Book Title: Dasmo Graha Parigraha
Author(s): Ramanlal C Shah
Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf
Catalog link: https://jainqq.org/explore/249448/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ દસમો ગ્રહ પરિગ્રહ અપરિગ્રહ’ શબ્દ જૈનોમાં જેટલો પ્રયોજાય છે તેટલો અન્યત્ર પ્રયોજાતો નથી. એનું મુખ્ય કારણ તે જૈન ધર્મમાં સાધુભગવંતોનાં પાંચ મહાવ્રતોમાંનું પાંચમું મહાવ્રત તે “અપરિગ્રહ' છે તથા ગૃહસ્થો માટેનાં પંચ અણુવ્રતમાં પાંચમું અણુવ્રત તે “પરિગ્રહ-પરિમાણ’ છે. દુનિયાના અન્ય ધર્મોમાં પણ અકિંચનત્વ, સાદાઈ વગેરે ઉપર ભાર મૂકવામાં આવ્યો છે. ખ્રિસ્તી ધર્મમાં સાદાઈના અર્થમાં povertyનું વ્રત લેવાય છે. આમ છતાં જૈન ધર્મમાં મુનિ મહારાજોનાં પાદવિહાર, ગોચરી વગેરેમાં અપરિગ્રહનું વ્રત જે રીતે સવિશેષ નજરે પડે છે તેવું બીજે નથી. એમાં પણ દિગંબર મુનિઓ જે પ્રકારનું જીવન જીવે છે તેની તોલે તો અન્ય ધર્મનું કંઈ જ ન આવે. આધુનિક વિકસિત વૈજ્ઞાનિક યુગમાં પણ આદિ માનવ જેવું પ્રાકૃતિક છતાં સુસંસ્કૃત ભવ્ય આધ્યાત્મિક જીવન જીવવું એ તો એક અજાયબી જ ગણાય. પરિગ્રહ અર્થાત્ પરિગ્રહ શબ્દમાં “પરિનો અર્થ થાય છે ચારે બાજુથી અથવા સારી રીતે અને ગ્રહનો અર્થ થાય છે પકડેલું. માણસે ધનધાન્ય, માલમિલકત વગેરેને સારી રીતે પકડી રાખ્યાં છે અથવા ધનધાન્ય માલમિલકત વગેરેએ માણસને સારી રીતે પકડી રાખ્યો છે અથવા જકડી રાખ્યો છે એમ અર્થ કરી શકાય. જેનું પરિગ્રહણ થાય તે પરિગ્રહ, જે કોઈ ચીજવસ્તુ ઉપર પોતાપણાનો, માલિકીનો, સ્વકીયતાનો ભાવ થાય તે પરિગ્રહ કહેવાય. જૈન ધર્મ કહે છે કે સુખી થવું હોય તો પરિગ્રહ ઓછો કરો, ઓછો કરતા જ રહો. જો આંતરિક સુખ અનુભવી, મુક્તિના સુખ સુધી પહોંચવું હોય તો પૂલ અને સૂક્ષ્મ એમ બન્ને પ્રકારના મમત્વનો ત્યાગ કરીને અપરિગ્રહી બનો. આખી દુનિયા જ્યારે સુખસગવડનાં સાધનો વધારવા તરફ વધી રહી છે Page #2 -------------------------------------------------------------------------- ________________ ૧૩૧ દસમો ગ્રહ પરિગ્રહ ત્યારે પરિગ્રહ ઓછો કરવાની કે બિલકુલ ન રાખવાની ભલામણ કરવી એ શું અસંગત નથી ? રહેવાની, ખાવાપીવાની, ન્હાવા ધોવાની, હરવાફરવાની, શાળાકૉલેજોની, હોસ્પિટલોની, મનોરંજનના સાધનો અને સ્થળોની કેટલીક બધી સુવિધા ઉત્તરોત્તર વધતી જાય છે ! માનવજાત આ પ્રમાણે જે કરે છે તે શું ખોટું કરે છે ? આવા આવા પ્રશ્નો થવા સ્વાભાવિક છે. આ પ્રશ્નોના ઉત્તર જુદી જુદી અપેક્ષાએ વિચારવાના રહે છે. જે લોકો પૂર્વજન્મ કે પુનર્જન્મમાં માનતા નથી અથવા આત્મા જેવા તત્ત્વમાં જ માનતા નથી અને પોતાને મળેલા જીવનને માત્ર ઐહિક દૃષ્ટિથી કષ્ટરહિત તથા સુવિધાવાળું અને ઈન્દ્રિયાર્થ સુખભોગવાળું બનાવવામાં માને છે તેવા લોકોને તો પરિગ્રહમાં સુખ છે એવી માન્યતા જ સાચી અને યોગ્ય લાગવાની. કેવળ સામાજિક અને સાંસારિક દૃષ્ટિથી શારીરિક કષ્ટ વિનાના સગવડતાભર્યા જીવનનો વિચાર કરનારાઓનો અભિગમ પણ જુદો રહેવાનો. પરંતુ ધાર્મિક અને નૈતિક દૃષ્ટિથી વિચારનારાઓનું દૃષ્ટિબિંદુ તેનાથી થોડું અલગ રહેવાનું અને જેઓએ સંસારના સ્વરૂપનું, જડ અને ચેતનના ભેદનું, જીવની અંતિમ લક્ષ્ય મોક્ષપ્રાપ્તિનું શ્રદ્ધાપૂર્વક ચિંતનમનન અને અનુભાવન કર્યું છે તેઓનું પરિગ્રહ વિશેનું દૃષ્ટિબિંદુ તદન અનોખું રહેવાનું. જૈન ધર્મ અપરિગ્રહ તથા પરિગ્રહ-પરિમાણ ઉપર જે ભાર મૂક્યો છે તે આ આધ્યાત્મિક દૃષ્ટિએ જ છે. અલબત્ત એથી વૈયક્તિક અને સામુદાયિક સ્તરે, સમાજિક દૃષ્ટિએ પણ લાભ તો રહેલો જ છે. સામાજિક દૃષ્ટિએ વિચારીએ તો પરિગ્રહની વૃદ્ધિથી જો સમાજમાં આર્થિક અસમાનતા Economic Disparity આવે તો પ્રજાનો એક વર્ગ અમનચમન કરતો રહે અને બીજો વર્ગ કચડાતો, શોષાતો રહે. જે વર્ગનું શોષણ થાય તે વર્ગની પ્રતિક્રિયા થયા વગર ન રહે. જ્યાં આર્થિક ભેદભાવ હોય ત્યાં સામાજિક ભેદભાવ આવ્યા વગર ન