Book Title: Dharmna Pado Dhammapada Author(s): Bechardas Doshi Publisher: Sastu Sahityavardhak Karyalay Mumbai View full book textPage 6
________________ ઊપર 'નો પ્રાગ પણ શા માટે શુદ્ધ ન ગણાય? અપભ્રંશપ્રાકૃતમાં “ઉપર” અર્થમાં વપૂરિ અને “ગોપૂરિ શબ્દો છે. ગુજરાતીને “ઉપર” શબ્દ એમની સાથે જ સંબંધ રાખે છે એટલે વ્યુત્પત્તિની દૃષ્ટિએ “ઉપર” પ્રયોગ તદ્દન શુદ્ધ છે. હિંદી અને મરાઠી ભાષામાં પણ “ઉપર”ને પ્રયોગ પ્રચલિત છે, નહિ કે “ઉપર”ને. પૃષ્ઠ ૩પ મા ઊપર “છ” અને ૫૬ મા પૃષ્ઠ પર પથરના એ શબ્દ અશુદ્ધ છપાયેલા છે. તેને બદલે અનુક્રમે “છ” અને “પત્થરના” જોઈએ અને એવા જ પ્રયોગો વ્યુત્પત્તિની દષ્ટિએ તથા ઉચ્ચારણની દૃષ્ટિએ શુદ્ધ છે. સંયુક્ત બે “ઠ” કે બે “થ” મહાપ્રાણ હાઈને બોલી શકાતા નથી, માટે જ પ્રાકૃત ભાષામાં બે સંયુક્ત મહાપ્રાણને બદલે પહેલે અ૯પપ્રાણુ અને બીજો મહાપ્રાણ ખેલવાનું વિધાન કરેલ છે. (જુઓ હેમચંદ્ર પ્રાકૃત વ્યાકરણ અધ્યાય ૮, પાદ ૨, સૂત્ર ૯૦). ગુજરાતી ભાષાને સવિશેષ સંબંધ અપભ્રંશ પ્રાકૃત સાથે છે એટલે આવા ઉચ્ચારણ–પ્રસંગમાં ગુજરાતી ભાષાને તેનાથી જુદી પાડવાનું સંગત લાગતું નથી. વળી, બે છ” ને બદલે “ચ્છને માન્ય રાખવામાં બાધ ન જણાતો હોય, તો આવા પ્રયોગમાં પણ કોઈ અપવાદ કરવાનું કારણ નથી. જોડણીની યોજનામાં સાક્ષરી દૃષ્ટિ અને લોકદષ્ટિ એ બનેને સમન્વય ભલે જળવાય; પરંતુ એ સમન્વયમાં પ્રધાનપણે ઉચ્ચારણની અને વ્યુત્પત્તિની પદ્ધતિનો ખ્યાલ રાખવો સવિશેષ જરૂરી છે. જોડણુંકેશના નવા સંપાદન વખતે પ્રચલિત નિયમો ઉપર્યુકત દષ્ટિએ સંશોધનની અપેક્ષા રાખે છે. અમદાવાદ બેચરદાસ દેશી તા. ૧–૫–૪૬ ઈ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 194