Book Title: Dasmo Graha Parigraha
Author(s): Ramanlal C Shah
Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf

View full book text
Previous | Next

Page 13
________________ ૧૮૨ જિનતત્ત્વ કરવાની ઈચ્છા થાય છે. એટલે પરિગ્રહ મેળવવા, રાખવા વગેરેમાં ઇચ્છા મહત્ત્વનું કાર્ય કરે છે. માણસ જો આકિંચન્યની ભાવના ભાવે તથા “મારું કશું નથી અને હું કોઈનો નથી”, એ પ્રકારનું ચિંતન તથા ભાવન કરે તો પરિગ્રહ માટેની તેની ઇચ્છા ક્રમે ક્રમે વધુ સંયમિત થતી જાય. દ્રવ્યપરિગ્રહ ભાવપરિગ્રહનું કારણ છે અને ભાવપરિગ્રહ આત્માની અશુદ્ધિનું કારણ છે. એટલે આત્મશુદ્ધિ માટે દ્રવ્યપરિગ્રહનો ત્યાગ અર્થાત્ અપરિગ્રહનું વ્રત અનિવાર્ય છે. એટલા માટે જ ભગવાન મહાવીરે સાધુ ભગવંતોનાં પાંચ મહાવ્રતમાં અપરિગ્રહને પણ સ્થાન આપ્યું છે. “સમયસારમાં શ્રી કુંદકુંદાચાર્યે કહ્યું છે : અપરિપક્ષો ૩fજો માવો . (અનિચ્છા જ અપરિગ્રહ કહેવાય છે.) શ્રી હેમચંદ્રાચાર્યે “ત્રિષષ્ઠિશલાકાપુરુષચરિત્ર'માં કહ્યું છે : સમાવેજુ મૂયાત્સ્યા: ચાર દ: (સર્વ ભાવોમાંથી-પદાર્થોમાંથી મૂચ્છ એટલે આસક્તિનો ત્યાગ કરવો એ અપરિગ્રહ છે.) અપરિગ્રહ મહાવ્રતના પાલન માટે સાધુ ભગવંતોએ પાંચ ભાવના ભાવવી જોઈએ. એ પાંચ ભાવના તે પાંચ ઈન્દ્રિયના વિષયો છે. શબ્દ, સ્પર્શ, રસ, રૂપ અને ગંધ એ પાંચના વિષયોમાં સાધુ ભગવંતોને ન રાગ થવો જોઈએ કે ન ઢેષ થવો જોઈએ. પાતંજલ યોગસૂત્રમાં અહિંસા, સત્ય વગેરે વ્રતનું ઉત્કૃષ્ટપણે પાલન કરનારને કેવા લાભ થાય છે, તેમનામાં કેવી કેવી શક્તિ-સિદ્ધિ પ્રગટ થાય છે તે બતાવ્યું છે, જેમ કે જેમના જીવનમાં અહિંસા પ્રતિષ્ઠિત થઈ ગઈ હોય તેમની સંનિધિમાં સ્વયમેવ વેરનો ત્યાગ થઈ જાય છે. એવી રીતે અપરિગ્રહ વ્રત માટે કહ્યું છે કે, અત્તર બન્મચંતા સંધ: ! એટલે કે જે વ્યકિતના જીવનમાં અપરિગ્રહની ભાવના ઉત્કૃષ્ટ રીતે સ્થિર થઈ ગઈ હોય એ વ્યક્તિને પોતાના પૂર્વજન્મનું જ્ઞાન થાય છે. અર્થાતુ જાતિસ્મરજ્ઞાન થાય છે. અપરિગ્રહ વ્રતના ઉત્કૃષ્ટ પાલનથી પ્રગટ થતી આ એક વિશિષ્ટ લબ્ધિ છે. આત્મામાં ઉભવતા રાગાદિ ભાવો, ક્રોધાદિ કષાયોને જો આત્યંતર પરિગ્રહ ગણવામાં આવે તો પછી આત્માના જ્ઞાનાદિ ગુણોને પણ આત્યંતર પરિગ્રહ તરીકે ન ગણાવી શકાય ? આવો કોઈને પ્રશ્ન થાય તો તેના ઉત્તરમાં શાસ્ત્રકારો કહે છે કે આત્મામાં રહેલા જ્ઞાન, દર્શન, ચારિત્રાદિ ગુણો તે પરિગ્રહ નથી, કારણ કે એમાં મોહનો અભાવ છે. જ્યાં પ્રમાદ ન હોય ત્યાં મોહ ન હોય, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 11 12 13 14