________________ 212 જિનતત્ત્વ પ્રસન્નચંદ્ર રાજર્ષિએ અલ્પ સમયમાં એટલો જબરો આધ્યાત્મિક પુરુષાર્થ કર્યો કે નરકગતિને બદલે કેવળજ્ઞાન અને મોક્ષના અધિકારી તેઓ થઈ ગયા. જેના જીવનમાં ધર્મધ્યાન આવવા લાગ્યું હોય તેનામાં સ્વાભાવિક રીતે જ કેટલુંક પરિવર્તન થવા લાગે છે. એવી વ્યક્તિને જિનેશ્વર ભગવાન પ્રત્યે અને એમનાં વચનો પ્રત્યે કુદરતી અનુરાગ થવા લાગે છે. તીર્થંકર પરમાત્માનાં ગુણકીર્તન કરવાનું એને મન થાય છે. શ્રુતજ્ઞાન પ્રત્યે એને બહુમાન થાય છે; સંયમમાં રુચિ થાય છે; વિષયવાસના વગેરે વાસનાઓ ક્રમે ક્રમે છૂટી જવા લાગે છે; ચિત્તની પ્રસન્નતા વધે છે; વિષમ પરિસ્થિતિમાં સ્વસ્થતા અને સમતા રહે છે; રાગદ્વેષ ઘટવા લાગે છે; પક્ષપાતી કે અન્યાયી વલણ નીકળી જાય છે; સાધુ મહાત્માઓ પ્રત્યે વિનય અને વૈયાવચ્ચેના ભાવ જાગે છે; ચિત્તમાં અનેક શુભ ભાવનાઓ થવા લાગે છે; સ્વભાવમાંથી નિષ્ફરતા ચાલી જાય છે; વાણી સૌમ્ય અને પ્રિય બને છે, શરીર નીરોગી, કાંતિવાળું અને દુર્ગંધરહિત બને છે; મળમૂત્ર ઓછાં થઈ જાય છે અને તે પણ દુર્ગધરહિત બને છે. હેમચંદ્રાચાર્ય યોગશાસ્ત્રમાં ધ્યાતાનાં આ પ્રમાણે લક્ષણ દર્શાવ્યાં છે : (1) સંયમી, (2) આત્મદર્શી, (3) પરીષહ સહન કરનાર, (4) મુમુક્ષુ, (5) કષાયજયી, (6) નિર્લેપ, (7) નિષ્કામ, (8) નિ:સ્પૃહ, (9) સંવેગી, (10) સમતાવાન, (11) કરુણાયુક્ત, (12) નિષ્કપ, (13) આનંદદાયક, (14) નિ:સંગ, (15) સુધી (સુ - ધી = સારી બુદ્ધિ ધરાવનાર પ્રાજ્ઞ) ધર્મધ્યાનથી ચિત્તની એકાગ્રતા વધે છે; એથી અનાસક્તિનો, ત્યાગનો, સંયમનો, વૈરાગ્યનો ભાવ જાગે છે; અશુભ યોગો રોકાઈ જાય છે; લશ્યાની શુદ્ધિ થવા લાગે છે; અશુભ કર્મનો બંધ રોકાઈ જાય છે; કર્મની નિર્જરા થવા લાગે છે અને અતીન્દ્રિય દિવ્ય સુખનો અનભવ થાય છે, જે સ્વસંવેદ્ય છે. સાનુકૂળ દેશકાળમાં મનષ્ય ધર્મધ્યાન પરથી શુક્લધ્યાન તરફ જઈ શકે છે, જાય છે. ધર્મધ્યાન દ્વારા જીવ ઉત્તમ ગતિ અવશ્ય પ્રાપ્ત કરે છે. ધર્મધ્યાનથી ધર્મક્રિયાઓ શુદ્ધ અને સરળ બને છે અને આરાધના ફળવતી બને છે. ધર્મધ્યાનથી આત્મશુદ્ધિ, આત્મશાંતિ અને આત્મનિશ્ચલતા પ્રાપ્ત થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org