Book Title: Dharmdhyan
Author(s): Ramanlal C Shah
Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf

View full book text
Previous | Next

Page 12
________________ ૨૦૮ જિનતત્ત્વ ગુણને મોહનીય કર્મ પ્રગટ થવા દેતો નથી. અક્ષય સ્થિતિરૂપી ગુણ આયુષ્યકર્મને લીધે પ્રગટ થતો નથી. આત્માનો અરૂપી ગુણ નામકર્મને લીધે પ્રગટ થતો નથી. આત્માના અગુરુલઘુ ગુણને ગોત્રકર્મ આવરે છે. અનંતવીર્ય નામનો આત્માનો ગુણ અંતરાયકર્મથી દબાયેલો રહે છે. આત્મામાં અનંત શક્તિ હોવા છતાં આ આઠેય કર્મ ભેગાં મળીને આત્માને અશક્ત, પરાધીન, ગુલામ જેવો વિવશ બનાવી દે છે. કર્મના પ્રકાર, કર્મબંધનાં કારણો, ઉદીરણા અને ઉદયનું સ્વરૂપ, કર્મક્ષયથી પ્રગટ થતી આત્માની વિશુદ્ધિ ઇત્યાદિનું જેમ જેમ ચિંતન થતું જાય તેમ તેમ આત્મા શુદ્ધ થતો જાય. આમ કર્મવિપાકની એકાગ્ર ચિત્તથી ચિંતન કરનાર આરાધકનો આત્મા ઉત્તરોત્તર વધુ નિર્મળ થતો જાય છે. સંસ્થાનવિચય ધર્મધ્યાન જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ “ધ્યાનશતકમાં લખે છે : जिणदेसियाइ लक्खण संठाणासणविहाणमाणाई। उप्पाय ठिइ भंगाइ पज्जवा जेय दवाणं।। पंचत्थिकाय मइयं लोगमणाइनिहणं जिणक्खायं । णामाइ भेय विहियं तिविहमहो लोयभेयाई।। खिइवलय दीवसागर नरय विमाण भवणाइ संठाणं। दोसाइ पइट्ठाणं निययं लोगइि विहाणं ।। उवओग लक्खणमणाइणिहणमत्थंतरं सरीराओ। जीवमरूविं कारिं भोयं च सयस्स कम्मस्स।। [ચોથા સંસ્થાનવિય ધર્મધ્યાનમાં જિનેશ્વર ભગવાને કહેલ દ્રવ્યોનાં લક્ષણ, સંસ્થાન, આધાર, પ્રકાર, પ્રમાણ અને ઉત્પાદ-વ્યય સ્થિતિ વગેરે પર્યાયોનું ચિંતન કરવું. વળી જિનેશ્વર ભગવાને કહેલા અનાદિ અનંત એવા પંચાસ્તિકાયમય લોકનું નામાદિ ભેદથી આઠ પ્રકારે તથા ઊર્ધ્વ, અધ:, તિસ્તૃલોક એમ ત્રણ પ્રકારે ચિંતન કરવું તથા પૃથ્વી, વલયો, દીપ, સાગર, નરક, વિમાન, ભવન, આકાશ, વાયુ વગેરેથી યુક્ત એવી શાશ્વત લોકવ્યવસ્થાનું ચિંતન કરવું. વળી આત્મા ઉપયોગ લક્ષણવાળો છે, અનાદિ અનંત છે, શરીરથી ભિન્ન છે, અરૂપી છે તથા પોતના કર્મનો કર્યા છે અને ભક્તા પણ છે એમ ચિતવવું.! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16