________________
१६
પ્રસ્તુત “દીપાલિકાકલ્પસંગ્રહમાં સંસ્કૃત, પ્રાકૃત પાંચ કલ્પો અને ત્રણ વ્યાખ્યાનો પ્રકાશિત કરવામાં આવે છે. તે આ પ્રમાણે છે[ 1 ]કલિકાલસર્વજ્ઞ આચાર્યવર્યશ્રીહેમચન્દ્રસૂરિવિરચિત દીપોત્સવકલ્પઃ
કલિકાલસર્વજ્ઞશ્રીનો જન્મ વિ.સં. ૧૧૪૫માં થયો, વિ. સં. ૧૧૫૪માં તેમની દીક્ષા થઈ અને વિ.સં. ૧૧૬૨માં તેમને આચાર્યપદવીની પ્રાપ્તિ થયેલ છે. તેમણે સિદ્ધહૈમવ્યાકરણ, ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર આદિ અનેક ગ્રંથોની રચના કરેલ છે. પ્રસ્તુત તેમના દ્વારા રચિત દીપોત્સવકલ્પમાં દીવાળીના મહિમાથી પ્રારંભીને ભગવાન શ્રી મહાવીર સ્વામીના સંક્ષિપ્ત જીવનચરિત્રના નિરૂપણને બાદ કરતાં સ્વપ્ન ફળાદેશથી પ્રારંભીને અંત સુધીના મોટા ભાગના શ્લોકો ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર દશમપર્વ-તેરમાં સર્ગમાં અક્ષરશઃ જોવા મળે છે.
પ્રસ્તુત દીપોત્સવકલ્પમાં પ્રારંભમાં દીપોત્સવમહિમા, શ્રીવીરચરિત્ર, વીરવિભુની અંતિમ દેશના, રાજાપુણ્યપાલને આવેલા આઠ સ્વપ્નકથન અને ફળાદેશ, ગૌતમસ્વામીએ પૂછેલા પ્રશ્નના ઉત્તરમાં પરમાત્માએ ભાખેલ ભાવિકાળનું નિરૂપણ, કલ્કીનું સ્વરૂપ, પાંચમા આરામાં ભરતક્ષેત્રની સ્થિતિનું નિરૂપણ, પાંચમા આરાના અંતે શ્રીસંઘની સ્થિતિ, છઠ્ઠી આરાની સ્થિતિ, ઉત્સર્પિણીકાળનું નિરૂપણ, ભાવમાં થનારા ૨૪ તીર્થકરો, ૧૨ ચક્રવર્તી, ૯ વાસુદેવ, ૯ બળદેવ, ૯ પ્રતિવાસુદેવ આ પ્રમાણે ૬૩ શલાકાપુરુષોના નામો, પ્રભુનું નિર્વાણ અને દીપોત્સવનું પ્રવર્તન આ રીતે વર્ણન કરેલ છે.
પ્રસ્તુત દીપોત્સવકલ્પની પ્રથમવૃત્તિનું અનેક હસ્તપ્રતો ઉપરથી સંપાદન મુનિ કીર્તિયશવિજયગણીએ (હાલ પૂ. આ. કીર્તિયશસૂરિમ.સા.) કરેલ છે અને વિ. સં. ૨૦૫૦, ઈ. સ. ૧૯૯૪માં શ્રીવિજયરામચન્દ્રસૂરિ સંસ્કૃત-પ્રાકૃત ગ્રંથમાલાના ક્રમાંક-૧ તરીકે સન્માર્ગપ્રકાશનથી પ્રકાશિત થયેલ છે. [ 2 ]શ્રતસ્થવિરાચાર્યદેવશ્રીવિનયચન્દ્રસૂરિવિરચિત દીપાલિકાકલ્પ:
પરમપૂજ્ય આચાર્યભગવંત શ્રીરત્નસિંહસૂરિમહારાજના શિષ્ય પરમપૂજ્ય આચાર્યભગવંત શ્રીવિનયચન્દ્રસૂરિમહારાજે વિ. સં. ૧૩૪પમાં આ દીપાલિકાકલ્પની રચના કરેલ છે.
૧. હસ્તપ્રતોનો પરિચય કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરિવિરચિત દીપોત્સવકલ્પ-સંપાદકીય
લખાણમાંથી જિજ્ઞાસુઓએ મેળવવો. આ. વિનયચન્દ્રસૂરિએ વિનયાંક પાર્શ્વનાથચરિતની રચના કરી છે. કાવ્યાન્ત કવિએ પ્રશસ્તિ આપી છે. તેમાંથી જણાય છે કે તેના કર્તા વિનયચન્દ્રસૂરિ ચન્દ્રગચ્છના હતા. ચન્દ્રગચ્છમાં શીલગુણસૂરિ નામના પ્રસિદ્ધ વિદ્વાન થયા હતા. તેમના શિષ્ય માનતુંગસૂરિ અને માનતુંગસૂરિના શિષ્ય રવિપ્રભસૂરિ થયા, તે મોટા વિદ્વાન હતા. તેમના શિષ્યોમાં નરસિંહસૂરિ, નરેન્દ્રપ્રભસૂરિ અને વિનયચન્દ્રસૂરિ થયા. તેમની અન્ય કૃતિએ મલ્લિનાથચરિત, મુનિસુવ્રતસ્વામિચરિત,
kalp-t.pm5 2nd proof