રહે. આર્થિક તનાવને કારણે વર્ગવિગ્રહ 9114. social discrimination may lead to social conflict. qull 4314 એ એક પ્રકારની શક્તિ છે. તે બીજાને દબાવવામાં, દબડાવવામાં, શોષણ કરવામાં, પરાધીન બનાવવામાં વપરાયા વગર રહેતી નથી. આર્થિક સત્તા રાજદ્વારી સત્તાને ખેંચી લાવે છે. એક વ્યક્તિ, પ્રજાનો એક વર્ગ, એક સમાજ કે એક રાષ્ટ્ર આર્થિક રીતે અત્યંત સબળ બનતાં નિર્બળ ઉપર વર્ચસ્વ જમાવવાનો પ્રયાસ કરે છે. economic power brings political Page #3 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ જિનતત્ત્વ domination. આમ, વધતા જતા પરિગ્રહના અનર્થો અને અનર્થોની પરંપરાને મર્યાદા રહેતી નથી. પરિગ્રહનાં દૂષણો અને ભયસ્થાનો તરત નજરે પડે એવાં ન હોય તો પણ જેઓ દૂરગામી અને ગહનવ્યાપક ચિંતન કરે છે તેઓને તો એ તરત સમજાય એમ છે. એટલે જ જૈન ધર્મ પરિગ્રહના અનિષ્ટ સામાજિક પરિબળોને પારખીને અને તેથી પણ વિશેષ તો આત્માનું અહિત કરવાની તેની લાક્ષણિકતાને સમજીને પરિગ્રહ પરિમાણના અને અપરિગ્રહના વ્રતની ભલામણ કરી છે. એની પાછળ સ્વાનુભવપૂર્વકનું ઊંડું આત્મચિંતન રહેલું છે. જો પરિગ્રહમાં જ સઘળું સુખ રહ્યું હોય તો તીર્થંકર પરમાત્માના જીવ એવા ક્ષત્રિય રાજવીઓએ, છ ખંડના ધણી એવા ચક્રવર્તીઓએ રાજપાટ છોડીને દીક્ષા ધારણ ન કરી હોત. ભૂતકાળમાં અને વર્તમાન કાળમાં કેટલાયે શ્રીમંત માણસોએ ગૃહત્યાગ કરી મુનિપણું સ્વીકાર્યું છે. ભૌતિક સમૃદ્ધિનો પણ માણસને થાક લાગે છે. અને આત્મિક સુખની વાત સમજાતાં કે તેવો અનુભવ થતાં પરિગ્રહની અનિત્યતા અને નિરર્થક્તા પ્રતીત થાય છે. એટલા માટે જૈન ધર્મમાં પરિગ્રહની વિચારણા બહુ સૂક્ષ્મ અને ગહન દૃષ્ટિથી કરવામાં આવી છે. પરિગ્રહની વ્યાખ્યા નીચે પ્રમાણે આપવામાં આવી છે : પ્રશ્ન વ્યાકરણની ટીકામાં કહ્યું છે : હિત સુતિ પરિપ્રદ: | (જનું પરિગ્રહણ એટલે સ્વીકાર કરવામાં આવે છે તે પરિગ્રહ) ‘તત્ત્વાર્થસૂત્રમાં કહ્યું છે : મૂછ પરપ્રદ: (મૂચ્છ એ પરિગ્રહ છે). સ્વાર્થસિદ્ધિ'માં કહ્યું છે : નોમથોતિષ સં: રા: 1 (લોભ કષાયના ઉદયથી વિષયોનો સંગ થાય તેને પરિગ્રહ કહેવામાં આવે છે.) સ્વાર્થસિદ્ધિમાં વળી કહ્યું છે : અમે યુદ્ધના : પરપ્ર૬: 1 (“આ મારું છે” એવું જ્યાં બુદ્ધિલક્ષણ હોય ત્યાં તે પરિગ્રહ છે.) સમયસારની “આત્મખ્યાતિ’ ટીકામાં કહ્યું છે : ફુક્કા રિપ્રદુ: I ઇચ્છા એ જ પરિગ્રહ છે.) આ વ્યાખ્યાઓ પરથી જોઈ શકાશે કે જૈન ધર્મમાં “પરિગ્રહના પૂલ સ્વરૂપની અને સૂક્ષ્મ સ્વરૂપની વિગતે વિચારણા કરવામાં આવી છે. પરિગ્રહના પ્રકારો જુદી જુદી અપેક્ષાએ જે જુદા જુદા બતાવવામાં આવ્યા છે એમાં સ્કૂલ અને સૂક્ષ્મ દૃષ્ટિએ વિચાર થયો છે. પરિગ્રહના મુખ્ય બે પ્રકાર કહ્યા છે : (૧) બાહ્ય પરિગ્રહ અથળા સ્થૂલ પરિગ્રહ અને (૨) આત્યંતર પરિગ્રહ અથવા સૂક્ષ્મ પરિગ્રહ. Page #4 -------------------------------------------------------------------------- ________________ દસમો ગ્રહ પરિગ્રહ ૧૭૩ બાહ્ય પરિગ્રહ મુખ્ય નવ પ્રકારના બતાવવામાં આવે છે : (૧) ધન રોકડ નાણું તથા તે પ્રકારની વસ્તુઓ, (૨) ધાન્ય અનાજ, (૩) ક્ષેત્ર જમીન, ખેતર વગેરે, (૪) વાસ્તુ – ઘર, દુકાન ઈત્યાદિ માટે મકાનો, વગેરે, (૫) સુર્વણ સોનું, (૬) રજત - રૂપું, (૭) કુપ્પ સોનાચાંદી સિવાયની ધાતુઓ તથા પદાર્થો અને તેમાંથી બનાવેલાં વાસણ, રાચરચીલું, ઉપકરણો વગેરે, (૮) દ્વિપદ – બે પગવાળાં પક્ષીઓ, દાસદાસીઓ વગેરે (અથવા બે પૈડાવાળાં વાહનો વગેરે) અને (૯) ચતુષ્યપદ – ચાર પગવાળાં પાળેલાં પશુઓ – ગાય, બળદ, ભેંસ, બકરી વગેરે અથવા ચાર પૈડાવાળાં વાહનો. - આમ, બાહ્ય પરિગ્રહનું વર્ગીકરણ આ મુખ્ય નવ પ્રકારમાં કરવામાં આવ્યું છે. સાદી સમજ માટે આ વર્ગીકરણ છે. એમાં એકાદબે પ્રકાર ભેગા પણ કરી શકાય અને એમાં બીજા ઉમેરી પણ શકાય. બદલાતી જતી જીવનશૈલી અનુસાર એમાં વધઘટ કરી શકાય. આપ્યંતર અથવા સૂક્ષ્મ પરિગ્રહ ચૌદ પ્રકારના છે. ચાર કષાય અને નવ નોકષાય એમ તેર પ્રકા૨ અને એમાં સાથે મિથ્યાત્વ ઉમેરાતાં ચૌદ પ્રકારના આત્યંતર પરિગ્રહ આ પ્રમાણે દર્શાવવામાં આવે છે : (૧) ક્રોધ, (૨) માન, (૩) માયા, (૪) લોભ, (૫) હાસ્ય, (૬) રતિ, (૭) અતિ, (૮) ભય, (૯) શોક, (૧૦) જુગુપ્સા, (૧૧) સ્ત્રીવેદ, (૧૨) પુરુષવેદ, (૧૩) નપુંસક વેદ અને (૧૪) મિથ્યાત્વ. — બાહ્ય પરિગ્રહ કરતાં આત્યંતર પરિગ્રહનો ત્યાગ કરવાનું કઠિન છે. નિર્ધન માણસ પાસે કશું જ ન હોય છતાં ધનવાન બનવાની અને ચીજવસ્તુઓનું સુખ ભોગવવાની વાસના એનામાં તીવ્ર હોઈ શકે છે. એટલે જ ચીજવસ્તુઓ નહીં પણ એને ભોગવવાની ઈચ્છા, એ ગમવાનો ભાવ, એના પ્રત્યેની આસક્તિ એ મૂÁરૂપ છે અને એ જ વસ્તુત: પરિગ્રહ છે. અલબત્ત, ભોગોપભોગની સામગ્રી વચ્ચે રહેવું અને મૂર્છા ન હોવી એવું તો દીર્ધ સાધના વગર શક્ય નથી. બીજી બાજુ બાહ્ય ત્યાગ બધો જ કર્યો હોય છતાં મનમાં વાસના હોય તો ત્યાં મૂર્છા છે જ. ઉપાધ્યાય શ્રી યશોવિજયજીએ કહ્યું છે કે માત્ર કાંચળી ઉતારી નાખવાથી સાપ નિર્વિષ થતો નથી. ભગવતી સૂત્રમાં પરિગ્રહના ત્રણ પ્રકાર બતાવવામાં આવ્યા છે : Page #5 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ જિનતત્ત્વ तिविहे परिग्गहे पण्णत्ते, तं जहा कम्म परिग्गहे, सरीर परिग्गहे, बाहिर भंडमत्त-परिग्गहे । (પરિગ્રહના ત્રણ પ્રકાર કહ્યા છે, જેમ કે (૧) કર્મ-પરિગ્રહ, (૨) શરીરપરિગ્રહ અને બાહ્ય ભંડમાત્ર એટલે કે વાસણ વગેરે બાહ્ય ઉપકરણો, સાધનો ઈત્યાદિરૂપી પરિગ્રહ तपः श्रुतपरिवारां शमसाम्राज्यसंपदम् । परिग्रह-ग्रहग्रस्तास्त्यजेयुर्योगिनोऽपि हि ।। (પરિગ્રહરૂપી ગ્રહથી જ્યારે યોગીજનો ગ્રસ્ત થાય છે ત્યારે તેઓ તપ, શ્રુત ઈત્યાદિના પરિવારરૂપી શમસામ્રાજ્યની લક્ષ્મીનો પણ ત્યાગ કરી દે છે.) એક વખત મોટા મોટા મહાત્માઓ પણ પરિગ્રહમાં જ્યારે આસક્ત થાય છે ત્યારે તેઓ એમાં ધીમે ધીમે એવા લપેટાતા જાય છે કે વખત જતાં તેઓને પોતાનાં તપ-ત્યાગ તથા જ્ઞાન- ધ્યાનની ઉપાસનામાં પણ રસ રહેતો નથી. પરિગ્રહ માટે તેઓ તે બધું છોડવા તૈયાર થઈ જાય છે. પરિગ્રહની આસક્તિ માણસને મોહાંધ અથવા મૂઢ બનાવી દેવાની શક્તિ ધરાવે છે. એવી આસક્તિનો પ્રતિકાર કરવા માટે ભારે મનોબળની અપેક્ષા રહે છે. ઉપાધ્યાય શ્રી યશોવિજયજીએ “જ્ઞાનસારના અષ્ટકમાં કહ્યું છે : न परावर्तते राशेर्वक्रतां जातु नोज्झति । परिग्रह ग्रह कोऽयं विडम्बित जगत्त्रयः ।। (જે રાશિથી પાછો ફરતો નથી, વક્રતાનો ત્યાગ કરતો નથી અને જેણે ત્રણ જગતની વિડંબના કરી છે એવો આ પરિગ્રહ તે કેવો ગ્રહ છે ?) બધા ગ્રહો આકાશમાં એક રાશિમાંથી બીજી રાશિમાં સંક્રમણ કે છે, પરંતુ પરિગ્રહરૂપી ગ્રહ તો રાશિમાંથી બહાર નીકળી શકતો નથી. અહીં “રાશિ” શબ્દમાં શ્લેષ રહેલો છે. આકાશની રાશિ ઉપરાંત રાશિ એટલે ધનસંપત્તિની રાશિ. વળી બીજા ગ્રહો માર્ગ અર્થાત્ સરળ ગતિવાળા થાય છે, પરંતુ પરિગ્રહ હંમેશાં વક્રદૃષ્ટિવાળો હોય છે. તે ત્રણ જગતને પીડા કરે છે. આકાશમાં ગ્રહ નવ છે : (૧) સૂર્ય, (૨) ચંદ્ર, (૩) મંગળ, (૪) બુધ, (૫) ગુરુ, (૬) શુક્ર, (૭) શનિ, (૯) કેત. એટલે પરિગ્રહને એક ગ્રહ તરીકે ઓળખાવવો હોય તો તેને દસમું સ્થાન આપવું પડે. એટલે જ “દસમો ગ્રહ તે પરિગ્રહ' એમ કહેવાય છે. (સંસ્કૃતમાં નામના રસમો ગ્રહ: I જમાઈ દસમો ગ્રહ Page #6 -------------------------------------------------------------------------- ________________ દસમો ગ્રહ પરિગ્રહ ૧૭૫ છે એમ જમાઈ માટે પણ કહેવાયું છે) સર્વ ગ્રહોમાં પરિગ્રહ નામના ગ્રહની ગતિ વાંકી અને વિચિત્ર હોય છે. પરિગ્રહથી ૮ષનો ઉદ્ભવ થાય છે, ધીરજનો અંત આવે છે. તે ક્ષમાને બદલે અસહિષ્ણુતા જન્માવે છે. એનાથી અહંકાર પેદા થાય છે, શુભ ધ્યાન હણાય છે અને વ્યગ્રતાને અવકાશ મળે છે. આમ, પરિગ્રહ એટલે પાપનું નિવાસસ્થાન. ડાહ્યા માણસ માટે તો પરિગ્રહ ગ્રહની જેમ કલેશ અને નાશનું મોટું નિમિત્ત બને છે. કહ્યું છે : प्राज्ञस्यापि परिग्रहो ग्रह इव कलेशाय नाशाय च । વર્તમાન સમયમાં ભોગપભોગની અનેક પ્રકારની ચીજવસ્તુઓનું ઉત્પાદન સતત થતું રહે છે. Consummerism અર્થાતુ ઉપભોક્તાવાદ એટલે કે લોકોને જાતજાતની ચીજવસ્તુઓ વાપરતા કરી દેવા એ સાંપ્રત જીવનરીતિનું એક મહત્ત્વનું અંગ બની ગયું છે. પરંતુ પરિગ્રહ વધારનાર માણસોને તેની જાળવણીમાં, સંરક્ષણમાં જીવનનો કેટલો બધો કિંમતી સમય આપવો પડે છે તે તો અનુભવે વધુ સમજાય એવી વાત છે. સારી નવીનકોર વસ્તુ ઘરમાં રાખી મૂકી હોય તો અલ્પ કાળમાં જ તે જૂના જેવી થઈ જાય છે. ઘરવખરીમાં જીવાત થાય છે. ઉધઈ, વાંદા વગેરે થાય છે. તે માટેની સાફસૂફીમાં, રંગરોગાનમાં ઠીક ઠીક સમય આપવો પડે છે. નવું સરસ મકાન બાંધ્યું હોય અને પાંચસાત વરસ તે ખોલ્યું ન હોય તો તરત રહેવા જેવું રહેતું નથી. સાફસૂફી કરવી જ પડે છે. એમાં સૂક્ષ્મ જીવહિંસા રહેલી જ છે. વળી વપરાયા વગર નવી વસ્તુ બગડી. જતાં ફેંકી દેવાનો પ્રસંગ આવે છે ત્યારે જીવ બળે છે અને મનના અધ્યવસાયો બગડે છે એ તો વળી વધારામાં. સમજુ માણસ જો વખતોવખત પોતાની ઘરસામગ્રીનું પુનરાવલોકન કરીને એમાંથી યથોચિત વિર્સજન કરતો રહે, શક્ય હોય તો દાનમાં આપતો રહે તો એથી પાપને બદલે પુણ્યનું ભાથું બંધાય અને એથી જીવનનો બચેલો અમૂલ્ય સમય ધર્મધ્યાનાદિ માટે ઉપયોગમાં લઈ શકાય છે. વ્રતધારી સાધુભગવંતોને પોતાને માટે કેટલો બધો સમય મળે છે એનો વિચાર કરીને એમાંથી પોતાના પરિગ્રહના વિસર્જન વિશે આપણે પાઠ મેળવવો જોઈએ. સંપત્તિ તાત્વિક દૃષ્ટિએ તો વિપત્તિ જ છે. તે પતનનું નિમિત્ત બને છે. વધુ પડતી સંપત્તિમાંથી જન્મતી સમસ્યાઓને કારણે કેટલાયને આપઘાત કરવો પડે છે, કેટલાયને જેલમાં જવું પડે છે, કેટલાયને હૃદયરોગની બીમારીને કારણે મૃત્યુને શરણે જવું પડે છે, તો કેટલાય અસ્થિર મગજના કે Page #7 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ જિનતત્વ ગાંડા જેવા થઈ જાય છે. કેટલાંયે કુટુંબોમાં કુસંપ વેરઝેરનાં બી વવાય છે. એટલા માટે માણસે પોતાની સંપત્તિમાંથી વખતોવખત સુપાત્રે દાન આપી વિસર્જન કરતા રહેવું જોઈએ. આ કાર્યને શાસ્ત્રમાં “શાન્તિકવિધિ' કહેવામાં આવે છે. ગૃહસ્થોના જીવનમાં આ “શાન્તિકવિધિ' વણાઈ જવી જોઈએ. માણસે સ્થૂલ પરિગ્રહ ન વધારવો જોઈએ, એટલું જ નહીં, પરિગ્રહ વધારવાની વૃત્તિ પણ ન રાખવી જોઈએ. પરિગ્રહની વૃદ્ધિ માટેની અભિલાષા પણ દોષરૂપ છે. પોતાની પાસે ધનસંપત્તિ ઓછાં હોય અને તે વધુ મળે એવાં સ્વપ્ન માણસ સેવે તથા એ ભોગવવા માટેના મનોરથ સેવે એ પણ એક પ્રકારની મૂછ જ છે. એવી મૂછ પણ બીજાની સાથે વેર બંધાવે છે. માણસ પોતાની પ્રાથમિક જરૂરિયાતથી વધુ સંપત્તિ રાખે તો તેથી ઘણી સમસ્યાઓ ઉદભવે છે. ક્યારેક તો માણસ જાણે બીજા માટે જ પરિગ્રહ વધારતો હોય એવું બને છે. એક કવિએ એક રાજાને કહ્યું હતું, “હે રાજન ! તારે આટલો બધો પરિગ્રહ હોવા છતાં, જાતજાતનાં વસ્ત્રો, રાણીઓ, ભોજન, હોવા છતાં એકી સમયે માત્ર બે ત્રણ વસ્ત્ર, એક શય્યા, એક આસન, એક રાણી, પેટ ભરાય એટલું અન્ન-ફક્ત આટલું જ તારું છે. બાકીનું બીજાના માટે છે.” અસંતોષ, અહંકાર, ઈર્ષા, દ્વેષ, અવિશ્વાસ, આરંભ (હિંસા) ઈત્યાદિ પરિગ્રહનાં ફળ છે. તે દુઃખનું કારણ બને છે. પરિગ્રહની તૃષ્ણા જાગે છે ત્યારે માણસ વિવેકશક્તિ ગુમાવી દે છે. નિર્ધન પંડિતો ધનની લાલસા માટે નીચ માણસોની અતિશયોક્તિભરી પ્રશંસા કરતાં અચકાતા નથી. જ્યાં અતિધન છે ત્યાં ભોગવિલાસ આવે છે. જુગાર, મદિરા, પરસ્ત્રીગમન ઈત્યાદિ પ્રકારનાં વ્યસનો આવે છે, કારણ કે પૈસે પહોંચાય છે. પરંતુ એ જ વ્યસનો માણસોને આ જીવનમાં અધોગતિમાં લઈ જાય છે અને ભવાન્તરમાં દુર્ગતિમાં લઈ જાય છે. પોતાનો વિવિધ પ્રકારનો પરિગ્રહ અંતિમ કોટિ સુધી વધારવાનો પ્રયાસ છતાં માણસ સુખી ન થાય એનાં દૃષ્ટાંત આપતાં “યોગશાસ્ત્ર'માં હેમચંદ્રાચાર્યે કહ્યું છે : तृप्तो न पुत्रैः सगरः, कुचिकर्णो न गोधनैः । न धान्यैस्तिलक