Book Title: Dasmo Graha Parigraha
Author(s): Ramanlal C Shah
Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf
View full book text
________________
દસમો ગ્રહ પરિગ્રહ
૧૭૯ પોતાની આવી વૃત્તિને સંયમમાં રાખવાની જરૂ૨ છે. એ એના જ હિતમાં છે. જે માણસ “અસંવિભાગી' છે એટલે કે પોતાનામાંથી બીજાને કશું આપતો નથી તથા જે “અપ્રમાણભોગી' છે એટલે કે મર્યાદા બહારનો ભોગવટો કરે છે તેની સદ્ગતિ નથી. આથી જ જૈન ધર્મમાં પરિગ્રહની મર્યાદાનાં પચ્ચખાણ લેવામાં આવે છે. કહ્યું છે :
संसारमूलमारम्भास्तेषां हेतु परिग्रहः ।
तस्मादुपासकः कुर्यात् अल्पमल्पं परिग्रहम् ।। સંસારનું મૂળ આરંભ છે. આરંભનું મૂળ પરિગ્રહ છે. માટે ઉપાસકે અલ્પમાં અલ્પ પરિગ્રહ રાખવો જોઈએ. પરિગ્રહ-પરિમાણવ્રતનું જો બરાબર પાલન ન થાય તો દોષ લાગે છે. આ વ્રતમાં મુખ્ય નવ પ્રકારના પરિગ્રહ બતાવવામાં આવ્યા છે : ધન, ધાન્ય, ક્ષેત્ર, વસ્તુ, રૂપું, સુવર્ણ, અન્ય ધાતુ, દ્વિપદ અને ચતુષ્પદ, આ દરેક માટે જે મર્યાદા બાંધી હોય તે મર્યાદા જાણતાંઅજાણતાં લોપવી તે અતિચાર છે. [ આ નવ પ્રકારના વિકલ્પ પાંચ પ્રકાર આ પ્રમાણે બતાવવામાં આવે છે. (૧) ધન-ધાન્ય, (૨) સોનું ચાંદી, (૩) ક્ષેત્રવાસ્તુ, (૪) દ્વિપ- અતુષ્પદ અને (૫) કુષ્ય એમ પાંચ પ્રકાર ગણીને એના પાંચ પ્રકારના અતિચાર પણ બતાવવામાં આવે છે. ]
પરિગ્રહ પરિમાણવ્રતના પાંચ અતિચાર આ રીતે પણ બતાવવામાં આવે છે : (૧) પ્રયોજન કરતાં વધારે વાહનો (પશુ જોડીને ચલાવાતાં કે યંત્રથી ચાલતાં વાહનો) રાખવાં, (૨) જરૂર કરતાં વધુ ચીજવસ્તુઓનો સંગ્રહ કરવો, (૩) બીજાનો વૈભવ જોઈ આશ્ચર્ય, ઈર્ષા, ખેદ ઇત્યાદિ કરવાં, (૪) બહુ લોભ કરવો અને (૫) નોકરચાકર પાસે વધુ શ્રમ કરાવી શોષણ કરવું અથવા ઠરાવેલા ભાવ કરતાં વધુ પડાવી લેવું કે ઓછું આપવું. આ પ્રકારના પાંચ
અતિચારમાં મનની અંદર પડેલી પરિગ્રહવૃત્તિ કે પરિગ્રહ પ્રત્યેની આસક્તિની વિશેષ વિચારણા કરવામાં આવી છે અને તેના પ્રતિક્રમણ માટે ભલામણ કરવામાં આવી છે. “વંદિત્ત' સૂત્રમાં કહ્યું છે :
___धणधन्नखित्तवत्यु रुप्प सुवन्नेअ कुविअ परिमाणे ।
दुपये चउपयम्मि पडिक्कमे देसिअं सव्वं ।। ધન, ધાન્ય, ક્ષેત્ર (ભૂમિ) વાસ્તુ (ઘર વગેરે), રૂપું, સુવર્ણ, કુષ્ય (કાંસુતાંબું વગેરે ધાતુ), દ્વિપદ (મનુષ્ય, પક્ષી વગેરે), ચતુષ્પદ (પ્રાણી ગાય, ભેંસ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org