા યોગ્ય છે, ગુરુઓની પર્યાપાસના કરવા યોગ્ય છે અને સર્વ પર્વોમાં દયાદાનાદિક ધર્મ કરવા યોગ્ય છે. ત્યારે રાજા કહે છે કે, જૈનો પર્યુષણાદિ પર્વોનો જાણે છે, પરંતુ દીપાલિકાપર્વ લોક અને લોકોત્તરમાં કેવી રીતે પ્રસિદ્ધ થયું? ગુરુભગવંત સંપ્રતિને પરમાત્મા મહાવીરસ્વામીનું ચરિત્ર કહે છે અને દીપાલિકાપર્વ અને ભાઈબીજ કઈ રીતે પ્રસિદ્ધ થયા ત્યાંસુધીનું સઘળું વર્ણન કરે છે. ફરી રાજા ગુરુભગવંતને પૂછે છે કે આ દીપાલિકાપર્વમાં ભોગ, વસ્ત્ર, અન્નપાનાદિ, વિશેષ કરીને ઘરને શણગારવું અને અન્ય જનના જુહાર આ દિવસે કેમ થાય છે? ત્યારે આર્યસુહસ્તીમહારાજ વિષ્ણકુમાર, નમુચિમંત્રી વગેરેનો અધિકાર કહે છે. તે વખતે જ્યારે વિષ્ણકુમાર મુનિનો ઉત્પાત શાંત થયો અને જગતુ ફરી આનંદમય બન્યું અને લોકોએ ભોજન, સુંદર વસ્ત્ર ધારણ કર્યા, વિભૂષા વગેરે ઉત્સવ કર્યો. પ્રતિવર્ષ વીરનિર્વાણથી આ પ્રમાણે દીપાલિકાપર્વ પ્રવર્તે છે. ત્યારપછી દીપાલિકાની ચૌદશે અને અમાવસ્યાએ આરાધના કરવાની વિધિ બતાવેલ છે. સંપ્રતિરાજાએ ગુરુભગવંત પાસેથી આ પ્રમાણે સાંભળીને પ્રતિવર્ષ દીપોત્સવ કર્યો. છેલ્લે ગ્રંથકર્તા દીપાલિકાપર્વનો મહિમા વર્ણવે છે.
પ્રસ્તુત દીપાલિકાકલ્પનું પ્રકાશન શ્રીલબ્ધિસૂરીશ્વર જૈનગ્રંથમાલાના ૧૪મા મણિ તરીકે વિ. સં. ૨૦૦૧, ઈ. સ. ૧૯૪૫માં થયેલ છે. [૩]શ્રીજિનપ્રભસૂરિવિરચિત દીપોત્સવકલ્પ –
પરમપૂજ્ય આચાર્ય ભગવંત જિનસિંહસૂરિમહારાજના શિષ્ય પરમપૂજ્ય જિનપ્રભસૂરિ
કલ્પનિરક્ત, કાવ્યશિક્ષા, કાલિકાચાર્યકથા (પ્રાકૃત) તથા દીપાવલિકાકલ્પની રચના કરી છે. તેમણે ગુજરાતી ભાષામાં પણ કેટલાંક કાવ્યો રચ્યા છે, તેમાંથી નેમિનાથયઉપઇ અને ઉપદેશમાલા કથાનકછપ્પય મળે છે. તેમણે દીપમાલિકાકલ્પ સં. ૧૩૪૫માં રચેલ છે.
[જૈ.બુ.ઈ.ગુ. નવી આવૃત્તિ પૃ. ૧૨૨] शर ५ युग ४ शिखि ३ शशि १ वर्षे शिष्यः श्रीरत्नसिंहसूरीणाम्।। श्रीविनयचन्द्रसूरिश्चक्रे दीपालिकाकल्पम् ॥१॥ [वि०वि०दी० क० श्लो०/२७५]
kalp-t.pm5 2nd proof