श्रेष्ठी, न नन्द कनकोत्करैः ।। સગર ચક્રવર્તીને ૯૬૦૦૦ રાણી હતી. એમને પુત્રો થતા જ ગયા, છતાં Page #8 -------------------------------------------------------------------------- ________________ દસમો ગ્રહ પરિગ્રહ ૧૭૭ એથી સગર ચક્રવર્તીને સંતોષ થયો નહોતો. સાઠ હજાર દીકરાઓ થયા, પરંતુ એ બધા ગંગાની નહેર ખોદવા ગયા ત્યારે નાગરાજાએ તેઓને બાળીને ભસ્મીભૂત કરી નાખ્યા. પોતાની હયાતીમાં જ પોતાના બધા પુત્રોના મૃત્યુના સમાચાર સાંભળવાનો વખત સગર ચક્રવર્તીને આવ્યો હતો. કુચીકર્ણ નામના માણસ પાસે એક લાખ કરતાં વધુ ગાયો હતી, પણ એ ગાયોની વ્યવસ્થાની ચિંતામાં અને એ ગાયોનું દુધ, દહીં, માખણ, ઘી વગેરે ખા ખા કરવામાં કુચીકર્ણ હૃદયરોગથી મૃત્યુ પામ્યો હતો. તિલક નામનો શ્રેષ્ઠી શિયાળામાં સસ્તા ભાવે અનાજ લઈ ઉનાળામાં મોંધા ભાવે વેચતો. ઠેર ઠેર એના કોઠારો હતા. એક વખત દુકાળ પડશે એવી આગાહી સાંભળી એણે ઘણું અનાજ ભરી લીધું. પરંતુ તે વર્ષે દુકાળને બદલે અતિવૃષ્ટિ થતાં એના બધા કોઠારોમાં પાણી ભરાઈ ગયું અને અનાજ સડી ગયું. એથી તિલક શ્રેષ્ઠી ગાંડા જેવો થઈ ગયો હતો. નંદ રાજાને સોનું એકઠું ક૨વાની ઘેલછા લાગી હતી. નાનો ડુંગર થાય એટલું સોનું એણે ભેગું કર્યું, પણ પછી રાત-દિવસ એની સાચવણીની, સંરક્ષણની ચિંતામાં જ એનું હૃદય બંધ પડી ગયું હતું. એટલે પરિગ્રહની બાબતમાં સંતોષ મોટું ધન બને છે. અતિ લોભી માણસનું મગજ ભમવા લાગે છે. તિલોમાભિભૂતસ્ય ચ મતિ મસ્ત ! જે માણસનો નવ્વાણુના ચક્કરમાં પગ પડે છે તેની મતિ ઠેકાણે રહેતી નથી. કેટલાક તો મૃત્યુના મહેમાન બની જાય છે. એટલે જ હેમચંદ્રાચાર્યે કહ્યું છે કે પરિગ્રહમાં ત્રસરેણુ જેટલો પણ ગુણ નથી અને દોષો પર્વત જેટલા છે. એટલે જ ધન્ના, શાલિભદ્ર, જંબૂકુમાર જેવા ધનાઢ્યો અઢળક ધન-સંપત્તિ છોડીને સંયમના માર્ગે ચાલી નીકળ્યા હતા. ભગવાન મહાવીરે કહ્યું છે : પરિનિવિદ્વાન વેરૂં તેસિ વાં (સૂત્રકૃતાંગસૂત્ર). જે માણસ પરિગ્રહ વધારે છે તે પોતાના તરફ બીજાઓનું વેર વધારે છે. સ્થૂલ પરિગ્રહ એટલે ધનસંપત્તિ વગેરે. તે ચોરાઈ જવાનો, લૂંટાઈ જવાનો, બગડી જવાનો, ખોવાઈ જવાનો ભય તેની સાથે સંકળાયેલો રહે છે. એ માટે સાવચેતીનાં પગલાં લેવાં પડે છે. એથી બીજાના મનમાં શંકા, અવિશ્વાસ, ઈર્ષ્યા, દ્વેષ, અપ્રીતિ વગેરે પ્રકારના ભાવો જન્મે છે. એમાંથી વેવિરોધ અને ઝઘડા થાય છે. સમાજના એક વર્ગને ખાવાને પૂરતું ન મળતું હોય અને બીજા વર્ગનો એંઠવાડ કચરામાં ઠલવાતો હોય ત્યારે અસમાનતામાંથી દ્વેષભાવ અને વેર જન્મવાની શક્યતા રહે છે. એટલે જ પરિગ્રહ વધારનારી Page #9 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ જિનતત્ત્વ વ્યક્તિ પોતે જ પોતાના તરફ પોતાના પરિગ્રહ દ્વારા બીજાના વેરનું નિમિત્ત બને છે. સૂક્ષ્મ દૃષ્ટિથી વિચારીએ તો સ્થૂલ પરિગ્રહરૂપી પુદ્ગલનું ચૈતન્ય સાથેનું વેર તો અનાદિકાળથી ચાલ્યું આવે છે. એટલે જે જીવ પુદ્ગલમાં આસક્ત બને છે તે પોતાનું જ અહિત કરે છે. ઇચ્છા, આસક્તિ, વાસના, અભિલાષા ઇત્યાદિ આત્માના શત્રુઓ છે. એટલે જે જીવ સૂક્ષ્મ પરિગ્રહનો ત્યાગ નથી કરી શકતો તે પોતાના આત્મા સાથે જ વેર બાંધે છે. પરિગ્રહના પૂલથી સૂક્ષ્મ સુધીના ચાર મુખ્ય પ્રકારો “ક' અક્ષરથી શરૂ થતા બતાવવામાં આવે છે. તે આ પ્રમાણે છે : કંચન, કામિની, કાયા અને કષાય. આ ચારે અનુક્રમે લેવાનાં છે. કંચન એટલે સોનું અર્થાત્ ઝવેરાત. વિશાળ અર્થમાં ધનસંપત્તિ, માલમિલકત, ચીજવસ્તુઓ વગેરે. કામિની એટલે પત્ની. વિશાળ અર્થમાં પત્ની, પુત્રાદિનો પરિવાર અન્ય સ્વજનો, સંબંધીઓ વગેરે. કાયા એટલે પોતાનું શરીર અને કષાય એટલે મનમાં ઊઠતા ક્રોધાદિ ભાવો તથા અશુભ અધ્યયવસાયો. આ ચારેમાં ધનસંપત્તિ છોડવા સહેલાં છે, પણ સ્વજનો વગેરેને છોડવાં એટલાં સહેલાં નથી. અન્ય અપેક્ષાએ પુત્રપરિવારનો ત્યાગ સહેલો છે પણ પોતાની કાયાની મમતા છોડવી દુષ્કર છે. સમર્થ માણસો કાયાના લાલનપાલનથી પર