Book Title: Chapti Bhari Chokha Author(s): Vairagyarativijay Publisher: Pravachan Prakashan Puna View full book textPage 5
________________ ફૂલ ખીલવા માટે ખીલે છે. વૃક્ષ ઉગવા માટે ઉગે છે. નદી વહેવા માટે વહે છે. વરસાદ વરસવા માટે વરસે છે. પણ માણસ જીવવા માટે નથી જીવતો. એ પૈસા કમાવવા માટે જીવે છે. એ સ્વાર્થ સાધવા માટે જીવે છે. એ ઇજ્જત પામવા માટે જીવે છે. આ બધું માણસ સારી રીતે કરી શકે છે. માત્ર સારી રીતે જીવી નથી શકતો. બોલો આ સ્થિતિને કેવી કહીશું? મને શું ગમશે? તેની ચિંતા સ્વાર્થ જન્માવે છે. બીજાને શું ગમશે? તે ચિંતા કરુણા” જન્માવે છે. પરમાત્માને શું ગમશે? તે ચિંતા “પ્રસન્નતા” જન્માવે છે. મને શું નહીં ગમે? તે ચિંતા “સંકલેશ” જન્માવે. બીજાને શું નહીં ગમે? તે ચિંતા પ્રેમ અને સૌહાર્દ જન્માવે. પરમાત્માને શું નહીં ગમે ? તે ચિંતા ‘વિરકિત’ જન્માવે. = ૧૧= માખી આજ સુધી કોઈને કરડી હોય તેવો એક દાખલો ઇતિહાસમાં નથી છતાં તે હડધૂત થતી રહે છે તેનું કારણ છે ગંદકી પર બેસવાની આદત. માખીની જેમ આપણા મનને ગંદકી પર બેસવાની આદત પડી ગઈ છે. બાકી તો મન આપણું ભગવાનનાં મંદિર જેવું છે ખરાબ આદત છૂટી જાય તો ભયો ભયો... પાયાના આધાર વિના ખુરશી ઊભી રહે નહીં. પગના આધાર વિના માણસ ઊભો રહે નહીં. પાણીમાં ઊભાં રહેવા માટે કમળને પાંદડાનો આધાર જરૂરી છે. મનમાં ધર્મને સ્થિર કરવો હોય તો તેને પ્રસન્નતાના આધારની જરૂર પડે છે. આ આધારને મજબૂત બનાવવા બે સૂત્રો છે આપણી પાસે જે નથી તેની અપેક્ષા રાખવી નહીં આપણી પાસે જે છે તેનું અભિમાન કરવું નહીં ૧ = ૧૨૪Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16