Book Title: Dhyey purvak Gney
Author(s): Kanjiswami
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 6
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ધ્યેયપૂર્વક શેય “જિનવાણીનું રહસ્ય ” . “અહો ઉપકાર જિનવરનો કુંદનો ધ્વનિ દિવ્યનો, જિન કુંદ ધ્વનિ આપ્યા અહો! તે ગુરુ કહાનનો.” ભરતક્ષેત્રનો ભાનુ, સિદ્ધાંતોમાં શિરોમણિ, અદ્વિતીય જગત ચક્ષુ શ્રી સમયસારજી પરમાગમ શાસ્ત્રની ૩૨૦ મી ગાથા છે. આ ગાથાને સુવર્ણના પત્ર ઉપર અક્ષરોને હીરા વડે જડાવી.. દ્રવ્યશ્રુત પ્રાભૂતનું, જેટલું મૂલ્યાંકન કરીએ તેટલું ઓછું જ છે. જીવંત વિહરમાન સ્વામી શ્રી સીમંધર પ્રભુની દિવ્ય દેશનાને જ્ઞાનમંજુષામાં અભિસિંચિત કરી. આત્મ સુધારસ વહાવનાર શ્રી કુંદકુંદદેવ થયા. તેઓશ્રીએ ૩૨૦ ગાથાના મૂળમાં જ બ્રહ્માંડના ભાવોને સંચિત કર્યા. એક હરિગીતમાં... બધો જ માલ ઠાલવી દીધો. ગાથામાં રહેલા સાગરસમ ગંભીર. ગહન ભાવોના રહસ્યનું ઉદ્ઘાટન શ્રી જયસેનાચાર્યદેવે તાત્પર્યવૃત્તિ ટીકામાં કર્યું. આચાર્યવર શ્રી કુંદકુંદદેવના પેટાળમાં પેસી અને ગાથામાં ભંડારેલા અર્થ ગાંભિર્યને સરળ ભાષામાં ચરમસીમાએ મૂર્તિમંત કર્યા. નિરપેક્ષ શુદ્ધાત્માની મુક્તાને નિરપેક્ષપણે દિગ્દર્શન કરી.. પરમાર્થ જીવનું વાસ્તવિક સ્વરૂપ દર્શાવ્યું. આ પારમેશ્વરી વિદ્યારૂપ ભગવત્ સ્વરૂપનું ભેટશું ભવ્યાત્માઓને સમર્પિત કરી.... ભરતક્ષેત્રને ધર્માઢય બનાવ્યો. શ્રી તાત્પર્યવૃત્તિ ટીકામાં રહેલા ઉચ્ચતમ્ નિહિત ભાવોને અધ્યાત્મયોગી પૂ. શ્રી સદ્ગુરુદેવે નિજ અંતર્લક્ષી સ્વાનુભવના બળથી ઉકેલ્યા. શુદ્ધાત્મ સરિતાનો વિશુદ્ધ પ્રવાહુ કલકલ કરતો વહેવા લાગ્યો. અને આસન્નભવ્યોના અંતરાચલમાં આત્મસ્થ થઈ કેલિ કરવા લાગ્યો. ચૈતન્યરસથી રસબસતી વાણીધારા, જાણનારના મધુર નિનાદને સર્જતી. વાચક વાચ્યની ઐકયતાના પવિત્ર સંગમને દર્શાવતી અવિચ્છિન્ન વહેવા લાગી. ૩ર) ગાથા એટલે નિરપેક્ષ ધ્યેય તત્ત્વને દર્શાવનારી ગાથા. અનાદિથી અપ્રતિબુદ્ધ જીવોને કર્તાબુદ્ધિ પણ બે પ્રકારે વર્તે છે. કર્તા બુદ્ધિનો ત્વરાએ નાશ થાય તેનું સફળ ઓપરેશન આ પ્રવચનોમાં કરેલ છે. અકર્તા-જ્ઞાતા આત્માને કરનાર માનવો તે પ્રથમ ભૂલ. પર્યાય સત - અહેતુક – નિરપેક્ષ હોવા છતાં તેને માત્ર સાપેક્ષ જ માનવી તે બીજી ભૂલ. દ્રવ્યસ્વભાવને; દ્રવ્ય સ્વભાવથી જાણતાં તો દ્રવ્યદૃષ્ટિ થાય જ છે, પરંતુ દ્રવ્યને પર્યાયથી નિરપેક્ષ જાણતાં દ્રવ્યદૃષ્ટિ થાય છે. પર્યાયને દ્રવ્યથી નિરપેક્ષ જાણતાં, તેના ફળમાં અકર્તા-જ્ઞાતાદ્રવ્યનું શ્રદ્ધાન થાય છે, અને પર્યાયર્દષ્ટિ ટળે છે. આ બન્ને પ્રકારના દોષ એક જ સમયમાં ટળે છે. આચાર્યદેવ ઉપશમાદિ ચારેય ભાવોને સાવરણ, કર્મકૃત, સાપેક્ષ, ઔપાધિક કહે Please inform us of any errors on Rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 260