થઈ શકે છે, એની મમતા છોડી શકે છે, પણ મનમાં ચાલતા વાસનાના વિકારોને, એષણાઓને, ક્રોધાદિ કષાયોને ત્યજી શકતા નથી. સૂક્ષ્મ દૃષ્ટિથી વિચારીએ તો ચિત્તમાં ઉદ્દભવતા ક્રોધાદિ કષાયો એ પણ એક પ્રકારનો આત્યંતર પરિગ્રહ છે. એમાંથી પણ સાધકે મુક્ત થવાનું છે. આમ કંચન, કામિની, કાયા અને કષાય એ ચારે પૂલથી સૂક્ષ્મ સુધીના સર્વ પરિગ્રહો ત્યજીને પરિગ્રહમુક્ત, અપરિગ્રહી બનવાનું છે. તેમ ન થાય ત્યાં સુધી પરિગ્રહનું પરિમાણ કરવું, એની પાકી મર્યાદા બાંધી લેવી બહુ જરૂરી છે. શ્રી હેમચંદ્રાચાર્યે કહ્યું છે : असंतोषमविश्वासमारम्भं दुःखकारणम् । मत्वा मूर्छाफलं कुर्यात् परिग्रहनियन्त्रणम् ।। (પરિગ્રહ, અસંતોષ, અવિશ્વાસ અને આરંભ ઇત્યાદિ દુઃખનાં કારણરૂપ છે તથા મૂચ્છનું ફળ છે એમ સમજીને એના ઉપર નિયંત્રણ કરવું જોઈએ એટલે કે પરિગ્રહનું પરિમાણ કરવું જોઈએ.) પરિગ્રહ માટેની તૃષ્ણાનો કોઈ અંત નથી. નવી સુંદર આકર્ષક વસ્તુ જોતાં માણસને તે મેળવવાનું અને વાપરવાનું મન થાય છે. પરંતુ મનુષ્ય Page #10 -------------------------------------------------------------------------- ________________ દસમો ગ્રહ પરિગ્રહ ૧૭૯ પોતાની આવી વૃત્તિને સંયમમાં રાખવાની જરૂ૨ છે. એ એના જ હિતમાં છે. જે માણસ “અસંવિભાગી' છે એટલે કે પોતાનામાંથી બીજાને કશું આપતો નથી તથા જે “અપ્રમાણભોગી' છે એટલે કે મર્યાદા બહારનો ભોગવટો કરે છે તેની સદ્ગતિ નથી. આથી જ જૈન ધર્મમાં પરિગ્રહની મર્યાદાનાં પચ્ચખાણ લેવામાં આવે છે. કહ્યું છે : संसारमूलमारम्भास्तेषां हेतु परिग्रहः । तस्मादुपासकः कुर्यात् अल्पमल्पं परिग्रहम् ।। સંસારનું મૂળ આરંભ છે. આરંભનું મૂળ પરિગ્રહ છે. માટે ઉપાસકે અલ્પમાં અલ્પ પરિગ્રહ રાખવો જોઈએ. પરિગ્રહ-પરિમાણવ્રતનું જો બરાબર પાલન ન થાય તો દોષ લાગે છે. આ વ્રતમાં મુખ્ય નવ પ્રકારના પરિગ્રહ બતાવવામાં આવ્યા છે : ધન, ધાન્ય, ક્ષેત્ર, વસ્તુ, રૂપું, સુવર્ણ, અન્ય ધાતુ, દ્વિપદ અને ચતુષ્પદ, આ દરેક માટે જે મર્યાદા બાંધી હોય તે મર્યાદા જાણતાંઅજાણતાં લોપવી તે અતિચાર છે. [ આ નવ પ્રકારના વિકલ્પ પાંચ પ્રકાર આ પ્રમાણે બતાવવામાં આવે છે. (૧) ધન-ધાન્ય, (૨) સોનું ચાંદી, (૩) ક્ષેત્રવાસ્તુ, (૪) દ્વિપ- અતુષ્પદ અને (૫) કુષ્ય એમ પાંચ પ્રકાર ગણીને એના પાંચ પ્રકારના અતિચાર પણ બતાવવામાં આવે છે. ] પરિગ્રહ પરિમાણવ્રતના પાંચ અતિચાર આ રીતે પણ બતાવવામાં આવે છે : (૧) પ્રયોજન કરતાં વધારે વાહનો (પશુ જોડીને ચલાવાતાં કે યંત્રથી ચાલતાં વાહનો) રાખવાં, (૨) જરૂર કરતાં વધુ ચીજવસ્તુઓનો સંગ્રહ કરવો, (૩) બીજાનો વૈભવ જોઈ આશ્ચર્ય, ઈર્ષા, ખેદ ઇત્યાદિ કરવાં, (૪) બહુ લોભ કરવો અને (૫) નોકરચાકર પાસે વધુ શ્રમ કરાવી શોષણ કરવું અથવા ઠરાવેલા ભાવ કરતાં વધુ પડાવી લેવું કે ઓછું આપવું. આ પ્રકારના પાંચ અતિચારમાં મનની અંદર પડેલી પરિગ્રહવૃત્તિ કે પરિગ્રહ પ્રત્યેની આસક્તિની વિશેષ વિચારણા કરવામાં આવી છે અને તેના પ્રતિક્રમણ માટે ભલામણ કરવામાં આવી છે. “વંદિત્ત' સૂત્રમાં કહ્યું છે : ___धणधन्नखित्तवत्यु रुप्प सुवन्नेअ कुविअ परिमाणे । दुपये चउपयम्मि पडिक्कमे देसिअं सव्वं ।। ધન, ધાન્ય, ક્ષેત્ર (ભૂમિ) વાસ્તુ (ઘર વગેરે), રૂપું, સુવર્ણ, કુષ્ય (કાંસુતાંબું વગેરે ધાતુ), દ્વિપદ (મનુષ્ય, પક્ષી વગેરે), ચતુષ્પદ (પ્રાણી ગાય, ભેંસ, Page #11 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ જિનતત્વ બકરી, બળદ), એમ પોતાના પરિગ્રહ-પરિમાણને વિશે જે કંઈ અતિચાર લાગ્યા હોય તેનું પ્રતિક્રમણ કરું છું.' પરિગ્રહ – પરિમાણનું વ્રત શ્રાવકે લેવું જોઈએ. પરંતુ અનુભવી ગૃહસ્થો અને સાધુ ભગવંતો કહે છે કે શ્રાવકે પોતાની જરૂરિયાત અને જવાબદારીનો અને ભવિષ્યમાં વધતા જતા ખર્ચનો પરિપક્વ વિચાર કરીને પછી જ પરિગ્રહની મર્યાદાનું વ્રત લેવું જોઈએ. પોતે બાંધેલી મર્યાદા કરતાં માણસે વધુ ન કમાવું જોઈએ અને કમાણી થવાની