Book Title: Dharmdhyan
Author(s): Ramanlal C Shah
Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf

View full book text
Previous | Next

Page 7
________________ ધર્મધ્યાન ૨૦૩ દૃઢ પુરુષાર્થ કરતાં જઈએ તેમ તેમ આર્તધ્યાન અને રૌદ્રધ્યાન ઓછાં થવાં લાગે. એટલે આર્તધ્યાન અને રૌદ્રધ્યાન પૂરેપૂરાં જાય પછી જ ધર્મધ્યાન ધરવા માટે રાહ જોનાર જીવ જલદી ધર્મધ્યાન ઉપર આરૂઢ થઈ શકતો નથી. જૈન ધર્મની માન્યતા અનુસાર આ પાંચમા આરામાં, વર્તમાન કાળમાં શુક્લધ્યાનનો સંભવ નથી, કારણ કે તે માટે જરૂરી એવું શરીર-સંહનન મનુષ્ય પાસે નથી. એટલે વર્તમાન કાળમાં આ ભરતક્ષેત્રમાં મનુષ્ય ધર્મધ્યાનની ઉચ્ચતમ પરંપરા કે ધારા સુધી આવીને અટકી જાય છે. શુક્લધ્યાન વગર કેવળજ્ઞાન નથી અને કેવળજ્ઞાન વગર મુક્તિ નથી. તો પછી માણસે અત્યારથી શુક્લધ્યાન તરફ લઈ જનાર ધર્મધ્યાનની ધમાલમાં પડવાની જરૂર શી ? – એવો પ્રશ્ન કદાચ કોઈકને થાય. તેનો જવાબ એ છે કે આ દુષમ કાળમાં મોક્ષ નથી એ વાત સાચી છે, તો પણ મોક્ષની પરંપરા તો જરૂર છે જ. એટલે ધર્મધ્યાન દ્વારા ભવની, જન્મમરણની પરંપરાને ધટાડીને મોક્ષની પરંપરામાં આગળ ગતિ કરી શકાય છે. શુભધ્યાન દ્વારા પોતાની ભવ-પરંપરા જીવોએ ઘટાડી હોય એવાં અનેક ઉદાહરણો પ્રાચીન સમયનાં સાંપડે છે. મનુષ્યજન્મની દુર્લભતા છે. તે મળ્યા પછી પણ સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન, સમ્યચારિત્રરૂપી રત્નત્રયીની પ્રાપ્તિ ત્વરિત થાય એટલા માટે ધર્મધ્યાનની આવશ્યક્તા રહેલી છે. ધર્મધ્યાનના પેટાપ્રકારો નીચે પ્રમાણે છે : આજ્ઞાવિચય ધર્મધ્યાન વિચય એટલે વિચાર. આજ્ઞાવિચય એટલે આજ્ઞાનો વિચાર કરવો. સર્વજ્ઞ ભગવાને જે વચનો કહ્યાં હોય તે વચનોમાં સંપૂર્ણ શ્રદ્ધા ધરાવવી અને તે વચનોને આજ્ઞાની જેમ સ્વીકારવાં તેનો અર્થ આજ્ઞાવિચય થાય છે. સર્વજ્ઞ ભગવાનનાં વચનો ક્યારેય પરસ્પર-વિરોધી હોતાં નથી. સંસારના સર્વ જીવોના કલ્યાણને માટે તેઓ ઉપદેશ આપે છે. એમની વાણી દ્વારા સંસારનું સ્વરૂપ સમજાય છે. એમણે છ દ્રવ્યનું સ્વરૂપ, સિદ્ધનું સ્વરૂપ, નિગોદનું સ્વરૂપ, ચૌદ રાજલોકનું સ્વરૂપ જે પ્રમાણે કહ્યું છે તે પ્રમાણે જ છે એમ સમજી તેમાં રસ, રુચિ અને હર્ષોલ્લાસ સહિત શ્રદ્ધા ધરાવવી જોઈએ. એ વચનોને આજ્ઞારૂપ માનવાં જોઈએ. ભગવાનનાં વચનોને આજ્ઞારૂપ માન્યા વગર ગમે તેવી કરણી કરવાથી બહુ ફળ મળતું નથી. એટલા માટે ‘બાળાએ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16