Book Title: Dasmo Graha Parigraha
Author(s): Ramanlal C Shah
Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf

View full book text
Previous | Next

Page 6
________________ દસમો ગ્રહ પરિગ્રહ ૧૭૫ છે એમ જમાઈ માટે પણ કહેવાયું છે) સર્વ ગ્રહોમાં પરિગ્રહ નામના ગ્રહની ગતિ વાંકી અને વિચિત્ર હોય છે. પરિગ્રહથી ૮ષનો ઉદ્ભવ થાય છે, ધીરજનો અંત આવે છે. તે ક્ષમાને બદલે અસહિષ્ણુતા જન્માવે છે. એનાથી અહંકાર પેદા થાય છે, શુભ ધ્યાન હણાય છે અને વ્યગ્રતાને અવકાશ મળે છે. આમ, પરિગ્રહ એટલે પાપનું નિવાસસ્થાન. ડાહ્યા માણસ માટે તો પરિગ્રહ ગ્રહની જેમ કલેશ અને નાશનું મોટું નિમિત્ત બને છે. કહ્યું છે : प्राज्ञस्यापि परिग्रहो ग्रह इव कलेशाय नाशाय च । વર્તમાન સમયમાં ભોગપભોગની અનેક પ્રકારની ચીજવસ્તુઓનું ઉત્પાદન સતત થતું રહે છે. Consummerism અર્થાતુ ઉપભોક્તાવાદ એટલે કે લોકોને જાતજાતની ચીજવસ્તુઓ વાપરતા કરી દેવા એ સાંપ્રત જીવનરીતિનું એક મહત્ત્વનું અંગ બની ગયું છે. પરંતુ પરિગ્રહ વધારનાર માણસોને તેની જાળવણીમાં, સંરક્ષણમાં જીવનનો કેટલો બધો કિંમતી સમય આપવો પડે છે તે તો અનુભવે વધુ સમજાય એવી વાત છે. સારી નવીનકોર વસ્તુ ઘરમાં રાખી મૂકી હોય તો અલ્પ કાળમાં જ તે જૂના જેવી થઈ જાય છે. ઘરવખરીમાં જીવાત થાય છે. ઉધઈ, વાંદા વગેરે થાય છે. તે માટેની સાફસૂફીમાં, રંગરોગાનમાં ઠીક ઠીક સમય આપવો પડે છે. નવું સરસ મકાન બાંધ્યું હોય અને પાંચસાત વરસ તે ખોલ્યું ન હોય તો તરત રહેવા જેવું રહેતું નથી. સાફસૂફી કરવી જ પડે છે. એમાં સૂક્ષ્મ જીવહિંસા રહેલી જ છે. વળી વપરાયા વગર નવી વસ્તુ બગડી. જતાં ફેંકી દેવાનો પ્રસંગ આવે છે ત્યારે જીવ બળે છે અને મનના અધ્યવસાયો બગડે છે એ તો વળી વધારામાં. સમજુ માણસ જો વખતોવખત પોતાની ઘરસામગ્રીનું પુનરાવલોકન કરીને એમાંથી યથોચિત વિર્સજન કરતો રહે, શક્ય હોય તો દાનમાં આપતો રહે તો એથી પાપને બદલે પુણ્યનું ભાથું બંધાય અને એથી જીવનનો બચેલો અમૂલ્ય સમય ધર્મધ્યાનાદિ માટે ઉપયોગમાં લઈ શકાય છે. વ્રતધારી સાધુભગવંતોને પોતાને માટે કેટલો બધો સમય મળે છે એનો વિચાર કરીને એમાંથી પોતાના પરિગ્રહના વિસર્જન વિશે આપણે પાઠ મેળવવો જોઈએ. સંપત્તિ તાત્વિક દૃષ્ટિએ તો વિપત્તિ જ છે. તે પતનનું નિમિત્ત બને છે. વધુ પડતી સંપત્તિમાંથી જન્મતી સમસ્યાઓને કારણે કેટલાયને આપઘાત કરવો પડે છે, કેટલાયને જેલમાં જવું પડે છે, કેટલાયને હૃદયરોગની બીમારીને કારણે મૃત્યુને શરણે જવું પડે છે, તો કેટલાય અસ્થિર મગજના કે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14