Book Title: Dharmdhyan
Author(s): Ramanlal C Shah
Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf

View full book text
Previous | Next

Page 10
________________ જિનતત્વ મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ એ આસવ છે એટલે કે પાપનાં દ્વાર છે. તેનાથી આ લોકમાં અને પરલોકમાં ઘણાં દુ:ખ ભોગવવા પડે છે. આસવ પુગલરૂપ છે. અનાદિકાળથી આત્માની સાથે તે લાગેલાં છે. માટે તેનાથી મુક્ત થવું એ આત્માનો ધર્મ છે. ક્રોધ, માન, માયા અને લોભરૂપી કષાયો ભવપરંપરા તો વધારે છે, પરંતુ ઐહિક જીવનમાં પણ ક્રોધ દ્વારા પ્રીતિનો, માન દ્વારા વિનયનો, માયા દ્વારા મિત્રતાનો અને લોભ દ્વારા સર્વ ગુણોનો નાશ થાય છે. કષાયો આત્માના અધ્યવસાયોને બગાડે છે, અને અશુભ કર્મનો બંધ કરાવે છે. રાગદ્વેષને લીધે સંસારના અનેક જીવોને કેટલાં બધાં દુ:ખોનો અનુભવ થાય છે, સર્વજ્ઞ ભગવાનના માર્ગની પ્રાપ્તિ ન થવાથી અનેક જીવોને ભવાટવિમાં કેટલું બધું ભટક્યા કરવું પડે છે તેનું ચિંતવન કરવા સાથે પોતાના પૂર્વના પુણ્યના ઉદયથી મનુષ્યભવની પ્રાપ્તિ અને સમકિતની ઝાંખી થઈ છે, માટે હવે અપ્રમત્ત ભાવથી પોતે પદ્ગલિક સંબંધો ઓછા કરતા જઈ મોક્ષમાર્ગ તરફ વધવાનું છે, સિદ્ધગતિ મેળવવાની છે એવું ચિતવન કરવું તે અપાયરિચય ધર્મધ્યાન. વિપાકવિચય ધર્મધ્યાન ધ્યાનશતક'માં જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ લખે છે : पयइठिपएसाणुभावभिन्नं सुहासुह विहत्तं । जोगाणुभाव जणि कम्मविवागं विचिंतेज्जा।। [પ્રકૃતિ, સ્થિતિ, પ્રદેશ અને રસના વિભાગથી, ભિન્ન ભિન્ન યોગાનુભાવથી (કષાયોથી) ઉત્પન્ન થયેલ શુભ અને અશુભ કર્મના વિપાકનો વિચાર કરવો.] આ સંસારમાં વિવિધ પ્રકારના જીવોની વિવિધ પ્રકારની ગતિ સતત ચાલ્યા કરે છે. જ્યારે પોતાની બુદ્ધિ કે તર્ક કામ ન કરી શકે એવી અચાનક સારી કે માઠી ઘટનાઓ બને છે ત્યારે માણસ વિચાર કરતો થઈ જાય છે. જો તેની પાસે સાચી સમજણ હોય તો તેને ખ્યાલ આવે છે કે કોઈ અદૃષ્ટ તત્ત્વને કારણે આ બધી ઘટનાઓ બને છે. જૈન ધર્મ માને છે કે આ અદૃષ્ટ તત્ત્વ તે જીવોનાં પોતાનાં શુભાશુભ કર્મ છે. કોઈ પણ જીવ જે કંઈ શુભાશુભ કર્મ કરે છે તે કર્મનો વિપાક કે ઉદય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16