Book Title: Dharmdhyan
Author(s): Ramanlal C Shah
Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf

View full book text
Previous | Next

Page 13
________________ ધર્મધ્યાન સંસ્થાન એટલે પદાર્થનું સ્વરૂપ. જિનેશ્વર ભગવાને પંચાસ્તિકાયરૂપ અનાદિ અને અનંત એવા ચૌદ રાજલોકરૂપ વિશ્વનું અને ઉત્પત્તિ, વ્યય અને ધ્રુવયુક્ત સર્વ પદાર્થોનું જે સ્વરૂપ સમજાવ્યું છે તેનું ચિંતવન કરવું તે સંસ્થાનવિચય ધર્મધ્યાન છે. ૨૦૯ જિનેશ્વર ભગવાનનાં વનચોમાં સંપૂર્ણ શ્રદ્ધા વગર આ પ્રકારનું ધર્મધ્યાન પ્રાપ્ત થવું સરળ નથી. ચૌદ રાજલોકરૂપ સમસ્ત વિશ્વના એક એક પદાર્થના સવિગત ચિંતવનમાં જેટલો કાળ પસાર થાય તેટલો ઓછો લાગે છે. એ ચિંતનધારા પર ચઢતાં જ આત્મા ઉત્તરોત્તર વિશુદ્ધ થવા લાગે છે. હેમચંદ્રાયાર્યે ‘ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર'માં (અજિતનાથ ભગવાનના ચરિત્રમાં) સંસ્થાનવિચય ધર્મધ્યાનના પદાર્થોનું સવિસ્તર વર્ણન કર્યું છે. હેમચંદ્રાચાર્યે ધર્મધ્યાનના પિંડસ્થ, પદસ્થ, રૂપસ્થ અને રૂપાતીત એમ ચાર પ્રકાર દર્શાવ્યા છે. ધર્મધ્યાનના આ બધા ભેો છે, પરંતુ તે સાલંબન ધ્યાન હોવાથી ગમે ત્યારે ગમે તે પ્રકારે તેના સ્વરૂપનું ચિંતવન કરવામાં પરસ્પર વિરોધ કે બાધ આવતો નથી. સર્વજ્ઞ ભગવાનનાં વચનોનું આવી જુદી જુદી રીતે ધ્યાન ધરવાથી તત્ત્વનો બોધ થાય છે. એમના ઉપદેશમાં રહેલાં રહસ્યોનું એકાગ્રતાથી, ગહનતાથી અને નિષ્ઠાથી ચિંતવન કરતાં ચિત્તમાં અપાર શાંતિનો અને અલૌકિક અતીન્દ્રિય સુખનો અનુભવ થાય છે. કથાનુયોગ, ચરણકરણાનુયોગ, ગણિતાનુયોગ અને દ્રવ્યાનુયોગ એ ચાર પ્રકારના શ્રુતજ્ઞાન દ્વારા વસ્તુની ઉત્પત્તિ, સ્થિતિ અને નાશનું સ્વરૂપ, તેના ક્રમ અને પર્યાય, તેની અનાદિ-અનંત, અનાદિ-સાન્ત, આદિ-સાન્ત વગેરે વ્યવસ્થાનું જેમ જેમ જ્ઞાન થતું જાય તેમ તેમ ધ્યાતાના અજ્ઞાનનો નાશ થાય છે અને એનો આત્મા વિશુદ્ધ, નિર્મળ થતો જાય છે. રાગદ્વેષથી મુક્ત થઈને સમતા ધારણ કરવા માટે, એટલે કે સમત્વ પ્રાપ્ત કરવા માટે ધર્મધ્યાનનો અભ્યાસ આવશ્યક છે. ધર્મધ્યાનના વ્યવહારધ્યાન અને નિશ્ચયધ્યાન એવા બે પ્રકાર પણ પાડવામાં આવે છે. આજ્ઞાવિચય, અપાયવિચય અને વિપાકવિચય ધર્મધ્યાનને વ્યવહાર ધર્મધ્યાન અને સંસ્થાનવિચય ધર્મધ્યાનને નિશ્ચય ધર્મધ્યાન તરીકે પણ ઓળખવામાં આવે છે, જોકે આ ભેદ પણ એટલા સૂક્ષ્મ છે કે ધર્મધ્યાન વ્યવહારમાંથી નિશ્ચયમાં અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16