Book Title: Dipalika Kalpa Sangraha Author(s): Chandanbalashreeji Publisher: Bhadrankar Prakashan View full book textPage 7
________________ પ્રકાશકીય કલિકાલસર્વજ્ઞ પરમપૂજ્ય આચાર્યભગવંત શ્રી હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજસાહેબે ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્રગ્રંથના દશમા પર્વના શ્રી મહાવીરનિર્વાણગમનનામના તેરમા સર્ગમાં દીપોત્સવપર્વ કેવી રીતે પ્રવર્તે, તે અંગે સવિસ્તર વર્ણન કર્યું છે. આ દીપોત્સવપર્વને લક્ષ્યમાં રાખીને અનેક મહાપુરુષોએ સંસ્કૃત, પ્રાકૃત, ગુજરાતી ગદ્ય, પદ્યસ્વરૂપે અનેક ગ્રંથોની રચના કરેલ છે. જેને દીપાલિકાકલ્પ, દીપોત્સવકલ્પ, દીવાળીકલ્પ, અપાપાકલ્પ વગેરે નામો અપાયાં છે. પ્રસ્તુત દીપાલિકાકલ્પસંગ્રહમાં સંસ્કૃત, પ્રાકૃત પાંચ કલ્પો અને ત્રણ વ્યાખ્યાનોનો સંગ્રહ પ્રકાશિત કરવામાં આવે છે. જેમાંથી ચાર કલ્યો અને ત્રણ વ્યાખ્યાનો અલગ અલગ સંસ્થાઓ દ્વારા પૂર્વે પ્રકાશિત થયેલ છે અને અજ્ઞાતકર્તક એક પ્રાકૃત કલ્પ અપ્રકાશિત હોવાથી હ.પ્રત ઉપરથી પ્રકાશિત કરેલ છે. દરેક કલ્પો અને વ્યાખ્યાનોના કર્તા અંગે માહિતી અને કઈ કઈ સંસ્થા દ્વારા પ્રકાશિત થયેલ છે વગેરે માહિતી સંપાદકીય લખાણમાં આપવામાં આવેલ છે. પ્રસ્તુત દીપાલિકાકલ્પ અને વ્યાખ્યાનોના સંગ્રહરૂપ અદ્યાવધિ પુસ્તકાકારે પ્રકાશન પ્રકાશિત થયેલ ન હોવાથી આ ગ્રંથના નવીનસંસ્કરણનું સંપાદન કાર્ય પરમપૂજ્ય, પરમારાથ્યપાદ શ્રીમદ્વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજના શિષ્યરત્ન, અધ્યાત્મયોગી, પરમપુજ્ય, પંન્યાસપ્રવર શ્રીભદ્રંકરવિજયજી મહારાજના શિષ્યરત્ન, હાલારના હીરલા, પરમપૂજય આચાર્યભગવંત શ્રીકુંદકુંદસૂરીશ્વરજી મહારાજના શિષ્યરત્ન પરાર્થરસિક, પરમપૂજય, પંન્યાસપ્રવર શ્રીવજસેનવિજયજી મહારાજ તથા તેઓશ્રીના ગુરુબંધુવર્ય, વર્ધમાનતપોનિધિ, પરમપૂજ્ય, ગણિવર શ્રીનયભદ્રવિજયમહારાજની શુભપ્રેરણાથી પરમપૂજ્ય, વ્યાખ્યાનવાચસ્પતિ, આચાર્યભગવંત શ્રીમદ્વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજના સામ્રાજ્યવર્તી તથા પરમપૂજ્ય, સરળસ્વભાવી, પ્રવર્તિની સાધ્વી શ્રીરોહિતાશ્રીજીમહારાજના શિષ્યરત્ના વિદુષી સાધ્વી શ્રીચંદનબાલાશ્રીજીમહારાજે પોતાની અસ્વસ્થ રહેલી તબીયતમાં પણ અત્યંત શ્રમસાધ્ય કાર્ય કરીને અમારી સંસ્થાને નવ પરિશિષ્ટોથી સમૃદ્ધ એવો આ દીપાલિકાકલ્પસંગ્રહ ગ્રંથ પ્રકાશિત કરવાનો જે લાભ આપ્યો તે બદલ અમારી સંસ્થા તેમની ઋણી છે. તેમના દ્વારા ભવિષ્યમાં પણ આવા ઉત્તમ ગ્રંથો સંપાદિત થઈને પ્રકાશિત થતાં રહે અને અમારી સંસ્થાને પ્રકાશિત કરવાનો લાભ મળતો રહે એવી અમે અભિલાષા રાખીએ છીએ.Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 304