Book Title: Dasmo Graha Parigraha
Author(s): Ramanlal C Shah
Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf

View full book text
Previous | Next

Page 8
________________ દસમો ગ્રહ પરિગ્રહ ૧૭૭ એથી સગર ચક્રવર્તીને સંતોષ થયો નહોતો. સાઠ હજાર દીકરાઓ થયા, પરંતુ એ બધા ગંગાની નહેર ખોદવા ગયા ત્યારે નાગરાજાએ તેઓને બાળીને ભસ્મીભૂત કરી નાખ્યા. પોતાની હયાતીમાં જ પોતાના બધા પુત્રોના મૃત્યુના સમાચાર સાંભળવાનો વખત સગર ચક્રવર્તીને આવ્યો હતો. કુચીકર્ણ નામના માણસ પાસે એક લાખ કરતાં વધુ ગાયો હતી, પણ એ ગાયોની વ્યવસ્થાની ચિંતામાં અને એ ગાયોનું દુધ, દહીં, માખણ, ઘી વગેરે ખા ખા કરવામાં કુચીકર્ણ હૃદયરોગથી મૃત્યુ પામ્યો હતો. તિલક નામનો શ્રેષ્ઠી શિયાળામાં સસ્તા ભાવે અનાજ લઈ ઉનાળામાં મોંધા ભાવે વેચતો. ઠેર ઠેર એના કોઠારો હતા. એક વખત દુકાળ પડશે એવી આગાહી સાંભળી એણે ઘણું અનાજ ભરી લીધું. પરંતુ તે વર્ષે દુકાળને બદલે અતિવૃષ્ટિ થતાં એના બધા કોઠારોમાં પાણી ભરાઈ ગયું અને અનાજ સડી ગયું. એથી તિલક શ્રેષ્ઠી ગાંડા જેવો થઈ ગયો હતો. નંદ રાજાને સોનું એકઠું ક૨વાની ઘેલછા લાગી હતી. નાનો ડુંગર થાય એટલું સોનું એણે ભેગું કર્યું, પણ પછી રાત-દિવસ એની સાચવણીની, સંરક્ષણની ચિંતામાં જ એનું હૃદય બંધ પડી ગયું હતું. એટલે પરિગ્રહની બાબતમાં સંતોષ મોટું ધન બને છે. અતિ લોભી માણસનું મગજ ભમવા લાગે છે. તિલોમાભિભૂતસ્ય ચ મતિ મસ્ત ! જે માણસનો નવ્વાણુના ચક્કરમાં પગ પડે છે તેની મતિ ઠેકાણે રહેતી નથી. કેટલાક તો મૃત્યુના મહેમાન બની જાય છે. એટલે જ હેમચંદ્રાચાર્યે કહ્યું છે કે પરિગ્રહમાં ત્રસરેણુ જેટલો પણ ગુણ નથી અને દોષો પર્વત જેટલા છે. એટલે જ ધન્ના, શાલિભદ્ર, જંબૂકુમાર જેવા ધનાઢ્યો અઢળક ધન-સંપત્તિ છોડીને સંયમના માર્ગે ચાલી નીકળ્યા હતા. ભગવાન મહાવીરે કહ્યું છે : પરિનિવિદ્વાન વેરૂં તેસિ વાં (સૂત્રકૃતાંગસૂત્ર). જે માણસ પરિગ્રહ વધારે છે તે પોતાના તરફ બીજાઓનું વેર વધારે છે. સ્થૂલ પરિગ્રહ એટલે ધનસંપત્તિ વગેરે. તે ચોરાઈ જવાનો, લૂંટાઈ જવાનો, બગડી જવાનો, ખોવાઈ જવાનો ભય તેની સાથે સંકળાયેલો રહે છે. એ માટે સાવચેતીનાં પગલાં લેવાં પડે છે. એથી બીજાના મનમાં શંકા, અવિશ્વાસ, ઈર્ષ્યા, દ્વેષ, અપ્રીતિ વગેરે પ્રકારના ભાવો જન્મે છે. એમાંથી વેવિરોધ અને ઝઘડા થાય છે. સમાજના એક વર્ગને ખાવાને પૂરતું ન મળતું હોય અને બીજા વર્ગનો એંઠવાડ કચરામાં ઠલવાતો હોય ત્યારે અસમાનતામાંથી દ્વેષભાવ અને વેર જન્મવાની શક્યતા રહે છે. એટલે જ પરિગ્રહ વધારનારી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14