Book Title: Dharmdhyan
Author(s): Ramanlal C Shah
Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf

View full book text
Previous | Next

Page 14
________________ ૨૧૦ જિનત નિશ્ચયમાંથી વ્યવહારમાં ક્યારે કેવી રીતે સરી પડે છે તેની સ્પષ્ટ ભેદરેખા દોરવી મુશ્કેલ છે. ધર્મધ્યાન સાલંબન ધ્યાન છે, અને શુક્લધ્યાન નિરાલંબ ધ્યાન છે. નિરાલંબ ધ્યાનમાં જવા માટે સાલંબન ધ્યાનના અભ્યાસની પ્રથમ અપેક્ષા રહે છે. ધર્મધ્યાનના અભ્યાસ માટે શાસ્ત્રોમાં પાંચ પ્રકારનાં આલંબન બતાવવામાં આવ્યાં છે : (૧) વાચના – ગુરુ પાસે વિનયપૂર્વક નવો અભ્યાસ કરવો, (૨) પૃચ્છના – ગુરુ પાસે જે અભ્યાસ કર્યો હોય તેમાં જે કંઈ સંશય થાય તેનું પૂછીને ગુરુ પાસેથી નિરાકરણ મેળવવું, (૩) પરાવર્તન – જે કંઈ અભ્યાસ કર્યો હોય તેનું વારંવાર પઠન કરવું, (૪) અનુપ્રેક્ષા – જે અભ્યાસ કર્યો હોય તેનાં રહસ્યોનું મૌલિક ચિંતન, અનુચિંતન કરવું અને (૫) ધર્મકથા - ધર્મોપદેશને જીવનમાં દૃઢ કરે એ પ્રકારનાં ધર્મદ્રષ્ટાંતો, ઉદાહરણો, જીવનપ્રસંગો વારંવાર યાદ કરવાં. 'આ પાંચ પ્રકારનાં આલંબનો ઉપરાંત સામાયિક, પ્રતિક્રમણ, ગુરુવંદન ઇત્યાદિ ચારિત્રધર્મનાં અનુષ્ઠાનો પણ ધર્મધ્યાનના આલંબન તરીકે મહત્ત્વનું કાર્ય કરે છે. કોઈ એક મંત્રનો જાપ કરવામાં આવે તો તેને ધર્મધ્યાન કહેવામાં આવે કે નહિ એવો પ્રશ્ન કેટલાકને થાય છે. શાસ્ત્રકારો એમ કહે છે કે મંત્રના જાપમાં ગણના છે એટલે કે ગણવાનું છે. સત્તાવીશ વાર, એકસો આઠ વાર કે લાખ વાર એમ જુદી જુદી સંખ્યામાં જુઘ જુદા મંત્રનો જાપ છે. આવી જ્યાં ગણના છે ત્યાં એક જ પદાર્થ ઉપર ચિત્ત એકાગ્ર ન કરી શકાય. એટલે એ દષ્ટિએ મંત્રજાપનો ધ્યાનમાં સમાવેશ ન થાય. પરંતુ મંત્રજાપમાં ગણના જો છૂટી જાય અને ચિત્ત સ્થિર થઈ જાય અથવા અજપાજપ જેવી સ્થિતિ થાય તો તે ધ્યાનમાં પરિણમે છે એમ મનાય છે. ધર્મધ્યાનમાં પ્રવેશ કરવાની પાત્રતા પ્રાપ્ત કરવા માટે સાધકે જ્ઞાનભાવના, દર્શનભાવના, ચારિત્રભાવના અને વૈરાગ્યભાવના એ ચાર પ્રકારની ભાવનાના અભ્યાસથી પોતાના ચિત્તને ભાવિત કરવું જોઈએ. જ્ઞાનભાવનાથી શ્રુતજ્ઞાન દ્વારા અશુભ વિચારોને કે અશુભ અધ્યવસાયોને રોકવાની શક્તિ ખીલવા લાગે છે; સૂત્ર અને અર્થની વિશુદ્ધિ વધે છે; ભવ પ્રત્યે એટલે કે સાંસારિક સુખો પ્રત્યે નિર્વેદ થવા લાગે છે; જીવ-અજીવ વગેરે પદાર્થોને પારખવાની તત્ત્વદૃષ્ટિ ખીલે છે. દર્શનભાવનાથી ચિત્તમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16