Book Title: Dhyey purvak Gney
Author(s): Kanjiswami
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 10
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ધ્યેયપૂર્વક શેય (૪) V કોઈએ સમયસાર ગાથા-૨ના આધારે સમય નામનો પદાર્થ જેમાં જાણવું અને પરિણમવું થાય છે તેમાં સદેશ એકરૂપ જે જાણવું... જાણવું.... જાણવું... સામાન્ય ધારાપ્રવાહરૂપ થાય છે તેને કુટસ્થ આત્મામાં સ્થાપી અને તેને દૃષ્ટિનો વિષય ખતવ્યો. હૂંડાઅવસર્પિણી કાળમાં... પૂ. ગુરુદેવની અનઉપસ્થિતિમાં દૃષ્ટિનો વિષય વિવાદાગ્રસ્ત થઈ પડયો છે. આત્માર્થી જીવો દ્વિધામાં પડયા છે. તેથી આ પુસ્તકમાં ૩૨૦ ગાથા ઉ૫૨ના પૂ. ગુરુદેવશ્રીના જે પ્રવચનો છે તે શિબિર વખતના થયેલા પ્રવચનો છે તેમાં તે વખતના બધા પંડિતોની પણ હાજરી હતી અને પૂ. ગુરુદેવશ્રીના ૩૨૦ ગાથાના તા. ૨૦-૮-૭૦ના ૧૨મા પ્રવચનમાં પણ ઉદ્ગાર સરી પડયા છે કે આવાં પ્રવચનો તથા આવું સ્પષ્ટીકરણ પૂર્વે કદી થયું જ નથી તેવા આ પ્રવચનોમાં ધ્યેયનું સ્વરૂપ... ચોખ્ખું... ભેળસેળ વિનાનું પરાકાષ્ટાએ પ્રતિપાદિત થયેલ છે. ૩૨૦ મી ગાથા અને ૨૭૧ મા કળશની સંધિ છે. ૩૨૦ ગાથાના મૂળમાં કહ્યું બંધ-મોક્ષને જાણે છે. બંધ-મોક્ષને કરતો નથી તેના નિષેધ માટે કહ્યું કે બંધ-મોક્ષને જાણે છે એટલો વ્યવહાર લીધો. જ્યારે ૨૦૧ કળશમાં રાજમલજી સાહેબે એ વ્યવહા૨નો પણ નિષેધ કર્યો. હું શાતા, હું શેય, હું જ્ઞાન એવા ત્રણ ભેદનો નિષેધ કર્યો. હું તો ચેતના સર્વસ્વ એવો અભેદ સ્વજ્ઞેય છું. જ્ઞાનની પર્યાયનું શેય ૫૨ તો નથી; પરંતુ જ્ઞાનની પર્યાયનું શેય જ્ઞાન પર્યાય પણ નથી. જે જ્ઞાન પર્યાય ધ્રુવ ૫રમાત્મામાં હું પણું કરતી પરિણમી તે સમયે જાણવામાં પૂરો પરિણામી આત્મા જ્ઞાનનું શેય થાય છે. પરિણામી સ્વજ્ઞેયમાં ધ્યેયના કે જ્ઞેયનાં ભેદો સમાતા નથી. પરિણામી અભેદ સ્વજ્ઞેયમાં નિર્મળ પર્યાયનો ભેદ દેખાતો નથી. જ્ઞાન સ્વરૂપ તો જ્ઞાન સ્વરૂપ છે. શ્રદ્ધાનો વિષય સંપૂર્ણપણે જીવોને નિર્ધા૨ણ થવા છતાં... સમ્યગ્દર્શન કેમ થતું નથી ? જ્ઞાતાબુદ્ધિની ભૂલને આ ૨૭૧ કળશમાં દર્શાવી છે. જ્ઞાન પર્યાયનો વિષય પણ ઉપાદેયભૂત પરમાત્મા બને છે ત્યારે જ્ઞાન પર્યાયનો નિશ્ચય પ્રગટ થાય છે. જ્યારે શ્રદ્ધાની પર્યાયનો નિશ્ચય અને જ્ઞાન પર્યાયનો નિશ્ચય બન્ને એક સાથે પ્રગટે છે ત્યારે ત્યાં આત્માનુભવ દશા હોય છે. દ્રવ્યલિંગી મુનિ-અગિયાર અંગનો પાઠી ક્યાં થાપ ખાય છે ? તેની સૂક્ષ્મ ભૂલ શું છે ? વગેરે પ્રશ્નોનું નિરાકરણ કરનારા અને સ્વજ્ઞેયની સૂક્ષ્મતર્પણે સમાલોચના કરનારા આ છ પ્રવચનોને શેયના વિભાગમાં સુરક્ષિત કર્યા છે. જયસેનાચાર્યની તાત્પર્યવૃત્તિની ૩૨૦ ગાથા ઉ૫૨ ૧૯૭૦ની સાલમાં થયેલા બાર પ્રવચનોને ધ્યેયના વિભાગમાં સમાવિષ્ટ કરેલ છે. આ પ્રવચનોનું સૂક્ષ્મ અધ્યયન થતાં તેમાં રહેલા વિરાટ ભાવો પ્રગટ થયા, પ્રજ્ઞા સૂક્ષ્મ થતાં નિરપેક્ષ ધ્યેયનું સ્વરૂપ વિશેષે Please inform us of any errors on Rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 260