Book Title: Dharmna Pado Dhammapada
Author(s): Bechardas Doshi
Publisher: Sastu Sahityavardhak Karyalay Mumbai

View full book text
Previous | Next

Page 5
________________ પંડિતજીએ ખૂબ કાળજી લીધી છે, તદુપરાંત, તેમણે માત્ર આ પુસ્તકમાંના સિદ્ધાંત ઉપર જ નહિ, પણ ઉપનિષદ, ગીતા અને મહાભારત જેવા આર્યગ્રંથો અને જૈન ધર્મના મૂળભૂત સિદ્ધાંત વિશે અભ્યાસપૂર્ણ અને તુલનાત્મક પ્રસ્તાવના ધમ્મપદનો સ્વાધ્યાય ” નામે લખી આપેલ છે. આ પરિશ્રમ માટે અમે પંડિતજીને હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. તેમણે લખેલી આ પ્રસ્તાવના “આમ ગ્રંથાવલિ'માં ધમપદને સ્વાધ્યાય' એ શીર્ષક નીચે નાની સ્વતંત્ર પુસ્તિકરૂપે પણ પ્રકટ કરેલ છે. દરેક વાચકને અમારી ભલામણ છે, કે તેઓ તે પુસ્તિકા મેળવી લે; કારણ કે આપણા દેશના સામુદાયિક જીવન ઉપર સમગ્રતયા અસર કરનાર આર્યદર્શનના ત્રણ વહેણમાં રહેલી મૂળગત સમાનતા અને મુખ્ય સિદ્ધાંતનો તેમાં તુલનાત્મક અભ્યાસ છે. ન્યુ દિલ્હી, તે “સસ્તું સાહિત્ય મુદ્રણાલય ટ્રસ્ટના ટ્રસ્ટીઓ વતી તા. ૫-૫-૪૬ ઈ. મનુ સૂબેદાર (પ્રમુખ) સંપાદકીય આ પુસ્તકમાં પૃષ્ઠ ૧૫ ગાથા ૮ ના તથા પૃષ્ઠ ૧૭ ગાથા ૨ ના અનુવાદમાં “ઉપર”ને બદલે “ઊપર છપાયેલું છે. આ “ઉપર”ને પ્રયોગ કઈ રીતે અશુદ્ધ નથી. વ્યુત્પત્તિને આધારે “ઉપર” શબ્દ પ્રામાણિક રીતે શુદ્ધ છે. “ઊભું” શબ્દ “ઊર્ધ્વ” સાથે સંબંધ રાખે છે તેથી જ તેને “ઉ” દીઘ છે, તેમ “ઉપર” શબ્દ પણ “ઊર્વ” સાથે સંબંધ રાખે છે (જુઓ પાણિનીય અધ્યાય ૫ પાદ ૩ સૂત્ર ૩૧). એટલે વ્યુત્પત્તિની દૃષ્ટિએ જેમ “ઊભું શુદ્ધ છે, તેમ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 194