Book Title: Dhyey purvak Gney
Author(s): Kanjiswami
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 7
________________ Version 001: remember to check htfp://www.AtmaDharma.com for updates I ધ્યેયપૂર્વક શેય છે. ઉપશમ, ક્ષયોપશમ, ક્ષાયિકભાવ આદિ ભાવાન્તરોને આત્મા અગોચર છે... તેમ કહી પરિણામની મહિમા ઉ૫૨ વજ્રપાત કરેલ છે. ત્રિકાળી ધ્રુવ ૫રમાત્માના સ્વરૂપને ઉદ્ઘાટિત કરી... પરિણતિના ઝુકાવને સ્વ તરફ અર્થાત્ સ્વમુખાપેક્ષી કરાવ્યો છે. ધ્રુવભાવનું આકર્ષણ... વિશ્વાસ દેઢિભૂત થતાં મિથ્યાત્વ અને અનંતાનુબંધીનો અનુભાગ સહજ પાંગળો થતો ક્ષીણતાને પ્રાપ્ત થાય છે. આ ટીકાની વિશેષતા એવી છે કે- જેમ જેમ આગળ વધતાં જઈએ તેમ તેમ... ધ્યેયનું સ્વરૂપ ચ૨મોત્કર્ષતાને પ્રાપ્ત થતું જાય છે. ટીકાનું અંતિમ ચ૨ણ અધ્યાત્મ શિખરની ઉત્તુંગતા ૫૨ આરોહિત થઈ સર્વોપરિતાને આંબે છે. જગતને અનુભવથી સિદ્ધ એવા ચક્ષુના સરલ દેષ્ટાંત દ્વારા જ્ઞાનનું સ્વરૂપ સમજાવે છે. જેને ચક્ષુનો સ્વભાવ ‘ કેવળ દેખવું ’ સમજાય છે તેને જ્ઞાનનું સ્વરૂપ ‘ માત્ર જાણવું’ સહજપણે દૃષ્ટિ ગોચર થાય છે. 6 જેમ નેત્ર પદાર્થમાં ભળ્યા વિના, પદાર્થમાં તન્મય થયા વિના, પદાર્થથી અત્યંત ભિન્ન રહીને... દૂર રહીને માત્ર દેખે જ છે તેમ જ્ઞાન પણ બંધ–મોક્ષની રચનાથી દૂર વર્તતું માત્ર જાણે જ ’ છે. નેત્રના સ્વરૂપમાં કથંચિત્ કર્તાપણું અને કથંચિત્ જ્ઞાતાપણું નથી, તેમ જ્ઞાન સ્વભાવમાં સર્વ પ્રકારે અને સર્વથા જાણવું જ છે. જ્ઞાનને નિશ્ચયથી, વ્યવહા૨થી કે પ્રમાણથી કોઈપણ અપેક્ષાથી... જોઈએ તો જાણવું જ છે, તેમાં કયાંય પણ કરવું સમાતું નથી. જ્ઞાનમાં સર્વ અપેક્ષાને બાદ કરી અને નિતાંત પરિશુદ્ધ નિરપેક્ષ જ્ઞાન સ્વભાવમાં ક્યાંય પણ કરવું અને ભોગવવું સ્થાન પામતું નથી. આવો જ્ઞાન સ્વભાવ હોવા છતાં પણ જેને કથંચિત્ કરવું – ભોગવવું અને કથંચિત્ જાણવું એમ દેખાય છે તેને દેખવાનો સ્વભાવ તેની દૃષ્ટિમાંથી તિરોભૂત થાય છે. કર્તૃત્વ- ભોકતૃત્વના અભિપ્રાયમાં લેશમાત્ર ‘ જાણવું ’ ૨હેતું જ નથી. આત્માનો મૂળ સ્વભાવ, અસાધારણ સ્વભાવ જ્ઞાન છે. જ્ઞાન સ્વભાવી આત્મામાં રાગનું કર્તાપણું – ભોક્તાપણું નથી, તેવી જ રીતે વીતરાગ ભાવનું કર્તાપણું કે ભોક્તાપણું નથી. જ્ઞાનનો સ્વભાવ માત્ર જાણવું... જાણવું... જાણવું જ છે. જાનન સ્વભાવના ગર્ભમાં માત્ર જાણવું જ છે. ‘માત્ર જાણવું ’ તે સમ્યક્ એકાન્તરૂપ છે. ‘માત્ર જાણે જ છે' તેમાં સકળ કર્તૃત્વ-ભોકતૃત્વપણાની બુદ્ધિનો અભાવ છે. માત્ર જાણે જ છે તે સ્વરૂપગ્રાહી જ્ઞાન છે તેથી સ્વ સ્વરૂપ સાથે અભેદ એકત્વપૂર્વક પરિણમે છે. ‘માત્ર જાણે છે’ તેમાં સંવર, નિર્જરા, અને મોક્ષના પરિણામ પ્રત્યે ઉદાસીનતા... તટસ્થતા છે. ‘ માત્ર જાણે જ ’ છે તેમાં જ્ઞાન સ્વભાવની મધ્યસ્થતા અને વિશાળતા પણ સિદ્ધ થાય છે. ‘ માત્ર જાણે જ છે' તેમાં સાધક દશાનું નિર્વિકારી પરિણમન ઘોષિત થાય છે. માત્ર જાણવું છે તે જાણવાપણે સમજાય જાય તો ન્યાલ થઈ જાય તેવું વસ્તુનું સ્વરૂપ છે. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 260