Book Title: Dasmo Graha Parigraha Author(s): Ramanlal C Shah Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf View full book textPage 1
________________ દસમો ગ્રહ પરિગ્રહ અપરિગ્રહ’ શબ્દ જૈનોમાં જેટલો પ્રયોજાય છે તેટલો અન્યત્ર પ્રયોજાતો નથી. એનું મુખ્ય કારણ તે જૈન ધર્મમાં સાધુભગવંતોનાં પાંચ મહાવ્રતોમાંનું પાંચમું મહાવ્રત તે “અપરિગ્રહ' છે તથા ગૃહસ્થો માટેનાં પંચ અણુવ્રતમાં પાંચમું અણુવ્રત તે “પરિગ્રહ-પરિમાણ’ છે. દુનિયાના અન્ય ધર્મોમાં પણ અકિંચનત્વ, સાદાઈ વગેરે ઉપર ભાર મૂકવામાં આવ્યો છે. ખ્રિસ્તી ધર્મમાં સાદાઈના અર્થમાં povertyનું વ્રત લેવાય છે. આમ છતાં જૈન ધર્મમાં મુનિ મહારાજોનાં પાદવિહાર, ગોચરી વગેરેમાં અપરિગ્રહનું વ્રત જે રીતે સવિશેષ નજરે પડે છે તેવું બીજે નથી. એમાં પણ દિગંબર મુનિઓ જે પ્રકારનું જીવન જીવે છે તેની તોલે તો અન્ય ધર્મનું કંઈ જ ન આવે. આધુનિક વિકસિત વૈજ્ઞાનિક યુગમાં પણ આદિ માનવ જેવું પ્રાકૃતિક છતાં સુસંસ્કૃત ભવ્ય આધ્યાત્મિક જીવન જીવવું એ તો એક અજાયબી જ ગણાય. પરિગ્રહ અર્થાત્ પરિગ્રહ શબ્દમાં “પરિનો અર્થ થાય છે ચારે બાજુથી અથવા સારી રીતે અને ગ્રહનો અર્થ થાય છે પકડેલું. માણસે ધનધાન્ય, માલમિલકત વગેરેને સારી રીતે પકડી રાખ્યાં છે અથવા ધનધાન્ય માલમિલકત વગેરેએ માણસને સારી રીતે પકડી રાખ્યો છે અથવા જકડી રાખ્યો છે એમ અર્થ કરી શકાય. જેનું પરિગ્રહણ થાય તે પરિગ્રહ, જે કોઈ ચીજવસ્તુ ઉપર પોતાપણાનો, માલિકીનો, સ્વકીયતાનો ભાવ થાય તે પરિગ્રહ કહેવાય. જૈન ધર્મ કહે છે કે સુખી થવું હોય તો પરિગ્રહ ઓછો કરો, ઓછો કરતા જ રહો. જો આંતરિક સુખ અનુભવી, મુક્તિના સુખ સુધી પહોંચવું હોય તો પૂલ અને સૂક્ષ્મ એમ બન્ને પ્રકારના મમત્વનો ત્યાગ કરીને અપરિગ્રહી બનો. આખી દુનિયા જ્યારે સુખસગવડનાં સાધનો વધારવા તરફ વધી રહી છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 ... 14