Book Title: Dharmdhyan Author(s): Ramanlal C Shah Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf View full book textPage 5
________________ ધર્મધ્યાન ૨૦૧ તેમજ એકના એક ધ્યાતાને અમુક કક્ષા સુધી ધ્યાનના દરેક પ્રસંગે એકસરખી અનુભૂતિ ન રહે. એના ચિત્તના અધ્યવસાયોની તરતમતા પણ એકસરખી ન રહે. ધ્યાનની કેટલીક અનુભૂતિ એટલી બધી સૂક્ષ્મ હોય છે કે તે શબ્દમાં સંપૂર્ણપણે વર્ણવી શકાતી નથી. ઉપાધ્યાય યશોવિજય લખે છે : નાગર સુખ પામર નવ જાણે, વલ્લભ સુખ ન કુમારી, અનુભવ વિણ તેમ ધ્યાનતણું સુખ, કોણ જાણે નરનારી? ધ્યાનના આલંબનના વિષયો અનુસાર પણ ધ્યાનની અનુભૂતિમાં વૈવિધ્ય રહે છે. તેવી જ રીતે ધ્યાન સાથે ધ્યાતાના દેહની આકૃતિ અને પ્રકૃતિ અનુસાર પણ ધ્યાનની અનુભૂતિમાં વૈવિધ્ય રહે છે. ચિત્તની શક્તિ અપાર છે. એનો સંપૂર્ણ તાગ મેળવવાનું અશક્ય છે. જ્ઞાનાવરણીય કર્મના ક્ષયપક્ષમ અનુસાર જુદી જુદી વ્યક્તિની ચિત્તશક્તિ જુદ જુદી કક્ષાની હોવાનો સંભવ રહે છે. ભગવાન મહાવીર સ્વામી અને એની પૂર્વેના કાળમાં વ્રજઋષભનારાચસંઘયણના પ્રકારનાં શરીર હતાં. એટલે ધ્યાન ધરવાની તેઓની શક્તિ તે સમયે ઘણીબધી વિશેષ હતી. એવી શક્તિની કલ્પના અત્યારે આપણને ચમત્કારભરેલી, સહેલાઈથી માન્યામાં ન આવે એવી લાગવા સંભવ છે. જૈન ધર્મમાં ધ્યાનના મુખ્ય બે પ્રકાર બતાવવામાં આવ્યા છે : (૧) અશુભ ધ્યાન, અને (૨) શુભ ધ્યાન. અશુભ ધ્યાનના બે પેટાપ્રકાર બતાવવામાં આવ્યા છે : (૧) આર્તધ્યાન અને (૨) રૌદ્રધ્યાન. શુભ ધ્યાનના પણ બે પેટાપ્રકાર બતાવવામાં આવ્યા છે : (૧) ધર્મધ્યાન અને (૨) શુકલંબાન, આર્તધ્યાન અને રૌદ્રધ્યાનને દ્રવ્ય ધ્યાન તરીકે, ધર્મધ્યાનને ભાવ ધ્યાન તરીકે અને શુક્લધ્યાને પરમધ્યાન તરીકે પણ ઓળખાવવામાં આવે છે. આધ્યાનના ચાર પેટાપ્રકાર બતાવવામાં આવ્યા છે : (૧) અનિષ્ટ સંયોગ, (૨) ઇષ્ટ વિયોગ, (૩) રોગચિતા, (૪) અગ્ર શૌચ અથવા ભવાર્ત (ભવિષ્યની ચિંતા). Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16