Book Title: Dasmo Graha Parigraha
Author(s): Ramanlal C Shah
Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf

View full book text
Previous | Next

Page 12
________________ દસમો ગ્રહ પરિગ્રહ ૧૮૧ શ્રાવકની અગિયાર પ્રતિમાઓમાં નવમી પ્રતિમા તે પરિગ્રહત્યાગ નામની પ્રતિમા છે. પૂર્વની આઠ પ્રતિમા ધારણ કરનાર શ્રાવકે પરિગ્રહનું પરિમાણ કર્યું હોય છે એટલે કે એની મર્યાદા બાંધી લીધી હોય છે. એમાં એ પોતાની બાંધેલી મર્યાદા પ્રમાણે ધન, સોનું, રૂપું વગેરે રાખી શકે છે. હવે આ નવમી પરિગ્રહત્યાગ પ્રતિમામાં તે શ્રાવક સોનું રૂપું કે અન્ય પ્રકારની ધનસંપત્તિ રાખી શકતો નથી. આ પ્રતિમા ધારણ કરનાર શ્રાવક વસ્ત્રરૂપી બાહ્ય પરિગ્રહ ધારણ કરી શકે છે, પરંતુ વસ્ત્રમાં પણ એને મમતા હોવી ન જોઈએ. ધનસંપત્તિને પરિગ્રહ તરીકે ઓળખવવામાં આવે તે યોગ્ય છે, પણ ધાર્મિક ઉપકરણો રાખવામાં શો વાંધો છે ? પરંતુ શાસ્ત્રકારો કહે છે કે એમાં પણ વિવેક જાળવવો જોઈએ અને એની મર્યાદા બાંધી શકાય છે. સાધુમહારાજને સંબોધીને ‘અધ્યાત્મકલ્પદ્રુમ'માં કહ્યું છે : परिग्रहं चेद्रयजहा गृहादेस्तत्किं नु धर्मोपकृतिच्छलात्तम् । करोपि शय्योपधिपुस्तकादेर्गरोऽपि नामान्तरतोपि हंता ।। (ધર વગેરે પરિગ્રહને ત્યજી દીધા છે, તો પછી ધર્મનાં ઉપકરણના બહાને શય્યા, ઉપધિ, પુસ્તક વગેરેનો પરિગ્રહ તું શા માટે કરે છે ? વિષનું નામાન્તર કરવા છતાં પણ તે મારી નાખે છે.) આમ, ‘અધ્યાત્મકલ્પદ્રુપ'માં સાધુભગવંતોને કહ્યું છે કે ધર્મનાં ઉપકરણો વધારવાની લાલસામાંથી તેઓએ મુક્ત થવું જોઈએ. ભોગોપભોગનો, સાંસારિક ચીજવસ્તુઓનો સાધુ મહાત્માઓએ ત્યાગ કર્યો હોય છે, પરંતુ પછી સારામાં સારી મોંઘામાં મોંધી નવકારવાળી, ફોટાઓ, ગ્રંથો, કામળી, ઉપકરણો, સારામાં સારાં ચશ્માં, ઈત્યાદિ ચીજવસ્તુઓમાં મન લપટાય છે. તેવી વસ્તુઓ વહોરાવનારા ગૃહસ્થો મળી જ આવે છે. આમ, સાધુ મહાત્માઓએ પોતાના ચિત્તને તપાસતા રહેવું જોઈએ કે મોંઘી આકર્ષક વસ્તુઓ તરફ પોતાનું ચિત્ત આકર્ષાતું તો નથી ને ? બિનજરૂરી ચીજવસ્તુઓનો સંગ્રહ તો થતો નથી ને ? જો એમ થતું હોય તો એવા સાધુ મહાત્માઓએ જાગૃત થઈ જવું જોઈએ. એટલે જ ‘અધ્યાત્મકલ્પદ્રુમ’માં સરસ દૃષ્ટાંત આપ્યું છે કે નાવની અંદર સોનું હદ બહાર ભર્યું હોય તો પણ નાવ એથી ડૂબી જ જાય છે. સોનું કિંમતી હોય એથી નાવને ન ડૂબાડે એવું નથી. મતલબ કે ધાર્મિક ઉપકરણોનો પરિગ્રહ પણ મહાત્માઓની સાધનાને ખંડિત કરી શકે છે. આત્મામાં જ્યારે લોભાદિ કષાય ઉદ્ભવે છે ત્યારે બાહ્ય પદાર્થો ગ્રહણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14