જ હોય તો તે ધર્માર્થે વાપરવી જોઈએ એવી સમજણથી કેટલાક માણસો પરિગ્રહ પરિમાણનું વ્રત લે છે ખરા, પણ પછી વેપારધંધો છોડી શકતા નથી અને મર્યાદા કરતાં વધારે આવક થાય છે ત્યારે તે સ્વજનોના નામે ચડાવી દે છે, પણ વસ્તુતઃ તે પોતાની જ હોય છે અને એના ઉપર તેઓ સત્તા ભોગવતા રહે છે. કેટલાક બીજાના નામથી વેપાર કરી એ પ્રકારે મેળવેલી આવકને સાધનસંપત્તિમાં પરિવર્તિત કરી પોતે જ ભોગવતા રહે છે. આ એક પ્રકારનો માયાચાર છે, દોષ છે. અન્ય પક્ષે કેટલાક પોતાની આવક અને સંપત્તિની મર્યાદા બાંધી દીધા પછી અચાનક થયેલા નુકસાનને કારણે, અણધાર્યા મોટા ખર્ચને કારણે કે વધતી જતી મોંઘવારીને કારણે જીવનનિર્વાહ બરાબર ન થતાં પોતે લીધેલું વ્રત તોડે છે, એમાંથી છટકબારી કે અપવાદ શોધે છે અથવા વ્રત માટે વારંવાર અફસોસ કરતા રહે છે. એટલા માટે જ પરિગ્રહ પરિમાણનું વ્રત શ્રાવક, સ્વજનોની, અનુભવીઓની સલાહ લઈને ટૂંકા કે લાંબા ગાળાની સમયમર્યાદા અનુસાર એવી રીતે લેવું જોઈએ કે જેથી વ્રતભંગનો કે સૂક્ષ્મ દોષનો પણ અવકાશ ન રહે અને ઉમંગભેર વ્રત પાળી શકાય. અલબત્ત, માણસે વ્રતભંગની બીકે વ્રત લેતાં અટકવું ન જોઈએ. કોઈ માણસ વર્ષે પચ્ચીસ હજાર રૂપિયા પણ કમાતો ન હોય અને તે પરિગ્રહ-પરિમાણનાં એવાં પચ્ચખ્ખાણ લે કે પોતે વર્ષે પાંચ લાખથી વધારે ન કમાવા. તો આવું પચ્ચખ્ખાણ શું મજાક જેવું હાસ્યાસ્પદ ન લાગે? અલબત્ત, એ માટે એમ કહેવાયું છે કે માણસે પોતાની શક્તિ અને સંજોગોનુસાર ઔચિત્યપૂર્ણ પચખાણ લેવું જોઈએ. પરંતુ કોઈ અવાસ્તવિક લાગે એવી મર્યાદા રાખવા ઇચ્છતો હોય તો ભલે રાખે. શાસ્ત્રકારો કહે છે કે મર્યાદા ન રાખવા કરતાં મર્યાદા રાખવી એ ઉત્તમ છે. એથી ઇચ્છાનું પરિમાણ થશે, ઇચ્છા સંયમમાં રહેશે, પોતાના પચ્ચખાણ માટે સભાનતા રહેશે અને તે કરતાં વધુ મેળવવાની ઇચ્છા રહેશે નહીં. Page #12 -------------------------------------------------------------------------- ________________ દસમો ગ્રહ પરિગ્રહ ૧૮૧ શ્રાવકની અગિયાર પ્રતિમાઓમાં નવમી પ્રતિમા તે પરિગ્રહત્યાગ નામની પ્રતિમા છે. પૂર્વની આઠ પ્રતિમા ધારણ કરનાર શ્રાવકે પરિગ્રહનું પરિમાણ કર્યું હોય છે એટલે કે એની મર્યાદા બાંધી લીધી હોય છે. એમાં એ પોતાની બાંધેલી મર્યાદા પ્રમાણે ધન, સોનું, રૂપું વગેરે રાખી શકે છે. હવે આ નવમી પરિગ્રહત્યાગ પ્રતિમામાં તે શ્રાવક સોનું રૂપું કે અન્ય પ્રકારની ધનસંપત્તિ રાખી શકતો નથી. આ પ્રતિમા ધારણ કરનાર શ્રાવક વસ્ત્રરૂપી બાહ્ય પરિગ્રહ ધારણ કરી શકે છે, પરંતુ વસ્ત્રમાં પણ એને મમતા હોવી ન જોઈએ. ધનસંપત્તિને પરિગ્રહ તરીકે ઓળખવવામાં આવે તે યોગ્ય છે, પણ ધાર્મિક ઉપકરણો રાખવામાં શો વાંધો છે ? પરંતુ શાસ્ત્રકારો કહે છે કે એમાં પણ વિવેક જાળવવો જોઈએ અને એની મર્યાદા બાંધી શકાય છે. સાધુમહારાજને સંબોધીને ‘અધ્યાત્મકલ્પદ્રુમ'માં કહ્યું છે : परिग्रहं चेद्रयजहा गृहादेस्तत्किं नु धर्मोपकृतिच्छलात्तम् । करोपि शय्योपधिपुस्तकादेर्गरोऽपि नामान्तरतोपि हंता ।। (ધર વગેરે પરિગ્રહને ત્યજી દીધા છે, તો પછી ધર્મનાં ઉપકરણના બહાને શય્યા, ઉપધિ, પુસ્તક વગેરેનો પરિગ્રહ તું શા માટે કરે છે ? વિષનું નામાન્તર કરવા છતાં પણ તે મારી નાખે છે.) આમ, ‘અધ્યાત્મકલ્પદ્રુપ'માં સાધુભગવંતોને કહ્યું છે કે ધર્મનાં ઉપકરણો વધારવાની લાલસામાંથી તેઓએ મુક્ત થવું જોઈએ. ભોગોપભોગનો, સાંસારિક ચીજવસ્તુઓનો સાધુ મહાત્માઓએ ત્યાગ કર્યો હોય છે, પરંતુ પછી સારામાં સારી મોંઘામાં મોંધી નવકારવાળી, ફોટાઓ, ગ્રંથો, કામળી, ઉપકરણો, સારામાં સારાં ચશ્માં, ઈત્યાદિ ચીજવસ્તુઓમાં મન લપટાય છે. તેવી વસ્તુઓ વહોરાવનારા ગૃહસ્થો મળી જ આવે છે. આમ, સાધુ મહાત્માઓએ પોતાના ચિત્તને તપાસતા રહેવું જોઈએ કે મોંઘી આકર્ષક વસ્તુઓ તરફ પોતાનું ચિત્ત આકર્ષાતું તો નથી ને ? બિનજરૂરી ચીજવસ્તુઓનો સંગ્રહ તો થતો નથી ને ? જો એમ થતું હોય તો એવા સાધુ મહાત્માઓએ જાગૃત