Book Title: Chitrasen Padmavati Charitram
Author(s): Rajvallabh Gani
Publisher: Vishvaprabhashreeji

View full book text
Previous | Next

Page 5
________________ | પ્રસ્તાવના , સમસ્ત સૂત્રોને ચાર અનુયોગમાં વિભક્ત કરેલા છે. એમાં બાલ જીવો માટે ધર્મસ્થાનુયોગ મહત્વનો છે. ધર્મકથાનુયોગ એટલે વિશ્વના વિરાટ પુરુષોના જીવંત જીવન ચરિત્રનો ખજાનો, ધર્મકથાનુયોગ એટલો સુંદર અને મીઠો છે કે જેમાંથી વૈરાગ્યના ઝરણા વહે છે. જે ઝરણા ભવી આત્માને સંયમપ્રેમી બનાવે છે. ધર્મકથાનુયોગ આપણા આત્મામાં રહેલ આધિ-વ્યાધિ અને ઉપાધિ દૂર કરી શારીરિક, માનસિક, આધ્યાત્મિક સુંદરવને આપે છે. તેને-મન અને જીવનને હલકુ કુલ બનાવીને જીવનમાં ધર્મનો યોગ સુયોગ કરાવે છે. " શ્રી ચિત્રસેને પદ્માવતી ચરિત્ર વ્યાખ્યાનમાં વાંચવા માટે સુંદર - સરસ પદ્મમયગ્રંથ છે. આ ચરિત્રમાં શીલગુણ કીર્તનની કથા છે. તેના ક્ત શ્રી ધર્મઘોષસૂરીશ્વરજી મ. ની પરંપરામાં પૂ. શ્રી પદ્મચંદ્ર સૂરીશ્વરજી મ.સા. થયા. તેમની પાટે પૂ.આ.શ્રી મહિમાચંદ્ર સૂરીશ્વરજી મ.સા. ના શિષ્ય પૂ.ઉપાધ્યાય શ્રી રાજવલ્લભ ગણિવર છે. પૂજ્યશ્રીએ વિ.સં. ૧૫૪૪માં આ કથા રચી છે. વિ.સં. ૧૫૩૦માં પડાવશયક વાર્તિક + -*, - જ્યારે અમારું ૨૦૩લ્માં શીહોર શહેરમાં ચાતુમસ, થયું ત્યારે આ ચરિત્ર બહેનોના વ્યાખ્યામાં વાંચ્યું હતુ-બહેનોને શ્રવણમાં ઘણો તો જ રસ આવ્યો. ત્યારથી મારી ભાવના હતી કે બધાય સંસ્કૃત વાંચન કરી શક્તા નથી. માટે હું મારી અલ્પબુદ્ધિથી આ ગ્રંથનું ભાષાંતર LE કરીને પ્રત રૂપે પ્રકાશિત કર્યું. જેથી આ ચરિત્રના માધ્યમથી વાચક વર્ગમાં ચરિત્ર નવનિર્માણ થાય. આ હેતુથી દેવગુરુ અને ધર્મકૃપાએ આ IS કાર્યની શરૂઆત થઈ. આ ગ્રંથને પ્રકાશન કરવામાં વિ.સં ૨૦૪૬ના ભાયંદર ચાતુર્માસમાં પર્યુષણ પછી સામાન્ય વાત આ ચરિત્રના પ્રકાશન માટે શકરીબેનને કરી ત્યારે ઉદાર હૃદયે તેમને 5,0/- ની આર્થિક સહાય સર્વપ્રથમ કરી:-પછી તો સુરેશભાઈ દેવચંદ સંઘવી, શશીકાંતભાઈ સિરોયા, ભાયંદર શ્રી સંઘની બેનો, ભાયંદરના પૂનાઓના મંડળો, સામયિક મંડળોના આર્થિક સહયોગથી આ કાર્ય અતિ અલ્પ સમયમાં w A Gupratnasuri M.S. Jun Gun Aaradhak T u

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 228