Book Title: Dharmdhyan
Author(s): Ramanlal C Shah
Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf

View full book text
Previous | Next

Page 8
________________ ૨૦૪ જિનતત્ત્વ ધો' – “આજ્ઞાથી ઘર્મ” એમ કહેવાય છે. સર્વજ્ઞ ભગવાને નિશ્ચયધર્મ અને વ્યવહારધર્મ, ઉત્સર્ગ માર્ગ અને અપવાદ માર્ગની પ્રરૂપણા કરેલી છે. એમણે ચારે પ્રકારે નિક્ષેપોનું સ્વરૂપ કહ્યું છે; સાધુનાં પાંચ મહાવ્રત અને શ્રાવકના બાર વ્રત સમજાવ્યાં છે. એમણે પાંચેય મહાવ્રતની ભાવનાઓ પણ સમજાવી છે. વીતરાગ ભગવાને પોતાના કેવળજ્ઞાન વડે જે જે વસ્તુનું કથન કર્યું છે તે પ્રમાણે વર્તવાથી દુ:ખનો નાશ થાય છે, કર્મનો ક્ષય થાય છે, ભવપરંપરાનો અંત આવે છે એવી દઢ શ્રદ્ધા થવી જોઈએ. ધ્યાનશતકમાં જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ જિનેશ્વર ભગવાનની આજ્ઞાની લાક્ષણિકતાઓ દર્શવતાં નીચે પ્રમાણે લખે છે : सुनिउण मणाइनिहणं, भूयहियं भूयभावणमणग्छ। अमियमजियमहत्थं - महाणुभावं महाविसयं ।। झाइज्जा निरवज्जं जिणाणमाणं जगप्पईवाणं। अणिउणजण दुण्णेयं नयभंगपमाणगमगहणं ।। (સુનિપુણ, અનાદિ, અનંત, સર્વ જીવોનું કલ્યાણ કરવાવાળી, સત્ય નિરૂપણવાળી, મહામૂલી, અમૃત સરખી મીઠી, અજિત, મહા અર્થવાળી, મહા સામર્થ્યવાળી, મહા વિષયવાળી, પાપરહિત અનિપુણ તિવાળા જીવોથી દુર્રીય તથા નયભંગ–પ્રમાણ વગેરેથી અતિ ગહન એવી જગતના પ્રદીપ સમાન જિનેશ્વરની આજ્ઞાનું ધ્યાન ધરવું.) ભગવાનની વાણી દરેકેદરેક મનુષ્યને સમજાય એવું હોતું નથી. જૈન કુટુંબમાં જન્મ થયો હોવા છતાં અને જૈન ધર્મ મળ્યો હોવા છતાં પણ ભગવાનની વાણીમાં શ્રદ્ધા ન બેસે એવા અનેક દાખલા જોવા મળશે. એના કારણો દર્શાવતાં જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ લખે છે : तत्थयमइदोब्बलेणं - तबिहारिय विरहओ वा वि। णेयगहणत्तणेण य पाणावरणोदएण च। हेउदाहरणासंभवे य - सईसुठुजं न बुझ्झेज्जा। सवण्णुमयवितहं तहावि तं चिंतए मइमं ।। (૧) મતિની દુર્બળતાથી, (૨) તેવા પ્રકારના કુળશ આચાર્ય ન મળવાથી, (૩) શેય પદાર્થની ગહનતાથી, (૪) જ્ઞાનાવરણીય કર્મના ઉદયથી, (૫) જિનવચનને સિદ્ધ કરવા તેને અનુરૂપ હેતુ ન મળવાથી, (૬) કાલ્પનિક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16