Book Title: Dasmo Graha Parigraha Author(s): Ramanlal C Shah Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf View full book textPage 9
________________ ૧૭૮ જિનતત્ત્વ વ્યક્તિ પોતે જ પોતાના તરફ પોતાના પરિગ્રહ દ્વારા બીજાના વેરનું નિમિત્ત બને છે. સૂક્ષ્મ દૃષ્ટિથી વિચારીએ તો સ્થૂલ પરિગ્રહરૂપી પુદ્ગલનું ચૈતન્ય સાથેનું વેર તો અનાદિકાળથી ચાલ્યું આવે છે. એટલે જે જીવ પુદ્ગલમાં આસક્ત બને છે તે પોતાનું જ અહિત કરે છે. ઇચ્છા, આસક્તિ, વાસના, અભિલાષા ઇત્યાદિ આત્માના શત્રુઓ છે. એટલે જે જીવ સૂક્ષ્મ પરિગ્રહનો ત્યાગ નથી કરી શકતો તે પોતાના આત્મા સાથે જ વેર બાંધે છે. પરિગ્રહના પૂલથી સૂક્ષ્મ સુધીના ચાર મુખ્ય પ્રકારો “ક' અક્ષરથી શરૂ થતા બતાવવામાં આવે છે. તે આ પ્રમાણે છે : કંચન, કામિની, કાયા અને કષાય. આ ચારે અનુક્રમે લેવાનાં છે. કંચન એટલે સોનું અર્થાત્ ઝવેરાત. વિશાળ અર્થમાં ધનસંપત્તિ, માલમિલકત, ચીજવસ્તુઓ વગેરે. કામિની એટલે પત્ની. વિશાળ અર્થમાં પત્ની, પુત્રાદિનો પરિવાર અન્ય સ્વજનો, સંબંધીઓ વગેરે. કાયા એટલે પોતાનું શરીર અને કષાય એટલે મનમાં ઊઠતા ક્રોધાદિ ભાવો તથા અશુભ અધ્યયવસાયો. આ ચારેમાં ધનસંપત્તિ છોડવા સહેલાં છે, પણ સ્વજનો વગેરેને છોડવાં એટલાં સહેલાં નથી. અન્ય અપેક્ષાએ પુત્રપરિવારનો ત્યાગ સહેલો છે પણ પોતાની કાયાની મમતા છોડવી દુષ્કર છે. સમર્થ માણસો કાયાના લાલનપાલનથી પર થઈ શકે છે, એની મમતા છોડી શકે છે, પણ મનમાં ચાલતા વાસનાના વિકારોને, એષણાઓને, ક્રોધાદિ કષાયોને ત્યજી શકતા નથી. સૂક્ષ્મ દૃષ્ટિથી વિચારીએ તો ચિત્તમાં ઉદ્દભવતા ક્રોધાદિ કષાયો એ પણ એક પ્રકારનો આત્યંતર પરિગ્રહ છે. એમાંથી પણ સાધકે મુક્ત થવાનું છે. આમ કંચન, કામિની, કાયા અને કષાય એ ચારે પૂલથી સૂક્ષ્મ સુધીના સર્વ પરિગ્રહો ત્યજીને પરિગ્રહમુક્ત, અપરિગ્રહી બનવાનું છે. તેમ ન થાય ત્યાં સુધી પરિગ્રહનું પરિમાણ કરવું, એની પાકી મર્યાદા બાંધી લેવી બહુ જરૂરી છે. શ્રી હેમચંદ્રાચાર્યે કહ્યું છે : असंतोषमविश्वासमारम्भं दुःखकारणम् । मत्वा मूर्छाफलं कुर्यात् परिग्रहनियन्त्रणम् ।। (પરિગ્રહ, અસંતોષ, અવિશ્વાસ અને આરંભ ઇત્યાદિ દુઃખનાં કારણરૂપ છે તથા મૂચ્છનું ફળ છે એમ સમજીને એના ઉપર નિયંત્રણ કરવું જોઈએ એટલે કે પરિગ્રહનું પરિમાણ કરવું જોઈએ.) પરિગ્રહ માટેની તૃષ્ણાનો કોઈ અંત નથી. નવી સુંદર આકર્ષક વસ્તુ જોતાં માણસને તે મેળવવાનું અને વાપરવાનું મન થાય છે. પરંતુ મનુષ્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14