Book Title: Chitrasen Padmavati Charitram Author(s): Rajvallabh Gani Publisher: Vishvaprabhashreeji View full book textPage 4
________________ चित्रसेन चरित्रम् I પ્રશંસાપાત્ર છે, પણ જેની તેટલી તાકાત ન હોય તે પોતે પોતાની પત્નીમાં સંતોષ માને અને પનારને માતા કે બેન સમાન માને તોય સારું છે. જેનામાં દાન ગુણ હોય તેના માટે આ ગુણ તો સહજ રીતે આવી જાય. આ શીલગુણ આવે એટલે તેની વાણી મધુર અને સુંદર બની જાય છે. શીલ પાળવા માટે સત્ત્વ જોઈએ. અબલાઓ પણ શીલની રક્ષા કાજે સબલા બને છે. મોટા મોટા રાજ-રાજેશ્વરને સમજાવીને ઠેકાણે લાવે છે. જેનામાં શીલ ગુણ જીવતો-જાગતો છે. તેનામાં એવી અપૂર્વ શક્તિ હોય છે કે તે ગુણના પ્રભાવે અગ્નિ પાણી થઈ જાય, શૂલી સિંહાસન બની જાય, સાગર ખાબોચિયું થઈ જાય, ભયંકર ફણીધર પણ નિર્વિષ બની જાય. ચિન્તામણિ તો ભાગ્યે ભૌતિક સુખ આપે છે. જે ક્ષણીક હોય, જ્યારે શીલતો આત્મિક અનંત સુખ આપે છે. ઈન્દ્રિયોને જીતનાર શીલવાન કહેવાય. બાહ્ય શત્રુઓ ને જીતવા સહેલા છે પણ ઈન્દ્રિય વિજેતા બનવું મુશ્કેલ છે. વાસુદેવ જેવા મહાન્ધાતાઓ ત્રણખંડના રાજ્યને જીતી શકે છે. પણ ઈન્દ્રિયોને જીતી શક્તા નથી. જે ઈન્દ્રિયોને જીતે તે જ જગત વિજેતા બને. ઈન્દ્રિય વિજેતા વિશ્વવિજેતા છે. તે સુખી સંપન્ન છે. રાવણ મનવિજેતા ન બન્યો માટે આલોક અને પરલોક ઉભયલોક હાર્યો, રાવણનું સર્વનાશ થયું. શીલના પ્રભાવે કલાવતીના કપાયેલા કાંડા પુનઃ ઉત્પન્ન થયાં. સુભદ્રાએ કાચા સુતરના તાંતણાએ ચારણીથી કુવામાંથી પાણી કાઢ્યું. માનવ જીવનમાં શીલનું સત્ત્વ છે, જીવનનું જોમ અને જીવનની જ્યોતિ શીલ છે. શીલથી જ સંસારમાં સત્કાર મળે છે. 2. Ac Gunratnasuri M.S. Jun Gun AaradhakPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 228