Book Title: Dharmdhyan
Author(s): Ramanlal C Shah
Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf

View full book text
Previous | Next

Page 15
________________ ધર્મધ્યાન ૨૧૧ સંશયરહિતતા, સ્થિરતા અને ઉપશમ આવે છે. ચારિત્રભાવનાથી ક્રોધાદિ કષાયો પાતળા પડવા લાગે છે; ક્ષમાદિ દસ પ્રકારના ઉત્તમ ધર્મોની આરાધના થાય છે; જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વિર્યાચાર એ પંચાચારની પવિત્રતા સચવાય છે અને મન, વચન અને કાયાના યોગ ઉપર સંયમ આવી જતાં જૂનાં કર્મોની નિર્જરા થાય છે અને નવાં કર્મો ઓછાં અને હળવાં બંધાય છે. વૈરાગ્યભાવના દ્વારા નિસંગપણું અને નિર્ભયતા આવે છે; માન-સન્માનની ઇચ્છા જતી રહે છે; આકાંક્ષા અને આશંસા ચાલ્યાં જાય છે અને વૈરાગ્ય માટેની અનિત્યાદિ બાર ભાવનાઓનું દૃઢપણે સેવન થવા લાગે છે. ધર્મધ્યાન માટે દેશ, કાળ અને આસનનો કોઈ નિશ્ચિત કડક નિયમ શાસ્ત્રકારોએ દર્શાવ્યો નથી, પરંતુ પોતપોતાની સ્વસ્થતા અનુસાર દેશ, કાળ અને આસન સ્વીકારવાનો અનુરોધ કર્યો છે, કારણ કે ધર્મધ્યાન મન, વચન અને કાયાના યોગની શુદ્ધિ ઉપર વધારે આધાર રાખે છે. એટલે સાધકે દેશ, કાળ અને આસનની પસંદગી પોતાના યોગોની શુદ્ધિ સચવાય એ રીતે પોતાની પ્રકૃતિ અને ચિત્તની સ્વસ્થતા અનુસાર કરવી જોઈએ. વળી જેમ જેમ ધ્યાનનો અભ્યાસ વધતો જાય તેમ તેમ પણ દેશ, કાળ અને આસનમાં ફેરફાર કરી શકાય છે. એમાં આગળ વધતાં વધતાં એવો પણ અનુભવ થવાનો સંભવ છે કે આરંભમાં જે દેશ, કાળ અને આસન પ્રતિકૂળ લાગતાં હોય તે પછીથી સાવ અનુકૂળ લાગવા માંડે. થોડીક ક્ષણોમાં જ મનુષ્યનું ચિત્ત ધ્યાનની શુભાશુભ પરંપરામાં કેટલી ઝડપથી ગતિ કરી શકે છે તેના એક ઉત્તમ ઉદાહરણ તરીકે પ્રસન્નચંદ્ર રાજર્ષિનો પ્રસંગ ગણી શકાય. કાયોત્સર્ગ સહિત ધર્મધ્યાનમાં સ્થિર થયેલા એ મહાત્માના કાને થોડાક શબ્દો પડતાં તેઓ આર્ત અને રૌદ્રધ્યાનની તીવ્રતામાં એટલા બધા સરી પડ્યા છે તે જ ક્ષણે જો દેહ છોડે તો નરકગતિ પામે. પરંતુ થોડી જ ક્ષણોમાં સ્વ સ્વરૂપનો ખ્યાલ આવતાં તેઓ ઝડપથી અશુભ ધ્યાનમાંથી નિવૃત્ત થઈ ધર્મધ્યાનમાં પાછા આવી ગયા. તે ક્ષણે જો તેઓ દેહ છોડે તો ઉત્તમ દેવગતિ પ્રાપ્ત કરે, પરંતુ તેઓ તો ધર્મધ્યાનની ઉત્કૃષ્ટ પરિણતિ દ્વારા શક્તધ્યાન ઉપર આરૂઢ થઈ કેવળજ્ઞાન પામ્યા અને તે જ ભવમાં મોક્ષના અધિકારી બન્યા. અશુભ અધ્યવસાયોમાં પડી ગયેલા ચિત્તને તેમાંથી મુક્ત કરીને શુભ ઉચ્ચતમ અધ્યવસાયોમાં પ્રસ્થાપિત કરવાનું સરળ નથી. પરંતુ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 13 14 15 16