Book Title: Dasmo Graha Parigraha Author(s): Ramanlal C Shah Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf View full book textPage 5
________________ ૧૭૪ જિનતત્ત્વ तिविहे परिग्गहे पण्णत्ते, तं जहा कम्म परिग्गहे, सरीर परिग्गहे, बाहिर भंडमत्त-परिग्गहे । (પરિગ્રહના ત્રણ પ્રકાર કહ્યા છે, જેમ કે (૧) કર્મ-પરિગ્રહ, (૨) શરીરપરિગ્રહ અને બાહ્ય ભંડમાત્ર એટલે કે વાસણ વગેરે બાહ્ય ઉપકરણો, સાધનો ઈત્યાદિરૂપી પરિગ્રહ तपः श्रुतपरिवारां शमसाम्राज्यसंपदम् । परिग्रह-ग्रहग्रस्तास्त्यजेयुर्योगिनोऽपि हि ।। (પરિગ્રહરૂપી ગ્રહથી જ્યારે યોગીજનો ગ્રસ્ત થાય છે ત્યારે તેઓ તપ, શ્રુત ઈત્યાદિના પરિવારરૂપી શમસામ્રાજ્યની લક્ષ્મીનો પણ ત્યાગ કરી દે છે.) એક વખત મોટા મોટા મહાત્માઓ પણ પરિગ્રહમાં જ્યારે આસક્ત થાય છે ત્યારે તેઓ એમાં ધીમે ધીમે એવા લપેટાતા જાય છે કે વખત જતાં તેઓને પોતાનાં તપ-ત્યાગ તથા જ્ઞાન- ધ્યાનની ઉપાસનામાં પણ રસ રહેતો નથી. પરિગ્રહ માટે તેઓ તે બધું છોડવા તૈયાર થઈ જાય છે. પરિગ્રહની આસક્તિ માણસને મોહાંધ અથવા મૂઢ બનાવી દેવાની શક્તિ ધરાવે છે. એવી આસક્તિનો પ્રતિકાર કરવા માટે ભારે મનોબળની અપેક્ષા રહે છે. ઉપાધ્યાય શ્રી યશોવિજયજીએ “જ્ઞાનસારના અષ્ટકમાં કહ્યું છે : न परावर्तते राशेर्वक्रतां जातु नोज्झति । परिग्रह ग्रह कोऽयं विडम्बित जगत्त्रयः ।। (જે રાશિથી પાછો ફરતો નથી, વક્રતાનો ત્યાગ કરતો નથી અને જેણે ત્રણ જગતની વિડંબના કરી છે એવો આ પરિગ્રહ તે કેવો ગ્રહ છે ?) બધા ગ્રહો આકાશમાં એક રાશિમાંથી બીજી રાશિમાં સંક્રમણ કે છે, પરંતુ પરિગ્રહરૂપી ગ્રહ તો રાશિમાંથી બહાર નીકળી શકતો નથી. અહીં “રાશિ” શબ્દમાં શ્લેષ રહેલો છે. આકાશની રાશિ ઉપરાંત રાશિ એટલે ધનસંપત્તિની રાશિ. વળી બીજા ગ્રહો માર્ગ અર્થાત્ સરળ ગતિવાળા થાય છે, પરંતુ પરિગ્રહ હંમેશાં વક્રદૃષ્ટિવાળો હોય છે. તે ત્રણ જગતને પીડા કરે છે. આકાશમાં ગ્રહ નવ છે : (૧) સૂર્ય, (૨) ચંદ્ર, (૩) મંગળ, (૪) બુધ, (૫) ગુરુ, (૬) શુક્ર, (૭) શનિ, (૯) કેત. એટલે પરિગ્રહને એક ગ્રહ તરીકે ઓળખાવવો હોય તો તેને દસમું સ્થાન આપવું પડે. એટલે જ “દસમો ગ્રહ તે પરિગ્રહ' એમ કહેવાય છે. (સંસ્કૃતમાં નામના રસમો ગ્રહ: I જમાઈ દસમો ગ્રહ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14