________________
२३ ભગિની સુદર્શનાએ બળાત્કારે જમાડ્યાં તેથી જગતમાં ભાઈબીજ તરીકે એ પર્વ પ્રસિદ્ધિ પા એ પ્રમાણે શ્લોક ૩૭૬થી ૩૭૮ કહેલ છે. - ત્યારપછી ફરી સંપ્રતિરાજા આર્યસહસ્તીસૂરિને પૂછે છે કે હે પ્રભુ ! આ દિવસે જન વસ્ત્ર, અન્ન, ફળાદિનો ભોગ, ઘરની શોભા, અન્યોન્ય જુહાર વગેરે કેમ કરે છે ? તેના ઉત્તરમાં વાચનાચાર્યે વિષ્ણુકુમાર અને નમુચિ મંત્રીનો અધિકાર કહ્યો તે શ્લોક-૩૮૧થી ૪૨૪ કહેલ છે. શ્લોક-૪૨૬થી ૪૨૮માં દીપાલિકાપર્વ આરાધનાની વિધિ કહેલ છે. શ્લોક-૪૨૯થી ૪૩૨માં દીપાલિકાપર્વનો મહિમા બતાવેલ છે. શ્લોક-૪૩૩માં કહ્યું છે કે આર્યસહસ્તીસરિ પાસેથી દીપાલિકાપર્વનું માહાસ્ય સાંભળીને સંપ્રતિરાજાએ પ્રતિવર્ષ સમસ્ત દેશમાં દીપાલિકાપર્વ પ્રગટાવ્યું. કલ્પના અંતે શ્લોક ૪૩૬થી ૪૩૮માં ગ્રંથકારે સ્વગુરુનો અને સ્વનામનો ઉલ્લેખ કરેલ છે.
પ્રસ્તુત દીપાલિકાકલ્પનું પ્રકાશન ભાષાંતર સહિત હીરાલાલ હંસરાજ (જામનગર)વાળાએ વિ. સં. ૧૯૮૨ (હાલારી), ઈ. સ. ૧૯૨૫માં કરેલ છે તથા શ્રીલબ્ધિસૂરીશ્વર જૈનગ્રંથમાલાના ૩૮મા મણિ તરીકે પુ.મુનિરાજ શ્રીહેમેન્દ્રવિજયજી મહારાજે સંશોધન કરીને સંપાદિત કરેલ આ દીપાલિકાકલ્પ વિ. સં. ૨૦૦૯, ઈ. સ. ૧૯૫૨માં પ્રકાશિત થયેલ છે. હીરાલાલ હંસરાજે પ્રકાશિત કરેલ પ્રતમાંથી અમે ભાષાંતર પરિશિષ્ટ-૮માં આપેલ છે અને પૂ.મુ.શ્રીહેમેન્દ્રવિજયજી મહારાજે જે વિશિષ્ટ સંયોજન કરીને પ્રસ્તાવનામાં અને ટિપ્પણીમાં નોંધ આપેલી છે. તે અમે પરિશિષ્ટ-૯માં આપેલ છે. [૫] શ્રીઅજ્ઞાતકર્તકદીપાલિકાકલ્પ:
અજ્ઞાતકર્તક આ દીપાલિકાકલ્પમાં પૂ.આ.જિનસુંદરસૂરિમહારાજ વિરચિત વિષય મુજબ વર્ણન આવે છે. આ કલ્પની રચના પ્રાકૃતમાં કરેલ છે. અગ્રહિલગ્રહિલનૃપના દૃષ્ટાંતમાં હાંસિયામાં ટિપ્પણીમાં ૧થી ૧૬ શ્લોકો આપેલા છે, તે પૂ.જિનસુંદરસૂરિવિરચિત કલ્પમાં ૭પથી ૯૦ ક્રમાંકમાં આપેલ છે. આ કલ્પમાં વિશેષતા એ છે કે, શ્લોક ક્રમાંક ૪૩ પછી “તંદુલવેયાલિયપન્ના'નું ઉદ્ધરણ આપીને શ્રીભદ્રબાહુસ્વામીએ ચંદ્રગુપ્ત રાજા આગળ સોળ સ્વપ્નોનો વિચાર કહેલ તે પાઠ આપેલ છે. શ્લોક-૬૪ પછી કલ્કીરાજાની જન્મકુંડલી આ કલ્પમાં પણ આપેલ છે. કલ્કીના સ્વરૂપને બતાવતાં શ્લોક-૬૫ની ટિપ્પણીરૂપે ૧થી ૧૦ શ્લોકો આપેલા છે, તે પૂ.જિનસુંદરસૂરિવિરચિત કલ્પમાં ૨૩૩થી ૨૪૨ ક્રમાંકરૂપે આપેલ છે. છેલ્લે શ્લોક ૧૩૩-૧૩૩માં કહ્યું છે કે, ભગવાન વીરપ્રભુ મોક્ષમાં જાય છે ત્યારે નરેન્દ્ર અને દેવો વડે દીવા કરાયા, તેથી લોકમાં દેવુચ્છવ મહાપર્વ તરીકે વિખ્યાત થયો અને તે રાત્રિએ સર્વત્ર ઘરે ઘરે દીવા કરાયા. છેલ્લે શ્લોક-૧૩૭માં કહ્યું છે કે આ દીપાલિકાકલ્પ ગંભીર એવા શ્રુતસમુદ્રમાંથી મહાનગુરુપરંપરાથી લખ્યો છે તે શ્રુતધરોએ શોધવો.
kalp-t.pm5 2nd proof