________________
દસમો ગ્રહ પરિગ્રહ
૧૭૩
બાહ્ય પરિગ્રહ મુખ્ય નવ પ્રકારના બતાવવામાં આવે છે : (૧) ધન રોકડ નાણું તથા તે પ્રકારની વસ્તુઓ, (૨) ધાન્ય અનાજ, (૩) ક્ષેત્ર જમીન, ખેતર વગેરે, (૪) વાસ્તુ – ઘર, દુકાન ઈત્યાદિ માટે મકાનો, વગેરે, (૫) સુર્વણ સોનું, (૬) રજત - રૂપું, (૭) કુપ્પ સોનાચાંદી સિવાયની ધાતુઓ તથા પદાર્થો અને તેમાંથી બનાવેલાં વાસણ, રાચરચીલું, ઉપકરણો વગેરે, (૮) દ્વિપદ – બે પગવાળાં પક્ષીઓ, દાસદાસીઓ વગેરે (અથવા બે પૈડાવાળાં વાહનો વગેરે) અને (૯) ચતુષ્યપદ – ચાર પગવાળાં પાળેલાં પશુઓ – ગાય, બળદ, ભેંસ, બકરી વગેરે અથવા ચાર પૈડાવાળાં વાહનો.
-
આમ, બાહ્ય પરિગ્રહનું વર્ગીકરણ આ મુખ્ય નવ પ્રકારમાં કરવામાં આવ્યું છે. સાદી સમજ માટે આ વર્ગીકરણ છે. એમાં એકાદબે પ્રકાર ભેગા પણ કરી શકાય અને એમાં બીજા ઉમેરી પણ શકાય. બદલાતી જતી જીવનશૈલી અનુસાર એમાં વધઘટ કરી શકાય.
આપ્યંતર અથવા સૂક્ષ્મ પરિગ્રહ ચૌદ પ્રકારના છે. ચાર કષાય અને નવ નોકષાય એમ તેર પ્રકા૨ અને એમાં સાથે મિથ્યાત્વ ઉમેરાતાં ચૌદ પ્રકારના આત્યંતર પરિગ્રહ આ પ્રમાણે દર્શાવવામાં આવે છે : (૧) ક્રોધ, (૨) માન, (૩) માયા, (૪) લોભ, (૫) હાસ્ય, (૬) રતિ, (૭) અતિ, (૮) ભય, (૯) શોક, (૧૦) જુગુપ્સા, (૧૧) સ્ત્રીવેદ, (૧૨) પુરુષવેદ, (૧૩) નપુંસક વેદ અને (૧૪) મિથ્યાત્વ.
—
બાહ્ય પરિગ્રહ કરતાં આત્યંતર પરિગ્રહનો ત્યાગ કરવાનું કઠિન છે. નિર્ધન માણસ પાસે કશું જ ન હોય છતાં ધનવાન બનવાની અને ચીજવસ્તુઓનું સુખ ભોગવવાની વાસના એનામાં તીવ્ર હોઈ શકે છે. એટલે જ ચીજવસ્તુઓ નહીં પણ એને ભોગવવાની ઈચ્છા, એ ગમવાનો ભાવ, એના પ્રત્યેની આસક્તિ એ મૂÁરૂપ છે અને એ જ વસ્તુત: પરિગ્રહ છે. અલબત્ત, ભોગોપભોગની સામગ્રી વચ્ચે રહેવું અને મૂર્છા ન હોવી એવું તો દીર્ધ સાધના વગર શક્ય નથી. બીજી બાજુ બાહ્ય ત્યાગ બધો જ કર્યો હોય છતાં મનમાં વાસના હોય તો ત્યાં મૂર્છા છે જ. ઉપાધ્યાય શ્રી યશોવિજયજીએ કહ્યું છે કે માત્ર કાંચળી ઉતારી નાખવાથી સાપ નિર્વિષ થતો નથી.
ભગવતી સૂત્રમાં પરિગ્રહના ત્રણ પ્રકાર બતાવવામાં આવ્યા છે
:
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org