Book Title: Dhyey purvak Gney
Author(s): Kanjiswami
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 8
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates III ધ્યેયપૂર્વક શેય આચાર્યવર મૂળ ગાથામાં કહે છે કે – બંધ-મોક્ષને જાણે છે, અર્થાત્ હું બંધમોક્ષથી ભિન્ન છું તેમ જાણે છે. જેણે આત્માને બંધથી ભિન્ન જાણ્યો તેણે મોક્ષથી પણ ભિન્ન જાણ્યો. ભજનમાં આવે છે- “બંધ-મુક્તિસે રહિત જ્ઞાનમય ઈક જ્ઞાયક દિખા સાર” – સાધક જીવની સવિકલ્પ દશાની લક્ષ્મણ રેખા બાંધી કે – સંવર, નિર્જરા આદિ પરિણામ થાય તેને ભિન્ન રહીને માત્ર જાણે જ છે. અર્થાત્ શુદ્ધજ્ઞાન પરિણત જીવ પણ.. જાણનારને જાણવાની ક્રિયાનો કરનાર નથી. કેમકે જાનનક્રિયાને હું કરું છું તેવી કર્તાબુદ્ધિનો તો નાશ થયો છે. શુદ્ધજ્ઞાન પરિણત જીવને અકર્તા-જ્ઞાતાની દૃષ્ટિ વર્તતી હોવાથી. પરિણામી દ્રવ્ય પણ.... વિશેષ અપેક્ષાએ સાક્ષાત્ અકર્તા – જ્ઞાતા છે. “જાણે જ કર્મોદય.. નિર્જરા.. બંધ તેમજ મોક્ષને..” કુંદકુંદદેવના પેટાળમાં રહેલા સૂક્ષ્મ ભાવોને સાધક જ સમજી શકે છે અને તેને સાંગોપાંગ ખોલી શકે છે અર્થાત્ સાધક જ સાધકને સમજી શકે છે. | જિનેશ્વરદેવના નિર્મલ કેવલજ્ઞાનમાં તેમણે જીવનું પરમાર્થ સ્વરૂપ જેવું જોયું છે તેવું તેમની વાણીમાં આવ્યું છે. આત્મા અણકૃત.. અકર્તા. અકારણ હોવાથી તે ન કોઈથી કરાયેલો છે. આત્મા ન કોઈથી જન્ય છે, ન કોઈનો જનક છે. હા, ઉત્પાદ જન્મે છે, વ્યય મરે.. ધ્રુવ શાશ્વત રહે છે. જે મુક્ત થાય છે તેને અમે જીવ કહેતા નથી, તેને તો અમે મોક્ષતત્ત્વ કહીએ છીએ. મોક્ષનું લક્ષણ ક્ષાયિકભાવ છે જ્યારે જીવનું લક્ષણ પરમ પારિણામિક ભાવ છે. આ રીતે લક્ષણભેદે અર્થાત્ ભાવે ભિન્નતા છે, વસ્તુગત્ ભિન્નતા છે. મુક્ત સ્વરૂપ જીવને એવી શી જરૂરત પડી કે તે મોક્ષને કરે? તે નથી કરી શકતો તેમ નથી પણ મુક્તસ્વરૂપને મુક્તિની જરૂર જ નથી. આવા મુક્ત સ્વભાવની અતિશયતા, અબદ્ધ ચૈતન્યની ચમત્કૃતિ દેખાય તેને બંધનનો ભય નથી અને મુક્તિની ચિંતા નથી. શ્રી નિયમસારમાં આવે છે કે – આત્મામાં ક્ષાયિકભાવના સ્થાનો નથી. જ્યાંથી ક્ષાયિકભાવ પ્રગટે છે તે સ્થાનો જુદા છે. અને મારી નક્કર ભૂમિ જુદી છે. મારી કુટસ્થ વિજ્ઞાનઘન ધરાતલમાં ઉપજવું - વિણસવું કંઈ જ થતું નથી. ઉત્પાદ-વ્યયની ચલાચલતા મારા શાશ્વત ક્ષેત્રમાં નથી. પરિણામોની હલચલ, કોલાહલતા શાંત. અકૃત જાણનારમાં નથી. પરિણામોનો લેપ, નિર્લેપ શુદ્ધભાવમાં નથી. હું સ્વભાવથી અસ્મલિત અપોહક ભગવાન આત્મા સદા અકાર્ય અકારણત્વ સ્વભાવે બિરાજે છે. તેથી તે સદા કર્મોથી ઉપરમ સ્વરૂપે છે. બંધ અને બંધમાર્ગ, મોક્ષ અને મોક્ષમાર્ગના કારણપણે કદી પરિણમતો જ નથી. પ્રશ્ન- પર્યાય પ્રગટ થાય અને તેને આત્મા ન કરે? આ શું વાત છે? આચાર્યદેવ ન્યાય સંયુક્ત ઉત્તર આપે છે- “તદરૂપો ન ભવતિ”. આત્મા પરિણામરૂપે થતો જ નથી, Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 260