Book Title: Dharmdhyan Author(s): Ramanlal C Shah Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf View full book textPage 3
________________ ધર્મધ્યાન ૧૯૯ નથી. સાચા આરાધકે તે પોતાના જીવનમાં પ્રથમ યમ-નિયમને એટલે કે સંયમ, નીતિ, ત્યાગ, સદાચારને સ્થાન આપવું જોઈએ. બધાં ઇન્દ્રિયસુખો રસપૂર્વક ભોગવવાની તીવ્ર લાલસા સહિત ધ્યાન ધરનારના જીવનમાં ખાસ પ્રગતિ થતી નથી, ધ્યાન એટલે ચિત્તની એકાગ્રતા. મનુષ્યનું ચિત્ત અત્યંત ચંચળ છે. કોઈ એક વિષય ઉપર લાંબો સમય તે સ્થિર થઈ શકતું નથી કે સ્થિર રહી શકતું નથી. એ માટે અભ્યાસની સતત જરૂર છે. જે વિષયમાં માણસને વધુ રસ પડે તે વિષયમાં માણસ વધુ મગ્ન બની શકે છે. વ્યવહારજગતમાં, કારખાનાંઓમાં, ધંધામાં, રમતગમતમાં, નાણાંની લેવડદેવડમાં, વાહન ચલાવવામાં, વિદ્યાભ્યાસમાં, રસોઈ બનાવવામાં એમ અનેકવિધ પ્રવૃત્તિઓમાં માણસના ચિત્તને જગતના બાહ્ય અને રૂપી પદાર્થોમાં મગ્ન થવું જેટલું સરળ છે તેટલું અમૂર્ત, અદૃષ્ટ કે કાલ્પનિક પદાર્થોમાં ચિત્તને સતત પરોવેલું રાખવું સરળ નથી. મનુષ્યનું રાગદ્વેષથી ભરેલું સામાન્ય જીવન સતત બહિર્મુખ રહ્યા કરે છે. એથી એના ચિત્તની એકાગ્રતા બાહ્ય પદાર્થોમાં વિશેષ રહે છે. સ્થૂલ ઇન્દ્રિયાર્થ મનગમતા પદાર્થોમાં એનું ચિત્ત વધારે રોકાયેલું રહે છે. ભૌતિક આનંદને મેળવવા તે વધુ પ્રયત્નશીલ હોય છે. તેમ ન થાય ત્યારે માણસ નિરાશા, સંતાપ, કષ્ટ, પીડા, દુઃખ અનુભવે છે. ક્યારેક વધુ ઉગ્રતા આવે ત્યારે એના ચિત્તમાં ક્રૂરતા કે નિર્દયતાના ભાવો જન્મે છે, ક્યારેક એવા ભાવોને પરિણામે તે ખૂન, ચોરી, લૂંટ, પ્રપંચ વગેરે પ્રકારનાં મોટાં અપકૃત્યો પણ કરી બેસે છે. આ પ્રકારની અશુભ એકાગ્રતામાંથી ચિત્તને નિવૃત્ત કરીને શુભ, સૂક્ષ્મ, પારલૌકિક વિષયોમાં પરોવવું અને સ્થિર કરવું એ ઘણું અઘરું કાર્ય છે. એવું અઘરું કાર્ય કરનારા પણ અનેક સંતો, મહાત્માઓ આ જગતમાં છે. ચિત્તના સ્થિર અધ્યવસાયને ધ્યાન કહેવામાં આવે છે. અધ્યવસાયના ત્રણ પ્રકાર છે : (૧) ચિતા (ચિંતન), (૨) ભાવના અને (૩) અનુપ્રેક્ષા. એક મત અનુસાર ચિંતા અને ભાવનાથી જનિત એવા સ્થિર અધ્યવસાયને ધ્યાન કહેવામાં આવે છે. ચિંતાના તત્ત્વચિંતા, સ્વરૂપચિંતા વગેરે પ્રકાર અને ભાવનાના જ્ઞાનભાવના, દર્શનભાવના વગેરે પ્રકાર દર્શાવવામાં આવ્યા છે. કોઈ પણ એક વિષય ઉપર ચિતનધારા સ્થિર થઈ જાય છે ત્યારે તેને ધ્યાન કહેવામાં આવે છે, પરંતુ ચિત્ત જ્યારે એક પદાર્થ ઉપરથી બીજા પદાર્થ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16