થઈ જવું જોઈએ. એટલે જ ‘અધ્યાત્મકલ્પદ્રુમ’માં સરસ દૃષ્ટાંત આપ્યું છે કે નાવની અંદર સોનું હદ બહાર ભર્યું હોય તો પણ નાવ એથી ડૂબી જ જાય છે. સોનું કિંમતી હોય એથી નાવને ન ડૂબાડે એવું નથી. મતલબ કે ધાર્મિક ઉપકરણોનો પરિગ્રહ પણ મહાત્માઓની સાધનાને ખંડિત કરી શકે છે. આત્મામાં જ્યારે લોભાદિ કષાય ઉદ્ભવે છે ત્યારે બાહ્ય પદાર્થો ગ્રહણ Page #13 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ જિનતત્ત્વ કરવાની ઈચ્છા થાય છે. એટલે પરિગ્રહ મેળવવા, રાખવા વગેરેમાં ઇચ્છા મહત્ત્વનું કાર્ય કરે છે. માણસ જો આકિંચન્યની ભાવના ભાવે તથા “મારું કશું નથી અને હું કોઈનો નથી”, એ પ્રકારનું ચિંતન તથા ભાવન કરે તો પરિગ્રહ માટેની તેની ઇચ્છા ક્રમે ક્રમે વધુ સંયમિત થતી જાય. દ્રવ્યપરિગ્રહ ભાવપરિગ્રહનું કારણ છે અને ભાવપરિગ્રહ આત્માની અશુદ્ધિનું કારણ છે. એટલે આત્મશુદ્ધિ માટે દ્રવ્યપરિગ્રહનો ત્યાગ અર્થાત્ અપરિગ્રહનું વ્રત અનિવાર્ય છે. એટલા માટે જ ભગવાન મહાવીરે સાધુ ભગવંતોનાં પાંચ મહાવ્રતમાં અપરિગ્રહને પણ સ્થાન આપ્યું છે. “સમયસારમાં શ્રી કુંદકુંદાચાર્યે કહ્યું છે : અપરિપક્ષો ૩fજો માવો . (અનિચ્છા જ અપરિગ્રહ કહેવાય છે.) શ્રી હેમચંદ્રાચાર્યે “ત્રિષષ્ઠિશલાકાપુરુષચરિત્ર'માં કહ્યું છે : સમાવેજુ મૂયાત્સ્યા: ચાર દ: (સર્વ ભાવોમાંથી-પદાર્થોમાંથી મૂચ્છ એટલે આસક્તિનો ત્યાગ કરવો એ અપરિગ્રહ છે.) અપરિગ્રહ મહાવ્રતના પાલન માટે સાધુ ભગવંતોએ પાંચ ભાવના ભાવવી જોઈએ. એ પાંચ ભાવના તે પાંચ ઈન્દ્રિયના વિષયો છે. શબ્દ, સ્પર્શ, રસ, રૂપ અને ગંધ એ પાંચના વિષયોમાં સાધુ ભગવંતોને ન રાગ થવો જોઈએ કે ન ઢેષ થવો જોઈએ. પાતંજલ યોગસૂત્રમાં અહિંસા, સત્ય વગેરે વ્રતનું ઉત્કૃષ્ટપણે પાલન કરનારને કેવા લાભ થાય છે, તેમનામાં કેવી કેવી શક્તિ-સિદ્ધિ પ્રગટ થાય છે તે બતાવ્યું છે, જેમ કે જેમના જીવનમાં અહિંસા પ્રતિષ્ઠિત થઈ ગઈ હોય તેમની સંનિધિમાં સ્વયમેવ વેરનો ત્યાગ થઈ જાય છે. એવી રીતે અપરિગ્રહ વ્રત માટે કહ્યું છે કે, અત્તર બન્મચંતા સંધ: ! એટલે કે જે વ્યકિતના જીવનમાં અપરિગ્રહની ભાવના ઉત્કૃષ્ટ રીતે સ્થિર થઈ ગઈ હોય એ વ્યક્તિને પોતાના પૂર્વજન્મનું જ્ઞાન થાય છે. અર્થાતુ જાતિસ્મરજ્ઞાન થાય છે. અપરિગ્રહ વ્રતના ઉત્કૃષ્ટ પાલનથી પ્રગટ થતી આ એક વિશિષ્ટ લબ્ધિ છે. આત્મામાં ઉભવતા રાગાદિ ભાવો, ક્રોધાદિ કષાયોને જો આત્યંતર પરિગ્રહ ગણવામાં આવે તો પછી આત્માના જ્ઞાનાદિ ગુણોને પણ આત્યંતર પરિગ્રહ તરીકે ન ગણાવી શકાય ? આવો કોઈને પ્રશ્ન થાય તો તેના ઉત્તરમાં શાસ્ત્રકારો કહે છે કે આત્મામાં રહેલા જ્ઞાન, દર્શન, ચારિત્રાદિ ગુણો તે પરિગ્રહ નથી, કારણ કે એમાં મોહનો અભાવ છે. જ્યાં પ્રમાદ ન હોય ત્યાં મોહ ન હોય, Page #14 -------------------------------------------------------------------------- ________________ દસમો ગ્રહ પરિગ્રહ 183 જ્યાં મોહ ન હોય ત્યાં મૂચ્છ ન હોય અને જ્યાં મૂર્છા ન હોય ત્યાં પરિગ્રહ ન હોય. વસ્તુત: પ્રમાદ એ જ પરિગ્રહ છે. ઉપાધ્યાય શ્રી યશોવિજયજીએ “જ્ઞાનસાર'માં કહ્યું છે : यस्त्यक्त्वा तणवद बाह्यामान्तरं व परिग्रहम / __उदास्ते तत्पदाम्भोजं पर्युपास्यते जगत्त्रयी / / જે બાહ્ય અને આત્યંતર પરિગ્રહને તૃણની જેમ ત્યજી દઈને ઉદાસીન રહે છે અર્થાત્ સમતાભાવ ધારણ કરે છે તેના ચરણરૂપી કમળની પર્યાપાસના ત્રણ જગત કરે છે. આમ, પરિગ્રહરૂપી દસમા ગ્રહને જે તિલાંજલિ આપે છે એ જ વ્યક્તિ સાધનાના ઉચ્ચ પંથે પ્રગતિ કરવા માટે અધિકારી બને છે. પ્રાચીન લોકકથામાં પોતાના ઘરે પાછા ન જનાર, મહેમાન થઈને પડ્યા રહેનાર જમાઈને-દસમાં ગ્રહને જેમ હથેળીના અર્ધચન્દ્ર પ્રકારથી એટલે કે બોચીથી પકડીને ઘરની બહાર હાંકી કાઢવામાં આવે છે તેમ પરિગ્રહરૂપી દસમા ગ્રહને બોચીથી પકડીને જીવનરૂપી ઘરની બહાર કાઢવાની જરૂર છે, કારણ કે આપણા જીવનમાંથી આ ગ્રહ પણ સહેલાઈથી નીકળી જાય એવો નથી.