SearchBrowseAboutContactDonate
Page Preview
Page 3
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૨ જિનતત્ત્વ domination. આમ, વધતા જતા પરિગ્રહના અનર્થો અને અનર્થોની પરંપરાને મર્યાદા રહેતી નથી. પરિગ્રહનાં દૂષણો અને ભયસ્થાનો તરત નજરે પડે એવાં ન હોય તો પણ જેઓ દૂરગામી અને ગહનવ્યાપક ચિંતન કરે છે તેઓને તો એ તરત સમજાય એમ છે. એટલે જ જૈન ધર્મ પરિગ્રહના અનિષ્ટ સામાજિક પરિબળોને પારખીને અને તેથી પણ વિશેષ તો આત્માનું અહિત કરવાની તેની લાક્ષણિકતાને સમજીને પરિગ્રહ પરિમાણના અને અપરિગ્રહના વ્રતની ભલામણ કરી છે. એની પાછળ સ્વાનુભવપૂર્વકનું ઊંડું આત્મચિંતન રહેલું છે. જો પરિગ્રહમાં જ સઘળું સુખ રહ્યું હોય તો તીર્થંકર પરમાત્માના જીવ એવા ક્ષત્રિય રાજવીઓએ, છ ખંડના ધણી એવા ચક્રવર્તીઓએ રાજપાટ છોડીને દીક્ષા ધારણ ન કરી હોત. ભૂતકાળમાં અને વર્તમાન કાળમાં કેટલાયે શ્રીમંત માણસોએ ગૃહત્યાગ કરી મુનિપણું સ્વીકાર્યું છે. ભૌતિક સમૃદ્ધિનો પણ માણસને થાક લાગે છે. અને આત્મિક સુખની વાત સમજાતાં કે તેવો અનુભવ થતાં પરિગ્રહની અનિત્યતા અને નિરર્થક્તા પ્રતીત થાય છે. એટલા માટે જૈન ધર્મમાં પરિગ્રહની વિચારણા બહુ સૂક્ષ્મ અને ગહન દૃષ્ટિથી કરવામાં આવી છે. પરિગ્રહની વ્યાખ્યા નીચે પ્રમાણે આપવામાં આવી છે : પ્રશ્ન વ્યાકરણની ટીકામાં કહ્યું છે : હિત સુતિ પરિપ્રદ: | (જનું પરિગ્રહણ એટલે સ્વીકાર કરવામાં આવે છે તે પરિગ્રહ) ‘તત્ત્વાર્થસૂત્રમાં કહ્યું છે : મૂછ પરપ્રદ: (મૂચ્છ એ પરિગ્રહ છે). સ્વાર્થસિદ્ધિ'માં કહ્યું છે : નોમથોતિષ સં: રા: 1 (લોભ કષાયના ઉદયથી વિષયોનો સંગ થાય તેને પરિગ્રહ કહેવામાં આવે છે.) સ્વાર્થસિદ્ધિમાં વળી કહ્યું છે : અમે યુદ્ધના : પરપ્ર૬: 1 (“આ મારું છે” એવું જ્યાં બુદ્ધિલક્ષણ હોય ત્યાં તે પરિગ્રહ છે.) સમયસારની “આત્મખ્યાતિ’ ટીકામાં કહ્યું છે : ફુક્કા રિપ્રદુ: I ઇચ્છા એ જ પરિગ્રહ છે.) આ વ્યાખ્યાઓ પરથી જોઈ શકાશે કે જૈન ધર્મમાં “પરિગ્રહના પૂલ સ્વરૂપની અને સૂક્ષ્મ સ્વરૂપની વિગતે વિચારણા કરવામાં આવી છે. પરિગ્રહના પ્રકારો જુદી જુદી અપેક્ષાએ જે જુદા જુદા બતાવવામાં આવ્યા છે એમાં સ્કૂલ અને સૂક્ષ્મ દૃષ્ટિએ વિચાર થયો છે. પરિગ્રહના મુખ્ય બે પ્રકાર કહ્યા છે : (૧) બાહ્ય પરિગ્રહ અથળા સ્થૂલ પરિગ્રહ અને (૨) આત્યંતર પરિગ્રહ અથવા સૂક્ષ્મ પરિગ્રહ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249448
Book TitleDasmo Graha Parigraha
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherZ_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf
Publication Year2007
Total Pages14
LanguageGujarati
ClassificationArticle & Five Geat Vows
File Size432 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy