Book Title: Dharmdhyan Author(s): Ramanlal C Shah Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf View full book textPage 1
________________ ધર્મધ્યાન ધરમધ્યાન' (ધર્મધ્યાન) શબ્દ બહુ પ્રચલિત છે અને વિશાળ સામાન્ય અર્થમાં લોકોમાં વપરાય છે. માણસના જીવનમાં અનીતિ, દુરાચાર વગેરે વધી જાય છે ત્યારે વડીલો, મિત્રો તેને “ધરમધ્યાન' તરફ વળવા માટે ભલામણ કરે છે. કેટલાક નિવૃત્ત માણસોને પોતે સમય કેવી રીતે પસાર કરે છે તે વિશે પૂછવામાં આવે છે ત્યારે તેઓ ધર્મધ્યાનમાં સમય પસાર કરે છે તેવું કહે છે. આમ લોક-વ્યવહારમાં વિવિધ પ્રકારની ધર્મપ્રવૃત્તિ માટે “ધરમધ્યાન' જેવો તળપદો શબદ સામાન્ય અર્થમાં રૂઢ થઈ ગયો છે; પરંતુ જેટલી જેટલી ધર્મપ્રવૃત્તિ છે તે બધીને “ધર્મધ્યાન'ના પારિભાષિક પ્રકારની પ્રવૃત્તિ નહિ કહી શકાય. પારિભાષિક અર્થમાં “ધર્મધ્યાન' એ ધ્યાનનો એક વિશિષ્ટ પ્રકાર છે. એટલે બધી જ ધર્મક્રિયાઓને “ધર્મધ્યાન' તરીકે ઓળખાવવી તે શાસ્ત્રીય દૃષ્ટિએ યોગ્ય નથી. કેટલાક માણસો વ્યવહારમાં અનેક લોકોને વિવિધ પ્રકારની ધર્મ-* ક્રિયાઓ અને બાહ્ય તપ કરતાં જોઈને એવું માનવા પ્રેરાય છે કે જૈન ધર્મમાં ધ્યાનને બહુ સ્થાન નથી. જૈન ધર્મ કરતાં બૌદ્ધ ધર્મમાં ધ્યાનનું સ્થાન વધારે મહત્ત્વનું છે એવું પણ કેટલાક માને છે. પરંતુ વાસ્તવિક રીતે જોઈએ તો જૈન શાસ્ત્રગ્રંથોમાં ધ્યાનને ઘણું જ મહત્ત્વ અપાયું છે. છ પ્રકારના આત્યંતર તપમાં ધ્યાનને સ્થાન અપાયું છે. કાયોત્સર્ગ ધ્યાનને તેથી પણ સવિશેષ ચડિયાતું ગણવામાં આવ્યું છે. એટલે ઘણા લોકોને ઉપવાસાદિ બાહ્ય તપશ્ચર્યા વિશેષપણે કરતા જોઈને જૈન ધર્મમાં ધ્યાનને મહત્ત્વનું સ્થાન નથી અપાયું એમ કહેવું તે માત્ર અજ્ઞાનમૂલક છે. જૈન ધર્મમાં સામાયિક – પ્રતિક્રમણ, ચૈત્યવંદન વગેરે ક્રિયાઓમાં પણ કાયોત્સર્ગ દ્વારા ધ્યાનને સંલગ્ન કરી લેવામાં આવ્યું છે. પરંતુ સમુદાયમાં થતી એ ધ્યાનની પ્રક્રિયા જેટલી શુદ્ધ રીતે થવી જોઈએ તેટલી થતી નથી. આમ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 ... 16