Book Title: Dasmo Graha Parigraha
Author(s): Ramanlal C Shah
Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf

View full book text
Previous | Next

Page 7
________________ ૧૩૬ જિનતત્વ ગાંડા જેવા થઈ જાય છે. કેટલાંયે કુટુંબોમાં કુસંપ વેરઝેરનાં બી વવાય છે. એટલા માટે માણસે પોતાની સંપત્તિમાંથી વખતોવખત સુપાત્રે દાન આપી વિસર્જન કરતા રહેવું જોઈએ. આ કાર્યને શાસ્ત્રમાં “શાન્તિકવિધિ' કહેવામાં આવે છે. ગૃહસ્થોના જીવનમાં આ “શાન્તિકવિધિ' વણાઈ જવી જોઈએ. માણસે સ્થૂલ પરિગ્રહ ન વધારવો જોઈએ, એટલું જ નહીં, પરિગ્રહ વધારવાની વૃત્તિ પણ ન રાખવી જોઈએ. પરિગ્રહની વૃદ્ધિ માટેની અભિલાષા પણ દોષરૂપ છે. પોતાની પાસે ધનસંપત્તિ ઓછાં હોય અને તે વધુ મળે એવાં સ્વપ્ન માણસ સેવે તથા એ ભોગવવા માટેના મનોરથ સેવે એ પણ એક પ્રકારની મૂછ જ છે. એવી મૂછ પણ બીજાની સાથે વેર બંધાવે છે. માણસ પોતાની પ્રાથમિક જરૂરિયાતથી વધુ સંપત્તિ રાખે તો તેથી ઘણી સમસ્યાઓ ઉદભવે છે. ક્યારેક તો માણસ જાણે બીજા માટે જ પરિગ્રહ વધારતો હોય એવું બને છે. એક કવિએ એક રાજાને કહ્યું હતું, “હે રાજન ! તારે આટલો બધો પરિગ્રહ હોવા છતાં, જાતજાતનાં વસ્ત્રો, રાણીઓ, ભોજન, હોવા છતાં એકી સમયે માત્ર બે ત્રણ વસ્ત્ર, એક શય્યા, એક આસન, એક રાણી, પેટ ભરાય એટલું અન્ન-ફક્ત આટલું જ તારું છે. બાકીનું બીજાના માટે છે.” અસંતોષ, અહંકાર, ઈર્ષા, દ્વેષ, અવિશ્વાસ, આરંભ (હિંસા) ઈત્યાદિ પરિગ્રહનાં ફળ છે. તે દુઃખનું કારણ બને છે. પરિગ્રહની તૃષ્ણા જાગે છે ત્યારે માણસ વિવેકશક્તિ ગુમાવી દે છે. નિર્ધન પંડિતો ધનની લાલસા માટે નીચ માણસોની અતિશયોક્તિભરી પ્રશંસા કરતાં અચકાતા નથી. જ્યાં અતિધન છે ત્યાં ભોગવિલાસ આવે છે. જુગાર, મદિરા, પરસ્ત્રીગમન ઈત્યાદિ પ્રકારનાં વ્યસનો આવે છે, કારણ કે પૈસે પહોંચાય છે. પરંતુ એ જ વ્યસનો માણસોને આ જીવનમાં અધોગતિમાં લઈ જાય છે અને ભવાન્તરમાં દુર્ગતિમાં લઈ જાય છે. પોતાનો વિવિધ પ્રકારનો પરિગ્રહ અંતિમ કોટિ સુધી વધારવાનો પ્રયાસ છતાં માણસ સુખી ન થાય એનાં દૃષ્ટાંત આપતાં “યોગશાસ્ત્ર'માં હેમચંદ્રાચાર્યે કહ્યું છે : तृप्तो न पुत्रैः सगरः, कुचिकर्णो न गोधनैः । न धान्यैस्तिलक श्रेष्ठी, न नन्द कनकोत्करैः ।। સગર ચક્રવર્તીને ૯૬૦૦૦ રાણી હતી. એમને પુત્રો થતા જ ગયા, છતાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14